Nov 23,2014 09:15:03 PM IST
 

હોટ એન્ડ ગોર્જિયસ લુક આપતી : શિફોન સાડી

Feb 25, 2013 19:59 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 6285
Rate: 4.0
Rating:
Bookmark The Article

ટ્રેન્ડ - માનુષી ચોક્સી

શિફોનની સાડી ફેશન સિમ્બોલ હોવાની સાથે પર્સનાલિટીને ગોર્જિયસ ટચ આપે છે. પ્લેન અને પ્રિન્ટેડ ડિઝાઇનમાં અવેલેબલ શિફોન સાડી સાથે સુંદર ડિઝાઇન કરેલ બ્લાઉઝ હોટ વિથ બ્યુટીફૂલ લુક આપે છે, તો સ્ત્રીની સુંદરતામાં વધારો કરતી શિફોનની સાડી પર એક નજર કરીએ.

* ઘણી વાર નાના-નાના ફંકશનમાં બહુ હેવી જ્વેલરી પહેરવી નથી ગમતી. ત્યારે જો ફંકશનમાં શિફોનની સાડી પસંદ કરવામાં આવે તો તેમાં લાઇટ મેકઅપ અને લાઇટ જ્વેલરી પરફેક્ટ લુક આપે છે. શિફોનની સાડીની એક વિશેષતા એ પણ છે કે શિફોનની સાડી સ્લિમ લુક આપે છે. જો તમે પાર્ટી કે કોઈ ફંકશનમાં સ્લિમ દેખાવા ઇચ્છતા હો તો શિફોનની સાડી પ્રીફર કરો. તદુપરાંત શિફોનની સાડીમાં તમે ઉંમરથી નાના દેખાવ છો. શિફોનની સાડી સ્લિમ અને યંગ લુક આપતી હોવાથી માનુનીની ફેવરિટ છે.

* જો તમે સાંજની પાર્ટીમાં કે ડિનર માટે જતાં હો તો લાઇટ ગ્રીન વિથ વ્હાઇટ, લાઇટ પિન્ક, યલો શિફોન સાડી પસંદ કરો જે સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે બ્યુટીફૂલ લુક આપશે. આ સાથે પર્લનું અથવા ડાયમંડનું કોમ્પેક્ટ ડિઝાઇનનું પેન્ડન્ટવાળું નેકલેસ, સિમ્પલ એરિંગ તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દેશે.

* પ્લેન શિફોન સાડીમાં બોર્ડર પર બીડેડ વર્ક, એમ્બ્રોઇડરી વર્ક, જરીવર્ક, પર્લ અને ડાયમંડનું વર્ક વધુ જોવા મળે છે. રેડ પ્લેન શિફોન સાડી પર વ્હાઇટ અથવા બ્લેક ડાયમંડનું વર્ક રિચ લુક આપે છે. બ્રાઇટ ઓરેન્જ કલર પણ શિફોન ફેબ્રિકનો મુખ્ય કલર છે. બ્રાઇટ ઓરેન્જ પ્લેન સાડીમાં પાતળી ગોલ્ડન બોર્ડર ફેયર સ્કિન પર ખૂબ જ સુંદર દેખાય છે.

* શિફોનમાં હેવી વર્કની સાડી પણ મનમોહક ડિઝાઇનમાં મળે છે. તેમાં જરદોશી વર્કની સાડી ખાસ છે. શિફોન સાડીમાં જરદોશીનું વર્ક, બ્રોકેટ બ્લાઉઝ સાથે ક્લાસિક લુક આપે છે. હેવી લુકમાં મળતી શિફોનની સાડીમાં જરદોશી સિવાય જુદા જુદા પ્રકારનું થ્રેડવર્ક પણ જોવા મળે છે.    

 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com