લંડન, 2 માર્ચ
હોલિવૂડની ફિલ્મ સ્નો વ્હાઇટ એન્ડ ધ હન્ટમેનમાં પોતાના અભિનયથી છવલઈ ગયેલી હોલિવૂડ અભિનેત્રી ચાર્લીન થેરોને દસ બાળકોને દત્તક લેવાની ઇચ્છા વ્યક્તિ કરી હતી, જોકે થેરોને ગત વર્ષે એક બાળકને દત્તક લીધો હતો, જેનું નામ તેણે જેક્સન રાખ્યું છે, ૩૭ વર્ષીય થેરોને જણાવ્યું હતું કે જો મને દરેક બાળકો જેક્સન જેવાં જ મળે તો હું હજુ દસ બાળકોને દત્તક લેવા માગું છું, થેરોન તેની ફિલ્મ મેડ મિક્સ ૪ ફ્યૂરી રોડની તૈયારીમાં વ્યસ્ત છે, તેણે આ ફિલ્મ માટે પોતાના વાળ પણ કપાવી નાખ્યા છે, થેરોનને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, તેણે જણાવ્યું હતું કે જો કોઈ નાનો બાળક હોય તો તેની સંભાળ માટે તમારે ખૂબ સમય આપવો પડે છે, જ્યારે નાના વાળ હોય તો તેની દેખરેખ માટે વધારે સમય નથી આપવો પડતો.