|
|
પોટેટો, પાસ્તા એન્ડ પેસ્ટો સૂપ
|
|
Feb 25, 2013
|
Special >
Recipes
|
|
|
|
|
|
|
- સામગ્રીઃ
- સમારેલા બટાટા - ૧ કપ
- સમારેલાં ગાજર - ૧/૨ કપ
- સમારેલી ડુંગળી - ૧ કપ
- દૂધ - ૨ કપ
- શેલ પાસ્તા - ૨ ટેબલસ્પૂન
- પારસ્લે - ૧ ટેબલસ્પૂન
- મીઠું - સ્વાદ પ્રમાણે
- ઓલિવ ઓઈલ - ૨ ટેબલસ્પૂન
- મરી પાઉડર - સ્વાદ પ્રમાણે
પેસ્ટો બનાવવા માટેઃ
- તુલસીનાં પાન - ૧૨થી ૧૪ નંગ
- અખરોટ - ૨થી ૩ નંગ
- લસણ - ૧ કળી
- ઓલિવ ઓઈલ - ૧ ટેબલસ્પૂન
- ચીઝ - ૪ ટેબલસ્પૂન
રીતઃ
- એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગાજર, બટાટા અને ડુંગળી નાખી ૩થી ૪ મિનિટ સાંતળો.
- ત્યારબાદ તેમાં દૂધ, શેલ પાસ્તા, ૨ કપ ગરમ પાણી, મીઠું અને મરી પાઉડર નાખી ૧૦થી ૧૨ મિનિટ પકવો.
- સર્વ કરતી વખતે સૂપને ફરીથી ગરમ કરી તેમાં પારસ્લે, પેસ્ટો નાખી મિક્સ કરો.
- ગરમ સૂપમાં ચીઝ નાખી ગરમ ગરમ સર્વ કરો.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|