ગૃહથી લઈને ગ્લેમર, ખેતરથી લઈને ખેલ જગત, શિક્ષણથી લઈને સૈન્ય, કુટિર ઉદ્યોગથી લઈને કોર્પોરેટ વર્લ્ડ, ઓટોમોબાઇલથી લઈને અંતરિક્ષ સુધી દુનિયાનું એવું કોઈ ક્ષેત્ર નથી, જેને નારીએ પોતાની આગવી શક્તિઓથી અજવાળ્યું ન હોય. નારીને આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ શક્તિસ્વરૂપા ગણાવાઈ છે અને તેણે દરેક યુગમાં પોતાની પ્રતિભાના પરચા આપ્યા છે. આગામી ૮ માર્ચના રોજ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવાશે ત્યારે સાક્ષાત્ શક્તિસ્વરૂપા નારીઓની વિજયગાથાનાં ગૌરવપૂર્ણ સંભારણાં સાથે તમામ મહિલાઓને સો સો સલામ!