વાંસદા-ડાંગ, તા. ૬
વાંસદા ટાઉન હોલ ખાતે નિવૃત્ત લેપ્રસી સુપરવાઇઝર સ્વ. ડાહ્યાભાઇ ઉર્ફે દિલીપભાઇ કાપડિયાના પૂણ્ય સ્મણાર્થે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૨૧ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.
ગાંધીજયંતીના દિવસે વાંસદા ટાઉનહોલ ખાતે ગ્રામ પંચાયત વાંસદા, જેસીઆઇ વાંસદા રોયલ, કોટેજ હોસ્પિટલ, બ્લોક હેલ્થ ઓફિસ વાંસદા, રેડકોસ સોસાયટી વાંસદા, સરકારી વિનયન અને વાણિજ્ય તથા બી.એડ.કોલેજ વાંસદા, જલારામ સેવા ટ્રસ્ટ વાંસદા, સાઇબાબા પાવનધામ ટ્રસ્ટ વાંસદા, ગુરુકુલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પીટીસી અને બી.એડ.કોલેજ વાંસદા, મીડિયા કલબ વાંસદા, ફોટોગ્રાફર એસોસિયેશન વાંસદા, ૧૦૮ સેવા, સદભાવના સેવા ટ્રસ્ટ, જૈન સોશિયલ ગ્રૂપ, બ્રાહ્મણ સમાજ, વીરભદ્ર ગ્રૂપ વાંસદા, સમસ્ત રાજસ્થાની સમાજ વાંસદા, મુસ્લિમ સમાજ વાંસદાના સહયોગથી સ્વર્ગસ્થ દિલીપભાઇ કાપડિયાના સ્મરણાર્થે વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી આ કેમ્પમાં મંગળદીપ પ્રાગટય શીલાબેન દિલીપભાઇ કાપડિયાએ કર્યુ હતું. આ પ્રસંગે ધરમપુર વાંસદાના ધારાસભ્ય છનાભાઇ ચૌધરી, વાંસદાના સરપંચ બુધાભાઇ પટેલ, તાલુકા પંચાયત વાંસદાના માજી પ્રમુખ પરભુભાઇ દેશમુખ, વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ નટુભાઇ પાંચાલ, તાલુકા પંચાયત સભ્ય રવુભાઇ પાનવાલા, ૧૦૮ના જગદીશ બડગુજર, જેસીઆઇના જયેશભાઇ કદમ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, પીયૂષ હંસોરા, કિશનભાઇ શેંગર, ધર્મેશ પુરોહિત, દિનેશભાઇ સુરતી, મિનેષભાઇ શાહ, હનિફ સોડાવાલા, પ્રદ્યુમનસિંહ સોલંકી, અનંત પટેલ વગેરેએ ઉપસ્થિત રહી શુભેચ્છા વ્યક્ત કરી હતી. રક્તદાન શિબિર દરમિયાન વલસાડ-ડાંગના સંસદ સભ્ય કિશનભાઇ પટેલે કેમ્પની મુલાકાત લઇ રક્તદાન કેમ્પના આયોજનને બિરદાવી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ અશોકભાઇ ધોરાજિયાએ પણ રક્તદાતાઓની મુલાકાત લઇ આ માનવતાસભર કાર્યને બિરદાવ્યું હતું.