વોશિંગ્ટન, 21 ફેબ્રુઆરી
અમેરિકામાં બુધવારના રોજ જારી વસ્તીગણતરી અહેવાલ અનુસાર આઠ ટકાથી વધુ ભારતીય અમેરીકી એટલે કે, 30 લાખ ભારતીય અમેરિકી અમેરિકામાં ગરીબી રેખા હેઠળ જીવન જીવી રહ્યા છે.
વર્ષ 2007-2008ના અમેરિકી સામુદાયિક સર્વેક્ષણના અનુસાર અમેરિકામાં 4.27 કરોડ લોકોની આવક ગરીબી રેખાથી નીચી હતી જયારે રાષ્ટ્રીય ગરીબી દર 14.7 ટકા છે.
જનગણના બ્યૂરો રિર્પોટના અનુસાર ગરીબી દરમાં 8.2 ટકા ભારતીય અમેરિકીની અન્ય જાતીય સમૂહોની તુલનામાં ગરીબીનું પ્રમાણ ઓછુ જોવા મળ્યુ છે.
એશિયાઇ જનસંખ્યામાં ગરીબી દર 14.7 ટકાઅને કોરિયાઇ લોકોમાં 15.0 ટકા વધારે છે જયારે ફિલીપીન વાસિયોના ગરીબી દર સૌથી ઓછો એટલે કે 5.8 ટકા છે. લેટિન અમેરિકી મૂળના લોકોમાં રાષ્ટ્રીય ગરીબી દર કયૂબા લોકોમાં 16.2 ટકા અને ડોમિનિક લોકોમાં સર્વોચ્ચ 26.3 ટકા છે.
અમેરિકી સરકારની ગરીબીની પરિભાષા કુલ પ્રાપ્ત આવક પર આધારિત છે. ઉદાહરણ રૂપે વર્ષ 2012માં ગરીબી સ્તર ચાર લોકોના પરિવાર માટે વાર્ષિક આવક 23,050 નિર્ધારિત કરવામાં આવી હતી.