Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 10:11:36 AM IST
 

રેલવેએ એક જ દિવસમાં પાંચ લાખ ઇ-ટિકીટો બૂક કરી રેકોર્ડ સ્થાપ્યો

Mar 02, 2013 National
 
Tags:   E - Tickets IRCTC Railway comment     E-Mail     Print    
 
Viewed: 1033
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા 2

  • ગત વર્ષે એક દિવસમાં ૪.૯૬ લાખ ઇ-ટિકીટ બૂક થઇ હતી
  • બૂકિંગ માટે વેબસાઇટની ક્ષમતા વધારાઇ

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)એ શુક્રવારે રેલવેની પાંચ લાખથી વધુ ઇ-ટિકીટ બૂક કરીને પોતાનો જ રેકોર્ડ તોડયો હતો. ગત વર્ષે જુલાઇ માસમાં એક દિવસમાં સૌથી વધુ રેલવે મુસાફરીની ઇ-ટિકીટ બૂક કરાયી હતી, જોકે શુક્રવારે આ રેકોર્ડ તુટી ગયો હતો.

આઇઆરસીટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આઇઆરસીટીસી દ્વારા શુક્રવારે ૫.૦૨ લાખ ઇ-ટિકીટ બૂક કરવામાં આવી હતી, આ પહેલા ૯મી જુલાઇ ૨૦૧૨ના રોજ ૪.૯૬ લાખ ઇ-ટિકીટ બૂક થઇ હતી, તેઓએ જણાવ્યું હતું કે આ રેકોર્ડ એવા સમયે બન્યો છે જ્યારે લોકો તતકાલ તથા ત્યોહાર દરમિયાન થતી બૂકિંગની સમસ્યાઓને કારણે આઇઆરસીટીસી આલોચના કરવામાં આવતી હતી.

આઇઆરસીટીસી એક એવી બોડી છે જે રેલવે મુસાફરી માટે ઇન્ટરનેટ દ્વારા ટિકીટોનું બૂકિંગ છે, થોડા સમય પહેલા જ આઇઆરસીટીસીએ ઓનલાઇન બૂકિંગ માટે ઉપયોગમા લેવાતી તેની વેબસાઇટની ક્ષમતાને વધારવા માટે ૩.૫ કરોડ, જ્યારે સોફ્ટવેર લાયસન્સ તથા સ્ટોરેજ એરિયા સ્ટોરેજ એરિયા નેટવર્ક માટે ૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. હેક્સા ફોર સર્વર (૮જીબી રેમ) લગાવવામાં આવી છે, જેને કારણે બૂકિંગની સિસ્ટમ વધુ ઝડપી કરી દેવામાં આવી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com