હૈદરાબાદ 04, માર્ચ
ચેતેશ્વર પૂજારા અને મુરલી વિજયની રેકોર્ડેબલ પાર્ટનરશિપ પર બ્રેક લાગી ગઈ છે. હૈદરાબાદ ટેસ્ટના ત્રીજા દિવસે મુરલી વિજય 167 રન બનાવી ગ્લેન મેક્સવેલની બોલીંગમાં આઉટ થઈ ગયો. આઉટ થયા પહેલા વિજયે પુજારા સાથે રેકોર્ડેબલ 370 રનની ભાગીદારી નોંધાવી. ત્યારબાદ બેવડી સદી લગાવી પૂજારા પણ આઉટ થઈ ગયો.
આ પહેલા બંને પ્લેયરોએ શાનદાર ભાગીદારી કરી બીજી વિકેટ માટેનો સર્વશ્રેષ્ઠ પાર્ટનરશિપનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ સાથે આ બંનેએ સુનિલ ગાવસ્કર અને દિલીપ વેંગસ્કરનો રેકોર્ડ તોડ્યો. તેમણે 1978-86માં વેસ્ટ ઈન્ડીઝ સામે કોલકાતામાં 344 રનની ભાગીદારી કરી હતી.