Sep 22,2014 11:42:41 AM IST
 

વેજિટેબલ કોર્ન બેક

Feb 25, 2013 19:50 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 4011
Rate: 3.5
Rating:
Bookmark The Article

સામગ્રીઃ
* બેસન - ૧ કપ
* મકાઈના દાણા - ૧/૪ કપ
* ક્રશ્ડ કોબીજ - ૧/૪ કપ
* પાલક - ૧/૪ કપ
* ક્રશ્ડ ગાજર - ૧/૪ કપ

* આદું-મરચાંની પેસ્ટ - ૧ ટીસ્પૂન

* મીઠું - સ્વાદ પ્રમાણે
* ખાંડ - ૧/૨ ટીસ્પૂન
* ધાણા - ૨ ટેબલસ્પૂન
* ખાવાના સોડા - ૧ ટીસ્પૂન
* તેલ - ૧ ૧/૪ ટીસ્પૂન
* રાઈ - ૧/૨ ટીસ્પૂન
* તલ - ૧ ટીસ્પૂન
* હિંગ - એક ચપટી
* સમારેલી કોથમીર - ૧ ટેબલસ્પૂન
રીતઃ

* એક બાઉલમાં બેસન, મકાઈ, કોબીજ, પાલક, ગાજર, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, ખાંડ, કોથમીર અને ૧/૪ કપ પાણી નાખી સરખી રીતે મિક્સ કરો.

* ત્યારબાદ તેમાં ખાવાના સોડા નાખી થોડું પાણી છાંટી મિક્સ કરો.

* મિશ્રણને બેકિંગ ડિશમાં થોડું તેલ લગાવી પાથરી દો.

* હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ, રાઈ અને તલ નાખી સાંતળો અને પછી વઘારને મિશ્રણ પર નાખી પ્રીહિટેડ ઓવનમાં ૨૫ મિનિટ બેક કરવા મૂકી .

* વેજિટેબલ્સ સરખી રીતે બેક થઈ જાય એટલે તેના કટકા કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com