|
|
હે સાચેજ હવે સૂરદાસ અન્યની જેમ જોઈ શકશે...!
|
|
Nov 24, 2011
|
Offbeat
|
|
|
|
|
|
|
લંડન:24,નવેમ્બર
આ દુનિયાને પોતાના નેત્ર વડે જોવાની આશા છોડી ચૂકેલા લોકો માટે એક ખુશખબર છે.બાયોનિક આંખોથી જોડાયેલા સીમિત પરીક્ષણોમાં ડૉકટરને ચોંકાવનારા પરિણામો મળ્યાં છે.એક મીડિયા રિપોર્ટમાં આ વિશે મહત્વની જાણકારી અપાઈ છે કે,જેમાં અંધાપો દૂર કરી શકાય છે.ડેઈલી મેલ અનુસાર અભ્યાસમાં દર્શાવાયું છે કે જોવાની આશા છોડી ચૂકેલા લોકો માટે પ્રત્યારોપણ કરી શકાય તેવી માઈક્રોચિપ વર્ષ 2013 સુધી બજારમાં મળતી થઈ જશે.
આ માઈક્રોચિપને જર્મનીની કમ્પની 'રેટિના ઈમ્પલાન્ટ'વિકસિત કરી છે.આ માઈક્રોચિપના પ્રત્યારોપણ બાદ સૂરદાસ રોંજિંદી ચીજવસ્તુઓને ઓળખી શકશે.તેમજ ઘડિયાળમાં સમય પણ જોઈ શકશે ત્યાં સુધી આ માઈક્રોચિપ કામ કરતી થઈ જશે. આ પાતળા ઉપકરણને ઑકસફૉર્ડ અને લંડનમાં પ્રથમવાર પ્રત્યારોપણ કરાશે. ડૉકટરર્સ થોડાક અઠવાડિયામાં આની સાથે સંકળાયેલી અન્ય સર્જરી પણ કરશે.જો આ પ્રકારની સર્જરી યુરોપમાં સફળ થશે તો આ માઈક્રોચિપ 2013માં મળી શકશે.
આનાથી આનુવાંશિક રોગ રેટિનાઈટિસ પિગમેટોસથી પીડાતા આધેડ ઉંમરના લોકોની સારવાર થશે. અંધાપાથી પીડાતા લોકોની આંખોના પાછળનાં ભાગે 1.500 હલકા સેંસરવાળા ઉપકરણ લગાવાથી ઈલેક્ટ્રિક સંકેતના કારણે રેટિના ઉત્તેજિત થશે અને ત્યારબાદ સૂરદાસને મદદ મળી શકશે.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|