Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 09:48:44 PM IST
 

એક ભારતીયે અમેરીકામાં બંધ કરાવી ગુલામીપ્રથા!

Feb 23, 2013 NRI > US
 
Tags:   NRI Doctor Slavery Shameful Casket Abraham Lincoln Dr Ranjan Batra United States comment     E-Mail     Print    
 
Viewed: 8320
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન, 23 ફેબ્રુ

અમેરીકામાં અબ્રાહમ લિંકન ઈસ 1865માં ગુલામીપ્રથા રદ કરતો કાયદો અમલમાં લાવ્યા હતા. અમેરીકામાંથી ગુલામી પ્રથાને દૂર કરવાનો શ્રેય લિંકનને જાય છે. પરંતુ આટલા વર્ષો બાદ પણ આ કાયદો અમેરીકામાં બધા રાજ્યોમાં લાગુ નહોતો. અમેરીકાના મિસીસીપી રાજ્યમાં આ કાયદો અત્યાર સુધી અમલમાં જ નહોતો. પરંતુ આ કાયદાને સરકારી ચોપડે કાયદેસર નોંધ કરાવી એક બિનનિવાસી ભારતીયે.

કોલકાતામાં જન્મેલા એનઆરઆઈ રંજન બત્રાને તાજેતરમાં જ રીલીઝ થયેલી લિંકન ફિલ્મ દ્વારા જાણવા મળ્યું કે ગુલામી પ્રથાનો કાયદો મિસીસીપીમાં સરકારી ચોપડે નોંધાયો જ નથી. આ પછી તેમણે એક ચળવળ ઉપાડી, અને તેમના સઘન પ્રયત્નોથી દોઢસોએક વર્ષ પછી સરકારી રેકર્ડમાં સ્થાન મળ્યું છે.

અમેરીકાની આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા તેઓ કોવો અનુભવ કરી રહ્યા છે એના જવાબમાં તેમણે કહ્યું કે મારો તો એક નાનો રોલ હતો. પરંતુ ખાસ વાત એ છે કે મિસીસીપી હવે આ મુદ્દે ઉપર આવી રહ્યું છે અને વંશીય ભેદભાવ જેવા અંધકારમય અતિતને પાછળ છોડી રહ્યું છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com