Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 01:24:03 PM IST
 

બ્લેકબેરીએ ઝેડ૧૦ ભારતમાં લોન્ચ કર્યો

Feb 25, 2013 Offbeat
 
Tags:   Mobile Phone Technology smartphone Blackberry Z10 comment     E-Mail     Print    
 
Viewed: 2292
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૨૫

કેનેડિયન કંપની બ્લેકબેરીએ સોમવારે નવો સ્માર્ટફોન ઝેડ૧૦ ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોન બ્લેકબેરી ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ચાલે છે અને તેની કિંમત રૃ. ૪૩,૪૯૦ રાખવામાં આવી છે. બ્લેકબેરીએ લોન્ચ કરેલો સ્માર્ટફોન બજારમાં હાજર એપલ, આઇફોન ૫, નોકિયા લુમિયા ૯૨૦, એચટીસી બટરફ્લાય, સોની એક્પિરિયા ઝેડ અને સેમસંગ ગેલેક્સી નોટ-૨ જેવા સ્માર્ટફોનની સામે ટક્કર લેશે.

અગાઉ જાન્યુઆરી મહિનામાં એચટીસી અને નોકિયાએ ભારતમાં તેમનો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. બીજી બાજુ સોનીએ પણ તેના નવા સ્માર્ટફોનના લોન્ચિંગની તૈયારીઓ હાથ ધરી છે. ભારતીય સ્માર્ટફોનનાં બજારમાં બ્લેકબેરી ૨૦૧૨ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૬ ટકા હિસ્સો ધરાવતું હતું, જ્યારે ૩૮.૮ ટકા હિસ્સા સાથે સેમસંગ ટોચનાં સ્થાનેે છે.

બ્લેકબેરી માટે ઝેડ૧૦ની સફળતા જીવણ-મરણનો પ્રશ્ન છે. સ્માર્ટફોન ક્ષેત્રે ગળાકાપ હરીફાઈનાં વાતાવરણમાં બ્લેકબેરી બજારનો તેનો હિસ્સો માત્ર ૩.૬ ટકા જ રહી ગયો છે. અગાઉ એપલે આઇફોન લોન્ચ કર્યો તે પહેલાં બ્લેકબેરી સ્માર્ટફોનનાં બજારમાં ભારે પ્રભુત્વ ધરાવતું હતું. આ પહેલો તેવો ફોન છે જેમાં પુશ મેઇલ ફીચરનો સમાવેશ કરાયો હતો, જેને કારણે કોર્પોરેટ ક્ષેત્રનાં અનેક લોકો તેની તરફ આકર્ષાયાં હતાં, જોકે બાદમાં લોકોએ એપલ, સેમસંગ, એચટીસી જેવા ટચસ્ક્રીન ધરાવતા ફોન લેવાનું શરૃ કરતાં બ્લેકબેરીના ફોન હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. 

બ્લેકબેરી ઝેડ૧૦ના ફીચર્સ

  • ૪.૩ ઇન્ચનો ટચસ્ક્રીન
  • ૧૨૮૦x૭૬૮ પિક્સ રિઝોલ્યુશન
  • ૧.૫ ગિગા હર્ટ્ઝનું ડયુઅલ કોર પ્રોસેસર
  • ૨ જીબી રેમ
  • ૧૬ જીબી ઇનબિલ્ટ ફોનમેમરી
  • ૬૪ જીબી માઇક્રોએસડી કાર્ડ સપોર્ટ
  • ૮ મેગા પિક્સલ એલઈડી ફ્લેશબેક કેમેરા
  • ૨ મેગા પિક્સલ એચડી ફ્રન્ટ કેમેરા
  • વાઇ-ફાઇ, ટુજી, થ્રીજી, ફોરજી, બ્લૂટૂથ, માઇક્રો યુએસબી કનેક્ટિવિટી,
  • સફેદ અને કાળા રંગમાં ઉપલબ્ધ
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com