Jun 30,2015 10:46:09 AM IST
 

ખોડાની સમસ્યા (બ્યૂટી ક્વેરી)

Mar 01, 2013 20:07 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 11298
Rate: 4.5
Rating:
Bookmark The Article

બ્યૂટી ક્વેરી - રાજીકા કચેરિયા
શ્રી રાજીકાબહેન,

મારા વાળમાં ખોડો થવા લાગ્યો છે. આ મહિનાઓમાં તો ખૂબ ખરાબ સ્થિતિ થઈ ગઈ છે. તો વાળમાંથી ખોડો દૂર કરવા શું કરવું ? મને ઉપાય બતાવશો.

 -શિલ્પા

બહેનશ્રી, ખોડો થવાનું એક કારણ ઋતુ પરિવર્તન પણ છે. એ માટે તમને ઉપાય જણાવું છું. તમે યુકેલિપ્ટસ અને લવિંગનું તેલ ૩:૧ના પ્રમાણમાં મિક્સ કરો. દરરોજ રાત્રે એનાથી વાળમાં- સ્કાલ્પ (માથાની ત્વચા)માં સારો મસાજ કરો. બીજે દિવસે પાણીથી માથું ધોઈ નાંખો. સ્થિતિને નિયંત્રણમાં રાખવા અઠવાડિયે એક વખત ડેન્ડ્રફ કંટ્રોલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, આહારની યોગ્યતા પર ધ્યાન આપો. સ્ટ્રેસને તમારાથી દૂર રાખો, કારણે ખોડાની તીવ્રતા માટે આ બાબત પણ અગત્યનો ભાગ ભજવે છે.

સનસ્ક્રીન વાપરવું જરૂરી છે ?
શ્રી રાજીકાબહેન,

હું ટુ-વ્હીલર વાપરું છું. મારે સનસ્ક્રીન વાપરવું જરૂરી છે? મારે બીજું શું ધ્યાન રાખવું જોઈએ ? મને જણાવશો.                   -કૈરવી

બહેનશ્રી,

સૂર્યના નુકસાનકારક કિરણો કે જેના લીધે તમારે પૂરતી કાળજી રાખવી પડે. તે તમારી ત્વચાને ચોક્કસ નુકસાન પહોંચાડી શકે છે. પૃથ્વી રક્ષણાત્મક પડમાંથી ફિલ્ટર થઈને આવતાં હોવા છતાં અસરકર્તા હોય છે. નુકસાનકર્તા અલ્ટ્રાવાયોલેટ કિરણો ફિલ્ટર થતા નથી. ચહેરાને કપડાંથી ઢાંકી દેવાથી અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકી શકાતા નથી. આથી શરીરના ખુલ્લા રહેતા ભાગ પર સનસ્ક્રીન લગાવવું ઘણું સારું રહે છે. આ માટે હાયર એસપીએફ ૩૦ + વાપરવું ઘણું સારું છે. તમે હાથ અને ચહેરાને કપડાંના ટુકડાથી ઢાંકી દો એમ કરવાથી પોલ્યુશન સામે રક્ષણ મેળવવામાં મદદ થશે. તમે સારા યુવી પ્રોટેક્ટેડ, ગોગલ્સ પણ વસાવી શકો છો. તમારા માથાને પણ ઢાંકી દો જેથી આ કિરણો તમારા વાળને નુકસાન ના પહોંચાડે. એ માટે હેલ્મેટ સારું શિરછત્ર છે. બસ, ધ્યાન રાખો કે થોડા સમયને અંતરે હેલ્મેટ કાઢીને એર સરક્યુલેશન થવા દેવું. ત્વચાની સફાઈ માટે ચહેરો ખાસ ધોતા રહેવું. છેલ્લે, બપોરના ૧૨થી સાંજના ૫ દરમિયાન બહાર નીકળવાનું ટાળો. કોઈ પણ સિઝનમાં આ સમયે સૂર્યનો તાપ પ્રખર હોય છે.

ત્વચા માટે કેવો નાઈટ રૂટીન ?
શ્રી રાજીકાબહેન,

મારે મારી ત્વચા માટે કેવો નાઈટરૂટિન બનાવવો જોઈએ ?      - રેશ્મા

બહેન શ્રી,

દિવસભરના તમારી ત્વચા પરના જામેલા કચરા અને મેલને દૂર કરવા રાત્રે સૂતાં પહેલા તમારા ચહેરાનું કલીન્સિંગ થવું જરૂરી છે. ઓઈલી સ્ક્રીન માટે સ્ક્રબ ખૂબ યોગ્ય છે. બે દિવસે એક વાર હળવા ભાર સાથે સ્ક્રબનો ઉપયોગ કરવો. તમે ઓઈલી સ્કિન માટેનો ફેસવોશ પણ વાપરી શકો છો. તમારે વર્તુળાકારે તમારા ચહેરાની ત્વચાને સ્ક્રબ કરવી અને ઠંડા પાણીથી ધોવી. જેની ત્વચા ડ્રાય અને સેન્સિટીવ હોય, બેબી ઓઈલ વાપરવું અને ભીના કલીન્સિંગ પેડનો ઉપયોગ કરવો. પછી માઈલ્ડ ફેશવોશથી ચહેરો સાફ કરી નાઈટક્રીમ લગાવવું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Supplements
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com