180X600.jpg
Feb 12,2016 07:27:00 PM IST
 

જાણો : ઘરેથી નોકરની લાશ મળ્યા બાદ શું બોલ્યા અભિનેતા આયુષ્માન ખુરાના

Mar 04, 2013 12:38 Entertainment >
 
Tags:   Ayushman Khurana Shiv Prasad Bollywood Actors Wife Police comment     E-Mail     Print    
 
Viewed: 11717
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી 04, માર્ચ

ફિલ્મ વિક્કી ડોનરથી પ્રખ્યાત થયેલ અભિનેતા આયુષ્માન ખુરાનાના ઘરમાંથી તેમના નોકર શિવ પ્રસાદ લાશ મળી છે. પોલીસે જ્યારે લાશનો કબ્જો લીધો ત્યારે તે પૂરી રીતે સડી ગઈ હતી. પોલીસને તેની લાશ પંખા સાથે લટકતી મળી. આ ઘટના બન્યા બાદ આયુષ્માને પોતાના નિવેદનમાં કહ્યું કે, બહુ દુખદ ઘટના બની છે અને આ મામલાની તપાસમાં બધા નિયમોનું પાલન કરવામાં આવશે.

પોલીસના જણાવ્યાં અનુસાર આયુષ્માન ખુરાનાના નોકર શિવ પ્રસાદે ગોરેગાવમાં આવેલ ખુરાનાના મકાનમાં આત્મહત્યા કરી છે. પોલીસનું અનુમાન છે કે શિવ પ્રસાદે થોડા દિવસ પહેલા જ આત્મહત્યા કરી હતી. જોકે, 17 ફેબ્રુઆરીથી આયુષ્માન અને તેમની પત્ની ઘરેથી બહાર હતા. આયુષ્માન શુટિંગના કારણે દિલ્હી હતો, જ્યારે તેમની પત્ની ચંદીગઢ ગયેલી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર 26 વર્ષનો શિવ પ્રસાદ લગભગ 10 વર્ષથી આયુષ્માન ખુરાનાના ઘરમાં નોકરી કરી રહ્યો હતો અને તેના આત્મહત્યા કરવાનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com