સામગ્રીઃ
* રસમલાઈ - ૧૨ નંગ (દૂધ સાથે)
* સ્ટ્રોબેરી સમારેલી - ૧/૨ કપ
* બૂરુ ખાંડ - ૧ ટેબલસ્પૂન
* ક્રશ્ડ સ્ટ્રોબેરી - ૧/૪ કપ
રીતઃ
* એક બાઉલમાં સમારેલી સ્ટ્રોબેરી અને બૂરુ ખાંડ નાખી મિક્સ કરી લો.
*રસમલાઈના બે ભાગ કરી નીચેના ભાગને એક પ્લેટમાં કાઢી તેના ઉપર સમારેલી સ્ટ્રોબેરી મૂકો.
** હવે તેના ઉપર રસમલાઈનો ઉપરનો ભાગ મૂકી ૩થી ૪ લેયર બનાવો.
* ત્યારબાદ રસમલાઈના દૂધમાં ક્રશ્ડ સ્ટ્રોબેરી નાખી ફ્રીઝમાં ઠંડું થવા મૂકી દો.
* સર્વ કરતી વખતે રસમલાઈમાં સ્ટ્રોબેરીવાળું દૂધ નાખી સર્વ કરો.