180X600.jpg
Jul 24,2016 06:21:31 PM IST
 

વેપારીઓ-વિદ્યાર્થીઓ પર બ્રિટન ફિદા

Feb 18, 2013 22:06 NRI >
 
David Cameron,Prime Minister,Britain, visa service,Indian,businessmen,India Tags:   David Cameron Prime Minister Britain visa service Indian businessmen India comment     E-Mail     Print    
 
Viewed: 5891
Rate: 1.5
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, તા. ૧૮
  • ગુજરાતમાં પણ મોટાપાયે રોકાણ કરવામાં આવશે
  • બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરોનની જાહેરાત-ભારતીય બિઝનેસમેનને સેમ-ડે વિઝા અપાશે
  • બ્રિટનમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને વિઝાની સંખ્યા અમર્યાદિત કરાશે

ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોને સોમવારે જાહેરાત કરી હતી કે, ભારતીય રોકાણકારો અરજી કરે તે જ દિવસે વિઝા મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત બ્રિટનમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને વિઝા આપવાની સંખ્યા બાબતે કોઈ સીમા બાંધવામાં નહિ આવે. કેમરોને વિશ્વની અર્થવ્યવસ્થામાં બ્રિટન અને ભારતને મુખ્ય ભાગીદાર ગણાવ્યા હતા.

બ્રિટિશ વડાપ્રધાન ૧૦૦ સભ્યના વ્યાપારિક પ્રતિનિધિમંડળ સાથે મુંબઈના એરપોર્ટ પર પહોંચ્યા હતા. મુંબઈની હોટેલ તાજમાં એક બિઝનેસ સેમિનારમાં આઇસીઆઇસીઆઇનાં સીઇઓ ચંદા કોચર, તાતા જૂથના નવા ડિરેક્ટર સાયરસ મિસ્ત્રી સહિતના ભારતીય અને બ્રિટિશ ઉદ્યોગપતિઓને સંબોધ્યા હતા.

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે કેમરોને કહ્યું હતું કે, બ્રિટનની યુનિર્વિસટીઝમાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા અમર્યાદિત કરાશે. ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં રહી શકશે અને અભ્યાસ પૂર્ણ થયા પછી સ્નાતકકક્ષાની નોકરી પણ કરી શકશે.'

કેમરોને કહ્યું હતું કે, ભારતે બ્રિટિશ કંપનીઓ માટે વધુ સારી તકોનું સર્જન કરવા વ્યાપારિક અવરોધો ઘટાડવાનું ચાલુ રાખવું જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે, ભારત સરકાર વેપાર સંબંધો સરળ બનાવવા માટે આવી અડચણો દૂર કરતું રહે. બ્રિટનમાં અમે ભારતીય રોકાણકારોને આવકારીએ છીએ તેવી ખાતરી અમારે આપવી પડશે. તેનાથી વાઇબ્રન્ટ અને ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થામાં રોકાણ કરવા બેંકિંગ, રિટેલક્ષેત્રે બ્રિટિશ કંપનીઓને સરળતા રહેશે. જ્યારે હું ભારતીય રોકાણકારને બ્રિટનમાં જોઉં છંુ ત્યારે માત્ર જગુઆર અને લેન્ડ રોવર જેવા રોકાણની આશા દેખાય છે. અમે રોકાણોના ઉકેલને આવકારીએ છીએ.'

  • ભારતીય કંપનીઓએ બ્રિટનમાં ૯૦,૦૦૦ નોકરીઓનું સર્જન કર્યું
  • ભારતીય કંપનીઓ વધુ નોકરીઓ સર્જે તેવું અમે ઇચ્છીએ છીએ : બ્રિટન
  • આંતરરાષ્ટ્રીય પરિદૃશ્યમાં ભારતનો ઉદય એક અસાધારણ ઘટના : કેમરોન

ભારત ૨૦૩૦માં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : કેમરોન

હિંદુસ્તાન યુનિલીવરના અધિકારીઓને સંબોધતી વખતે કેમરોને કહ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રગતિ એ સદીની એક અસાધારણ ઘટના છે, તેની લોકશાહીની વૈવિધ્યતા, પોતાના દેશની વૈવિધ્યતાની મજબૂતાઈ, તેની અર્થવ્યવસ્થાની તાકાત અવિશ્વસનીય છે. તે ૨૦૩૦ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ ભારતથી પ્રભાવિત છું અને તેને પોતાનું ભાગીદાર બનાવવા માગે છે.'

બ્રિટનમાંથી છેલ્લાં બે વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે

યુકે બોર્ડર એજન્સીના જણાવ્યાનુસાર, ૨૦૧૦માં ૪૧,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા. બ્રિટન માટે સ્ટુડન્ટ વિઝા મેળવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૧માં ઘટીને ૩૨,૦૦૦ પહોંચી ગઈ હતી. એપ્રિલ, ૨૦૧૨માં નવી કડક વિઝા નીતિ અમલમાં આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોવાની સંભાવના છે.

કેમરોનના ત્રણ દિવસ : ચાર મુદ્દાઓ

1.      વિઝા : બ્રિટનના વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિઝા આપવા માટે બ્રિટન ભારતમાં સૌથી મોટી વ્યવસ્થા ધરાવે છે અને દર વર્ષે આશરે ૪,૦૦,૦૦૦ લાખ જેટલી વિઝા અરજીઓ ઉપર કામગીરી કરે છે અને ૧૦માંથી ૯ અરજીઓમાં વિઝા આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીયો માટે વિઝા સિસ્ટમને દુરસ્ત અને સુવ્યવસ્થિત કરી શકાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

2.      વેપાર : બ્રિટિશ કંપનીઓ ભારતના નાના શહેરોનો વિકાસ કરવા આગળ આવે અને મુંબઈ-બેંગ્લોર વચ્ચેના વિસ્તારનો વિકાસ કરે. જો કે હવે રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે. યુકેના હાઈકમિશનર જેન્સ બેવેનના જણાવ્યા પ્રમાણે ગુજરાત અને બ્રિટન કુદરત ભાગીદાર છે અને હવે આ ભાગીદારી વધે તેવી ઈચ્છા છે. તેના પગલે ગુજરાતમાં પણ મોટાપાયે રોકાણ કરવામાં આવશે.

3.      સંરક્ષણ સોદા : કેમરોન આ પ્રવાસ દરમિયાન ભારત સરકારને પોતાના દેશ પાસેથી ૧૦૦ યુરોફાઈટર ખરીદવા મનાવી રહ્યાં છે. જો કે અત્યારે ભારતમાં ચાલી રહેલા વીવીઆઈપી ચોપરના મુદ્દાના કારણે થોડી સમસ્યા સર્જાઇ શકે તેમ છે. જો કે બ્રિટન આ વખતે સંરક્ષણ, ઊર્જા અને શિક્ષણ ક્ષેત્રે સુપરપાવર બનવા જઈ રહેલા ભારત સાથે ભાગીદારી કરવાના બનતા તમામ પ્રયાસો કરશે.

4.      વોડાફોન અને ટેસ્કો : વોડાફોન દ્વારા ૨૦૦૭માં હચીસન વ્હોમ્પોઆ ૧૦.૭ બિલિયન ડોલરમાં ખરીદી હતી. તે વખતે ભારત સરકારે જણાવ્યું કે વોડાફોનને આ માટે ૧૪,૦૦૦ કરોડનો ટેક્સ ચૂકવવો પડશે. આ મુદ્દો વધારે વકર્યો છે. બીજી બાજુ ટેક્સો કંપની પણ પોતાની ફૂડ ચેઈન ભારતમાં લાવવા માટે તત્પર છે. કેમરોનની ઈચ્છા બતાવી રહી છે કે આ બંને વિવાદોનો સુખદ અંત આવે.

વિશ્વમાં અમારી સૌથી વધુ વિઝા કામગીરી ભારતમાં થાય છે. અમે વેપાર-ધંધામાં નવી વિઝાનીતિ શરૃ કરવા જઈ રહ્યા છીએ, જે લોકો અમારા દેશમાં રોકાણ કરવા માગે છે તેમના માટે એક દિવસમાં વિઝાની સુવિધા શરૃ કરી રહ્યા છીએ.'

ડેવિડ કેમરોન, બ્રિટિશ વડાપ્રધાન


 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com