180X600.jpg
Jul 28,2016 04:01:14 PM IST
 

અદાણી, સુરેશ પ્રભુનો કોન્ફરન્સનો બાયકોટ

Mar 04, 2013 17:15
 
Suresh Prabhu,Gautam Adani,Cancle,Narendra Modi,Vedio Conference,America,Lecture,SRCC College,Protest,Students,Professor,Warton Economic Forum Tags:   Suresh Prabhu Gautam Adani Cancle Narendra Modi Vedio Conference America Lecture SRCC College Protest Students Professor Warton Economic Forum comment     E-Mail     Print    
 
Viewed: 10208
Rate: 3.2
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૪

  • અમેરિકાની વ્હોર્ટન સ્કૂલે મોદીનું સંબોધન રદ કરતાં ભારતમાં વિરોધ
  • અદાણી જૂથે કોન્ફરન્સની સ્પોન્સરશિપ રદ કરી
  • વ્હોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ : નરેન્દ્ર મોદી ૨૨ અને ૨૩મી માર્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરવાના હતા
  • મોદીના વિરોધમાં ૨૦૦ લોકોએ અરજી મોકલી હતી
  • યુનિર્વિસટી ઓફ પેન્સિલ્વેનિયાના ભારતીય મૂળના પ્રોફેસરોએ વિરોધ નોંધાવતાં આમંત્રણ રદ કરાયું હતું
  • વ્હોર્ટન સ્કૂલે તેની વેબસાઇટ ઉપરથી પણ મોદીનો ફોટો હટાવી દીધો
  • આંતરરાષ્ટ્રીય ર્સિટફિકેટની મોદીને કોઈ જરૃર નથી- ભાજપ

અમેરિકાની પ્રતિષ્ઠિત વ્હોર્ટન સ્કૂલમાં નરેન્દ્ર મોદીનાં સંબોધન રદ કરવાના મુદ્દે દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. વ્હોર્ટને નરેન્દ્ર મોદીને આપેલું આમંત્રણ રદ કરવાનાં પગલે અદાણી જૂથના ગૌતમ અદાણી અને શિવસેનાના નેતા પ્રભુએ પણ કાર્યક્રમમાં તેમનાં સંબોધનો રદ કરી દીધાં હતાં, ઉપરાંત અદાણી જૂથ આ કાર્યક્રમના સ્પોન્સર તરીકેથી પણ ખસી ગયું હતું.

બીજી બાજુ અરવિંદ કેજરીવાલની પાર્ટીએ દાવો કર્યો હતો કે હવે વ્હોર્ટન સ્કૂલમાંથી કેજરીવાલને આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફોરમનાં ર્સિટફિકેટની નરેન્દ્ર મોદીને કોઈ જરૃર નથી. વ્હોર્ટન સ્કૂલનું આમંત્રણ તેમની પાસે જ રહેવા દો.

ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ મોદીને સાંભળવા માગતા હતા, પરંતુ તે કમનસીબ છે કે સંસ્થાએ કાર્યક્રમમાં તેમનું સંબોધન રદ કરી દીધું છે.

નરેન્દ્ર મોદીને આપેલાં આમંત્રણ સામે યુનિર્વિસટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ રવિવારે વ્હોર્ટન સ્કૂલે તેમનું સંબોધન રદ કરી દીધું હતું. એટલું જ નહિ વ્હોર્ટન સ્કૂલે તેની વેબસાઇટ ઉપરથી નરેન્દ્ર મોદીનો ફોટો પણ હટાવી દીધો હતો. વ્હોર્ટન સ્કૂલે જાહેર કરેલાં નિવેદનમાં જણાવાયું હતું કે નરેન્દ્ર મોદીનાં સ્થાને ભારતના અન્ય કોઈ મોટા નેતાને આમંત્રણ અપાશે. નરેન્દ્ર મોદીને ૨૨ અને ૨૩મી માર્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા ફિલાડેલ્ફિયામાં યોજાનારા કાર્યક્રમમાં સંબોધન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ર્વાિષક કાર્યક્રમનું આયોજન કરનારી ઓર્ગેનાઇઝેશન કમિટીએ યુનિર્વિસટી અને વ્હોર્ટન સ્કૂલનાં વહીવટીતંત્રને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકવા બદલ માફી માગી હતી.

વ્હોર્ટનના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદીના વિરોધમાં લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, આ તે જ નેતા છે જેમને અમેરિકાના વિદેશ વિભાગે ૧૮મી માર્ચ, ૨૦૦૫ના રોજ ગુજરાતમાં મુસ્લિમોને નિશાન બનાવીને થયેલાં ઘૃણાસ્પદ રમખાણો નહિ રોકવા બદલ રાજદ્વારી વિઝા આપવાની ના પાડી દીધી હતી.

વ્હોર્ટન સ્કૂલની કોન્ફરન્સમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મિલિન્દ દેવરા, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી, શબાના આઝમી અને સંગીતકાર જાવેદ અખ્તરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અગાઉ આ કોન્ફરન્સમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ, ભાજપના નેતા વરુણ ગાંધી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ કોન્ફરન્સમાં સંબોધન કરી ચૂક્યા છે.

વ્હોર્ટન સ્કૂલ શું છે ?

વ્હોર્ટન સ્કૂલ દ્વારા ૧૯૯૬થી ભારતને કેન્દ્રમાં રાખીને દર વર્ષે વિદ્યાર્થીઓ માટે વ્હોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનો હેતુ સમગ્ર દુનિયાના વ્યાવસાયિક, રાજકીય, શૈક્ષણિક ક્ષેત્રે આગવું નામ ધરાવતા નેતાઓને ભેગા કરીને વિદ્યાર્થીઓને વૈશ્વિક આર્થિક સત્તા તરીકે ભારતના વિકાસની ચર્ચા કરવાનો છે, ઉપરાંત દેશ જે સામાજિક, રાજકીય અને આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે તેનો ઉકેલ મેળવવા ચર્ચા યોજવામાં આવે છે.

મોદીનું આમંત્રણ રદ કરવા ઝુંબેશ હાથ ધરાઇ હતી

ભારતીય મૂળના ત્રણ અમેરિકન પ્રોફેસરોએ નરેન્દ્ર મોદીને આપેલું આમંત્રણ રદ કરવા ઝુંબેશ હાથ ધરી હતી. યુનિર્વિસટી ઓફ પેન્સિલ્વેનિયાના પ્રોફેસરોએ ૧૩૫ વ્યક્તિઓના હસ્તાક્ષર સાથે વ્હોર્ટન સ્કૂલને અરજી કરી હતી, જોકે તેમાં વ્હોર્ટન સ્કૂલના એક પણ પ્રોફેસરનો સમાવેશ થતો નહોતો. રવિવારે રાત્રે સહિ ઝુંબેશમાં ભાગ લેનારા વ્યક્તિઓની સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી ગઈ હતી. આ અંગે યુનિર્વિસટી ઓફ પેન્સિલ્વેનિયાના આસિસ્ટન્ટ પ્રોફેસર તુર્જો ઘોષે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી કાર્યક્રમના આયોજકો ઉપર મોટું દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વ્હોર્ટન સ્કૂલના એક પણ પ્રોફેસરે વિરોધ નોંધાવ્યો નહોતો.

મોદીનાં સમર્થનમાં ગૌતમ અદાણીએ પોતાનો કાર્યક્રમ રદ કર્યો

વ્હોર્ટન સ્કૂલે નરેન્દ્ર મોદીને આપેલું આમંત્રણ રદ કર્યા બાદ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ પણ પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો હતો. અદાણી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગૌતમ અદાણીએ વોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં જોડાવાની અસમર્થતા દર્શાવી દીધી છે. થોડા સમય બાદ અદાણી જૂથે કાર્યક્રમની સ્પોન્સરશિપ પાછી ખેંચી લેવાની જાહેરાત પણ કરી હતી. યુનિર્વિસટી ઓફ પેન્સિલ્વેનિયાની વોર્ટન સ્કૂલ દ્વારા યોજાતી કોન્ફરન્સના મુખ્ય સ્પોન્સર્સમાં અદાણી જૂથનો પણ સમાવેશ થતો હતો.

આ મોદીનું નહિ સમગ્ર દેશનું અપમાન છે : પ્રભુ

શિવસેનાના નેતા સુરેશ પ્રભુએ તેનો વિરોધ નોંધાવતાં જણાવ્યું હતું કે, વ્હોર્ટન સ્કૂલે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું, મોદીએ આમંત્રણ આપવા માટે કહ્યું નહોતું. હું માનું છું કે મોદીને આપેલું આમંત્રણ રદ કરવાથી માત્ર ગુજરાતના મુખ્યપ્રધાનનું નહિ પરંતુ સમગ્ર દેશનું અપમાન થયું છે.


 
Share This