Nov 29,2014 12:42:50 PM IST
 

અબજપતિઓની દુનિયામાં ભારતીયો આગળ

Mar 02, 2013 21:51 NRI > Rest of World
 
Tags:   Riches Indian World Milioner Donner Servy List comment     E-Mail     Print    
 
Viewed: 4440
Rate: 5.0
Rating:
Bookmark The Article

બઈજિંગ, 2 માર્ચ

  • એક સરવે રિપોર્ટના રિચ લિસ્ટ-૨૦૧૩માં કોઈ ભારતીય ટોચ પર નહિ, પરંતુ ભારતીયોનો દબદબો
  • અબજપતિઓની સંખ્યા મામલે ભારત છઠ્ઠા ક્રમે
  • ભારતમાં સૌથી વધુ ૨૪ અબજપતિ મુંબઈમાં રહે છે
  • વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ મેક્સિકોનો કાર્લોસ સિમ હેલુ
  • ,૪૫૩- અબજપતિ(૧૭મી જાન્યુઆરી સુધીમાં) એવા છે, જેમની પોતાની સંપત્તિ(હુરુન ગ્લોબલના સરવે મુજબ) એક અબજ કે તેનાથી વધુ છે.
  • ૫.૫ - ટ્રિલિયન ડોલર કુલ સંપત્તિ વિશ્વભરના અબજપતિઓની છે, જે ચીનના જીડીપીની બરાબર છે.

ચીનની સરવે કંપની હુરુન ગ્લોબલે વિશ્વભરના અબજપતિ ધનિકો પર સરવે કરી તેમની એક યાદી જાહેર કરી છે. સરવેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ભારત જેવા વિકાસશીલ દેશમાં અબજપતિ ધનિકોની સંખ્યા વધી રહી છે, જોકે વિશ્વભરમાં અબજપતિઓની સંખ્યામાં અમેરિકા અને ચીન ભારત કરતાં આગળ ર્છ, તેમની સંખ્યા સતત વધી રહી છે.

ભારત ભલે વિકાસના માર્ગ પર કેટલાક દેશોથી માઇલો દૂર હોય, પરંતુ અબજપતિઓની યાદીમાં તેણે ઘણા મહારથીઓને પાછળ છોડી દીધા છે. વિશ્વભરમાં અબજપતિઓની સંખ્યાને મામલે ભારત છઠ્ઠા નંબરે છે. હુરુન ગ્લોબલના રિચ લિસ્ટ ૨૦૧૩ના સરવે મુજબ ભારતે સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા દેશોને પાછળ છોડી દીધા છે, આમ તો આ યાદીમાં અમેરિકાના ૪૦૯ અબજપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે, અમેરિકા પહેલા ક્રમે છે ત્યાર પછી ૩૧૭ અબજપતિ સાથે ચીન બીજા અને ૮૮ અબજપતિ સાથે રશિયા ત્રીજા ક્રમે છે.

રિચ લિસ્ટ ૨૦૧૩માં ભારતીય ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને ૨૦.૫ અબજ અમેરિકી ડોલર સાથે વિશ્વના ૨૭મા ક્રમના અને ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ માનવામાં આવ્યા છે, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મૂકેશ અંબાણી પાસે વિશ્વનું સૌથી મોંઘું મકાન છે.

દેશની બહાર સુપર-રિચ ઇન્ડિયન

સરવે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતની બહાર રહેતા ભારતીયો સતત પ્રગતિ કરી રહ્યા છે. વિદેશોમાં રહેતા ભારતીય મૂળના ધનિકોને પણ તેમના હુનર માટે યાદ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી ટોચ પર સ્ટીલ આઇકોન લક્ષ્મી મિત્તલ છે. આ ઉપરાંત તેમાં લંડનની એસપી હિંદુજા ફેમિલી, દુબઈમાં રિટેલ ચેનના માલિક મૂકેશ જગતિયાની, લંડનમાં રહેતા વેદાન્તા રિસોર્સ કંપનીના માલિક અનિલ અગ્રવાલ, દિલ્હી યુનિર્વિસટીના ગ્રેજ્યુએટ અને થાઈલેન્ડના બિઝનેસમેન આલોક લોહિયા, અમેરિકામાં રહેતા ટેક્નોલોજી કંપનીના માલિક રોમેશ વાધવાની, લખનૌમાં જન્મેલા અને અમેરિકાના મિશિગનમાં એનર્જી ડ્રિન્ક્સનો બિઝનેસ કરતા મનોજ ભાર્ગવ, કોલકાતામાં જન્મેલા અને લંડનમાં ઇન્ડોરામા કંપનીના માલિક પ્રકાશ લોહિયા, દિલ્હીમાં જન્મેલા અને અમેરિકાની સિલિકોન વેલીના કમ્પ્યૂટર એન્જિનિયર વિનોદ ખોસલા તથા દુબઈમાં ઘણી મોટી કંપનીઓના માલિક એમ. એ. યુસુફઅલીનો સમાવેશ થાય છે.

સૌથી મોટા દાનેશ્વરી પણ ભારતીયો જ

ભારતનાં લોકો કમાણીમાં તો આગળ છે જ પણ તેમણે દાનવીરોની યાદીમાં પણ બાજી મારી છે. વિપ્રો કંપનીના માલિક અઝીમ હસન પ્રેમજીને સરવેમાં વિશ્વના બીજા સૌથી મોટા દાનવીર માનવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ અબજ ડોલરનું દાન કરનારા વોરેન બફેટ આ યાદીમાં પહેલા ક્રમે છે તથા એજ્યુકેશન સેક્ટરમાં ૨.૩ બિલિયન ડોલરનું દાન કરીને તેઓ બીજા નંબરે છે.

માયાનગરી ધનિકોની નગરી

મુંબઈ ભારતનું આર્થિક પાટનગર કહેવાય છે. સરવે રિપોર્ટમાં અમીરોએ મુંબઈ આર્થિક મહાનગર હોવાનું માન્યું છે. ભારતમાં મુંબઈમાં સૌથી વધુ ૨૪ અબજપતિ રહેતા હોવાનું સરવેમાં જણાવાયું છે જ્યારે અન્ય શહેરોમાં રશિયાનું મોસ્કો સૌથી વધુ ૭૬ અબજપતિ સાથે ટોચ પર છે ત્યાર પછી ૭૦ અબજપતિ સાથે ન્યૂયોર્ક બીજા ક્રમે છે. આ યાદીમાં લંડન પાંચમા ક્રમે છે જ્યારે ૫૪ અબજપતિ સાથે હોંગકોંગ સાતમા ક્રમે છે. મુંબઈ આ યાદીમાં સાતમા ક્રમે છે. મુંબઈ અને ચીનનાં આર્થિક મહાનગર શાંઘાઈમાં અબજપતિઓની સંખ્યા એક સરખી છે. આ યાદીમાં ટોચનાં દસ શહેરમાં ચીનનાં પાંચ શહેર છે.

અબજપતિઓની સંખ્યા

એશિયામાં ૬૦૮

નોર્થ અમેરિકામાં ૪૪૦

યુરોપમાં ૩૨૪

 આ છે વિશ્વનાં દસ ટોચના અબજપતિ
નામ      
સંપત્તિ
ઉંમર

આવકનો મુખ્ય સ્રોત

૧. કાર્લોસ સ્લિમ

૭૩

૬૬ અબજ ડોલર

અમેરિકા મોવિલ

૨. વોરેન બફેટ

૮૨

૫૮ અબજ ડોલર

બર્કશાયર હેથવે

૩. એમેન્કિઓ અર્ટેગા

૭૬

૫૫ અબજ ડોલર

ઝારા ફેશન બ્રાન્ડ

૪. બિલ ગેટ્સ

૫૭

૫૪ અબજ ડોલર

માઇક્રોસોફ્ટ

૫. બર્નાડ અર્નોલ્ટ

૬૩

૫૧ અબજ ડોલર

એલવીએમએચ(લક્ઝરી બ્રાન્ડ કંપની)

૬. લેરી એલિસન

૬૮

૪૩ અબજ ડોલર

ઓરેકલ

૭. લિ કા શિંગ

૮૫

૩૨ અબજ ડોલર

ચિયુંગ કોંગ (રિઅલ એસ્ટેટ, હોટેલ, ટેલિકોમ,ઇન્ટરનેટ)

૮. ચાર્લ્સ કોચ

૭૭

૩૧ અબજ ડોલર

એનર્જી

૮. ડેવિડ કોચ

૭૨

૩૧ અબજ ડોલર

એનર્જી

૧૦. લિલિઅન બેટેનકોર્ટ

૯૦

૩૦ અબજ ડોલર

લી'ઓરેલ.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com