રાજકોટ, તા.૨૬ :
શહેરમાં સુચિત બાંધકામો હાથ નાખો ત્યાંથી હાથ લાગી શકે તેમ છે છતાં મહાપાલિકાની ટી.પી. શાખા મોટા માથાઓને છોડીને નાના નાના દબાણો દૂર કરવા નિકળી પડતી હોય છે.
- આજી ડેમ નજીક ૧૫૦ ચો.મી.નું દબાણ હટાવાયું
આજે આવી જ રીતે કોઠારીયા રોડ ઉપર ઓમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સુચિતમાં ખડકી દેવાયેલા સાત કારખાના તોડી પાડવામાં આવ્યા હતા. ઈસ્ટ ઝોન ટી.પી. શાખાએ હાથ ધરેલા ઓપરેશનમાં પરેશ રાદડિયા, અનિલ હરસોડા, મનસુખ, કાળુ સહિતના લોકોએ કારખાના ખડક્યા હોય તેને તોડી પાડવામાં આવ્યા હતા. આવી જરીતે આજી ડેમ ચોકડી પાસે મહિકા રોડ ઉપર ૧૫૦ વારના પ્લોટમાં દબાણ કરીને પ્લીન્થ લેવલનં બાંધકામ રધા નામના ભરવાડ ઈસમે ખડકી દિધું હોય તેને તોડી પાડવામાં આવ્યું હતું . આ કામગીરી હાથ ધરાતા લોકોના ટોળા એક્ત્ર થયા હતા અને કામગીરીને રોકવા માટે પ્રયાસ થયેલા પણ વિજીલન્સ ટીમે કડક હાથે કામ લઈ ઓપરેશન પાર પડાવ્યું હતું. આ કાર્યવાહી એ.ટી.પી. ગુપ્તા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.