180X600.jpg
Jul 26,2016 07:36:31 PM IST
 

ડો. સૈયેદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ(ત.ઉ.શ)ની ૧૦રમી મિલાદ

Mar 02, 2013 02:12 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1143
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ , તા.૧

દુનિયાભરમાં વસતા દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ હિઝ હોલીનેસ ડો. સૈયેદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (ત.ઉ.શ) ઝળહળતા આયુષ્યની સદી પૂર્ણ કરીને આ વર્ષે ૧૦ર વર્ષના થયા છે. એ સાથે એમણે સર્વોચ્ચ ધર્મગુરૂનું પદ સંભાળ્યાને પણ પ૦ વર્ષ પરીપૂર્ણ થયા છે, જે એમના અલૌકિક જીવન દરમિયાન પ્રાપ્ત અનેકાનેક સિદ્ધિઓ પૈકીની એક ગણવી પડે. એમની દિવ્ય દ્રષ્ટિ અને અપારકૃપાને લીધે દાઉદી વ્હોરા સમાજની ત્રણ - ત્રણ પેઢીઓ વ્યકિતગત અને સામાજિક પરિવર્તનોની અનુભૂતિ કરી શકી છે, એટલું જ નહીં બલ્કે એક આદરણીય સમાજ તરીકે વિશ્વભરમાં માનભેર સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ડો. સૈયદના સાહેબ વિશ્વના કોઈપણ ખુણે હોય, એમની એક ઝલક માત્ર માટે, દિદાર માટે હજારો દાઉદી વ્હોરા ભાઈ-બહેનો ઊમટી પડે છે, અને શું કામ ન ઊમટે ? ડો. સૈયદના સાહેબના અથાક, અવિરત દિવ્ય સેવાકીય મિશનનું જ તો એ ફળ છે કે, આખા સમાજનું, દાઉદી વ્હોરા કૌમનું જીવન જ સમુળગું પરિવર્તન પામ્યું છે. ડો.સૈયદના સાહેબએ બજાવેલી અદ્દભુત સેવાઓથી આજે દરેકના જીવનમાં અદ્ભુત બદલાવ આવી ગયો છે. જ્યારે પણ મૌલા - મૌલાના પ્રચંડ ગગનભેદી નારા લગાવી દાઉદી વ્હોરા સમાજના ભાઈ-બહેનો એમના આશીર્વાદ મેળવે છે, ત્યારે એ દ્રશ્ય વાસ્વમાં ડો. સૈયદના સાહેબે સમાજ પર અવિરત વરસાવેલા પ્રેમ, સમાજ માટેની એમની ખેવના પ્રતિ એમના ઋણ સ્વીકારનો જ પડઘો પાડે છે.

સમાજને આગવી ઓળખ આપનાર કોઈ એકમાત્ર હસ્તી હોય તો એ ડો. સૈયેદના સાહેબ જ છે. માત્ર વેશભુષા નહીં, પરંતુ સમગ્ર રહેણી - કરણીમા એમણે દાઉદી વ્હોરા સમાજની અલગ અનોખી ઓળખ સ્થાપિત કરી છે. ડો. સૈયેદના સાહેબ જ ૯૦૦ વર્ષ જૂની રાણી ફાતેમી સંસ્કૃતિના ધરોહર રહ્યા રખેવાળ બની રહ્યા છે. પરંપરા માટે તેના જતન માટેનું સુંદર પરિણામ આપણે એમના થકી રચાયેલી નયનરમ્ય ભવ્ય મસ્જિદો અને અદ્ભુત મઝારોના રૂપમાં જોઈ શકીએ છીએ. એક અલ્લાહની ઈબાદત, પવિત્ર મહાન પૈગમ્બર સાહેબ (સ.અ.વ.) તથા એહલેબૈતની મોહબ્બતનું સિંચન કરીને સમસ્ત સમાજની પવિત્ર ઉછેરની ફરજ અદા કરનાર એકમાત્ર વડા ડો. સૈયેદના સાહેબ છે. વ્યાજમુક્ત વ્યાપારી લેવડ - દેવડ વડે સમાજને સ્વાવલંબન, સ્વ-રોજગાર થકી ભૌતિક સમૃદ્ધિ ભણી દોરી જનાર પિતામહ કોઈ છે તો ફકત ડો. સૈયેદના સાહેબ છે.

ગુણવત્તાસભર જીવનશૈલી માટે એમણે સૈફી હોસ્પિટલની હારમાળા ઊભી કરી, ઉપરાંત સૈફ બુરહાની અપલીફટમેન્ટ યોજના જેવી મહત્વાકાંક્ષી આવાસ યોજનાઓ પણ સાકાર કરી છે. સૌથી શિરમોર ગુણ કહીએ, તો ડો. સૈયેદના સાહેબ મહાન માનવતાવાદી ધર્મગુરુ છે, જે એમના અનુયાયીઓને જીવનશૈલીમાં સમાજ સેવા અપનાવવાની ઉમદા પ્રેરણા આપે છે. સમાજના નબળામાં નબળા લોકોના ઉત્કર્ષ, કલ્યાણ માટેની યોજનાઓ શરૂ કરવા માટે સમાજને પ્રેરણાના સ્ત્રોત પીવડાવતા રહે છે.

તાજેતરમાં આવી જ એક અકલ્પનીય અનોખી ભોજન યોજના શરૂ કરવામાં આવી છે. ફૈઝુલ મવાએદિલ બુરહાનિયાહ નામની યોજનાનો ઉમદા આશય સમાજના રસોડામાંથી દરેક વ્હોરા સમાજના પરિવારને ભોજન પહોંચાડવાનો છે.

ડો.સૈયેદના સાહેબ ફકત સમાજની સેવા કરીને જ નહીં અટકતા તેથી આગળ વધીને આંતરરાષ્ટ્રીય સ્તરે બે દેશો વચ્ચેની મૈત્રી - સમજુતીનો સેતુ બાંધવા અનેક વખત ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે એકમેકની સમજ અને ઓળખનો સેતુ બાંધવા તથા સમજદારીનું સર્જન કરવા ઉમેદા હેતુથી ડો. સૈયેદના સાહેબ હંમેશા વિશ્વભરમાં અલગ - અલગ દેશોના વડાઓ અને મહાનુભાવોને મળતા રહે છે.

ડો. સૈયેદના સાહેબનું અનેક દેશોએ પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી અભિવાદન કરીને અને અનેક દેશોએ સર્વોચ્ચ પદથી એમને અભિભૂત કર્યા છે.

આજે પણ તેઓ સામાજિક સેવાના કાર્યામાં અવિરતપણે સક્રીય છે, જ્યાં દરરોજ હજારો માનવ જિંદગીઓ એમના સેવાકાર્યથી ઉજળી બનીરહી છે. સમાજ પરિવર્તન થકી કે મસ્જિદો કે કૌમી તાલીમ સંસ્થાઓ ઊભી કરવા પુરતુ જ એમનું પ્રદાત સીમીત નથી, એમનું જીવન એટલે આદર્શ વિશ્વનો નકશો બતાવતું અનુપમ ઉદાહરણ છે અને એજ એમણે વિશ્વને આપેલી સહુથી અમૂલ્ય ભેટ છે. રહેણી - કરણીથી એમણે જગતને રાહ ચીધીં છે કે, મૃત્યુલોકમાં અને એ પછી પરલોકમાં પણ સાચા માર્ગે જવા માટે આસ્થા જ ઉમદા માર્ગ છે.

ઈસ્લામી જીવન વ્યકિતને કૌમી ધાર્મિક તેમજ ભૌતિક બંને સરળતાથી પ્રદાન કરનાર શ્રેષ્ઠ માધ્યમ છે. દરેક યુગમાં ઈસ્લામના આદર્શા અને તાલીમ બંધબેસતા છે અને ઊપયુક્ત છે. તેઓ માને છે કે, આસ્થા ત્યારે જ વિકસે છે જ્યારે શાંતિ, દેશભકિત અને સહુને પ્રેમનો માર્ગ અનુસરવામાં આવે અને હિઝ હોલીનેસ ડો. સૈયેદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)નો સાચો વારસો એ જ છે. ડો. સૈયેદના સાહેબના પુત્ર અને એમના અનુગામી સૈયેદી મુફદલભાઈ સાહેબ સૈફુદીન (ત.ઉ.શ.) આ ભવ્ય વારસો આગળ ધપાવશે અને એટલું જ નહીં, પરંતુ તેને વધુ સમૃદ્ધ બનાવશે એવી આશા છે.

આજે આ ઐતિહાસિક અવસરે દાઉદી વ્હોરા સમાજ ડો. સૈયેદના સાહેબને દિલી મુબારકબાદી આપી, વિનમ્રતાથી આદરભાવ વ્યક્ત કરે છે. હજુ આવનારા વર્ષામાં ડો. સૈયેદના સાહેબના પ્રેમ, જ્ઞાન અને આર્શીવાદ તથા પથદર્શન મળતા રહે, એવી અલ્લાહ પાસેથી દુઆ કરી રહ્યા છે.

 
Share This