Sep 15,2014 02:58:08 PM IST
 

Buffalino : હોમ ઓન વ્હિલ્સ

Feb 21, 2013 21:14 Supplements > i Tech
 
comment     E-Mail     Print    
 
Viewed: 1164
Rate: 5.0
Rating:
Bookmark The Article

ફ્યૂચર ટેક

કેમ્પિંગને કમ્ફર્ટ સાથે કનેક્ટ કરીને ટ્રાવેલિંગનો નવો કોન્સેપ્ટ તૈયાર કરનાર જર્મન ડિઝાઇનરે સિંગલ ટ્રાવેલરની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનોખું ફુલ્લી ફર્નિશ્ડ કેમ્પર વિહિકલ 'બફેલિનો' તૈયાર કર્યું છે

ઘણાં લોકોને એકલા ફરવાનો અને કેમ્પિંગ કરવાનો શોખ હોય છે. કેટલાંક શોખીનો એકલા કાર લઇને નીકળતા પણ હોય છે, પરંતુ રાત્રે રેસ્ટ કરવા માટે કાં તો રોડ સાઇડની સસ્તી લોજમાં રોકાવું પડે અથવા તો કારની બેક સીટમાં ઊંઘવાનો વારો આવતો હોય છે. આવા લોન્લી ટ્રાવેલર્સની સમસ્યાને ધ્યાનમાં રાખીને જર્મનીના ઇન્ડસ્ટ્રિઅલ ડિઝાઇનર કોર્નિલિયસ કોમન્સે 'બફેલિનો' નામનું નાનું કેમ્પર વિહિકલ તૈયાર કર્યું છે. આ કેમ્પર વિહિકલને એક વ્યક્તિની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. 'બફેલિનો'ની ડિઝાઇન પાછળનો મુખ્ય હેતુ ટ્રાવેલિંગ સમયે મુસાફરને ફુલ્લી ફ્લેક્સિબિલિટી આપવાનો છે. જર્મન ડિઝાઇનરે પિઆજિઓ કંપનીની એપ-૫૦ મોડલની ઓટોરિક્ષાને મોડિફાઇ કરીને આ અનોખું વિહિકલ ડિઝાઇન કર્યું છે. આ ૩ વ્હિલર રિક્ષા લાઇટ વેઇટ અને ફ્યૂઅલ ઇફિશિયન્ટ હોવાથી ડિઝાઇનરે તેની પસંદગી કરી હતી. 'બફેલિનો' માટે એપ-૫૦ના એન્જિન અને બોડી ફ્રેમને યથાવત્ જ રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ એક ઘરમાં જેટલી ફેસેલિટી હોય તેને વિહિકલમાં ડિઝાઇનરે બખૂબીથી સમાવી લીધી છે.

કેમ્પર વિહિકલની સ્પેશિયલ ફેસિલિટી

'બફેલિનો કેમ્પર'માં ઇટાલિયન ડિઝાઇન અને જર્મન ફંક્શનાલિટીનો સમન્વય કરવામાં આવ્યો છે. મિનિ કેમ્પરમાં દરેક મોડર્ન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં બેડ, શાવર, કિચન, ઘણી સ્ટોરેજ સ્પેસની સાથે સાથે ફ્રિજ અને લેપટોપ ડેસ્કની સુવિધા છે. કેમ્પર અત્યંત ફ્લેક્સિબલ છે. તેની માત્ર એક જ લિમિટેશન છે, કે તેમાં ટોઇલેટ નથી.

પોતાના વ્હિકલ પ્રોજેક્ટના કોન્સેપ્ટ અંગે ડિઝાઇનર કોર્નિલિયસ જણાવે છે કે, 'લોકો પોતાની આસપાસ રહેલી કુદરતી સુંદરતાને માણી શકે તથા ટ્રાવેલિંગના એક્સપિરિયન્સને નવો આયામ મળે તે હેતુથી મેં આ કેમ્પર વ્હિકલ તૈયાર કર્યું છે. આ વ્હિકલ એક મૂવિંગ કેમ્પ છે, તમને કોઇ જગ્યા ગમી ગઇ ત્યાં વ્હિકલ સ્ટોપ કર્યું અને તમારો કેમ્પ તૈયાર અને અન્ય જગ્યાએ જવાનું મન થાય તો કેમ્પ વ્હિકલમાં કન્વર્ટ થઇ જાય.' આમ, એકલાં ટ્રાવેલ કરતાં લોકો માટે કેમ્પર ટ્રાવેલિંગનો ઇકોનોમિકલ અને કૂલ ઓપ્શન સાબિત થશે.

  • કેમ્પર વિહિકલમાં બેડ માટેની તથા સ્ટોરેજની પૂરતી જગ્યા છે, જે એકલા ટ્રાવેલ કરતાં લોકોને પસંદ આવશે.
  • જર્મન ડિઝાઇનરે કેમ્પિંગ સમયે સૌથી અગત્યની ફૂડની સમસ્યાને સોલ્વ કરવા માટે અંદર જ કિચન તૈયાર કર્યું છે.
  • ઓફિસમાંઘરમાં કે રજા પર હોઇએ લેપટોપ વગર કોઇને ના ચાલે. લેપટોપ લવર્સ માટે કેમ્પરમાં લેપટોપ ડેસ્ક પણ છે. 
  • ટ્રાવેલર કારના બેક ડોરમાં ખાસ નેટની ડિઝાઇન છે, જેનો યૂઝ કપડાં સૂકવવા માટે કરી શકાય છે.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com