180X600.jpg
Jul 26,2016 01:47:20 PM IST
 

પોલીસને ગુમરાહ કરવા બદલ ડો.અમિત સામે ગુનો નોંધાયો

Mar 05, 2013 01:43 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3343
Rate: 3.6
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૪

વસ્ત્રાપુરના બહુર્ચિચત બનેલા બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં વિસ્મય અકસ્માત થયા બાદ ૬૦ કલાક ગુમ હતો અને આ સમયે પિતા-પુત્ર મોબાઇલથી સંપર્કમાં હતા. પિતા પુત્ર મોબાઇલથી સંપર્કમાં હોવાનું પોલીસે મંગાવેલી ફોન કોલ ડિટેલ્સમાં બહાર આવ્યુ હતું.

  • વિસ્મય અને ડો. અમિતની મોબાઇલ ડિટેલ્સ આધારે બંનેનો સંપર્ક સામે આવ્યો
  • પી.આઇ. મનોજ શર્માએ સેટેલાઇટ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યા
  • ગયા શનિવારે ક્લબમાં થયેલી ડીલ મુજબ કૌભાંડીને ભગાડી મુકાયો

ડો. અમિત શાહ પોતાના પુત્ર આરોપી હોવા છતાં તેને બચાવવા અને તપાસને આડે પાટે ચડાવવા માટે ખોટા નિવેદન આપવા બદલ વસ્ત્રાપુર પી.આઇ. મનોજ શર્માએ ડો. અમિત શાહ વિરુદ્ધમાં સેટેલાઇટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સેટેલાઇટ પોલીસનો કાફલો ડો. અમિત શાહના ઘરે તપાસ માટે ગયો હતો પરંતુ તે ફરાર થઇ જતા તેના મોબાઇલ લોકેશન આધારે શોધખોળ હાથ ધરી છે.મુંબઇ પોલીસ પણ ગઇ કાલે અમીત શાહને શોધવા ગઇ હતી પરંતુ તેઓ ફરાર થઇ ગયા હતા. વસ્ત્રાપુરના જજીસ બંગલા રોડ પર તા.૨૪ ફેબ્રુઆરીની મોડી રાત્રે એ ૧૨૦ કિ.મી.ની સ્પીડે બીએમડબલ્યુ કાર ચલાવી વિસ્મયે અકસ્માત સજર્યો હતો. જેમાં શિવમ પ્રેમશંકર દવેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું અને રાહુલ પટેલ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. બંને યુવકોના મૃત્યુ બાદ હાહાકાર મચી ગયો હતો અને આરોપી તથા તેના સંબંધીઓને છાવરવા અંગેના આક્ષેપો પોલીસ પર થયા હતા.

અકસ્માત બાદ મોડી રાત્રે વિસ્મય ફરાર થઇ ગયો હતો.વસ્ત્રાપુર પોલીસે કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.જેમાં વિસ્મય અમિત શાહ જે માંગલ્ય કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં રહે છે.અને કાર તેના નામે હોવાની વિગતો પ્રકાશમાં આવતા વસ્ત્રાપુર પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો વિસ્મયના ઘરે તપાસમાં ગયો હતો. પોલીસે પુછતા ડો. અમીત શાહે જણાવ્યુ હતુ કે, વિસ્મય બહાર ગયો છે અને તે વિશે હું કશુ જાણતો નથી. આ અંગે પોલીસે નિવેદન નોધ્યુ હતુ. તે સમયે અમીત શાહે એક ઉચ્ચ અધિકારીને ફોન લગાવી પીએસઆઇને આપી દીધો હોવાની ચર્ચા ઉઠવા પામી હતી.

ડો. અમિત શાહના પુત્ર વિસ્મયે અકસ્માત કર્યો હોવા છતાં ડ્રાઇવરે અકસ્માત સજર્યો હશે તેવં કહી વિસ્મય બહાર ગયો હોવાનુ ખોટું નિવેદન પોલીસને આપ્યુ હતું.અકસ્માતના આરોપી વિસ્મયને બચાવવા માટે ડો.અમિત શાહે કહ્યુ હતુ કે, મને ખબર નથી ગાડી કોણ ચલાવતુ હતું.

અકસ્માતના ૬૦ કલાક બાદ નાટયાત્મક રીતે વિસ્મય જ્યારે વસ્ત્રાપુર પોલીસ મથકે હાજર થયો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેના પિતાને જાણ હોવા છતાં તેમણે ખોટું નિવેદન આપ્યાનું તપાસમાં બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે વિસ્મયના રિમાન્ડ લઇ વધુ પૂછપરછ કરી હતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધો હતો.

વિસ્મયના ફોન નંબરની કોલ ડિટેલ્સ પોલીસ પાસે આવી જતાં સમગ્ર હકીકત પોલીસ સામે આવી ગઇ હતી. અકસ્માત કર્યા બાદ તે સતત તેના પિતા ડો. અમિત શાહના સાથે મોબાઇલ ફોનથી સંપર્કમાં હતો. અકસ્માત બાદ વિસ્મય ભાગી ગયો હોવાનુ તેના પિતા ડો. અમિત જાણતા હોવા છતાં તેની ધરપકડ ટાળવા માટે તેને સાણંદના ફાર્મમાં આશ્રય આપ્યો હતો અને ઘરે આવેલી પોલીસને ખોટી વિગત આપી હતી.

ડો.અમિતનાં કૌભાંડોની ફાઈલ આખરે ખૂલી

અમદાવાદ : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેકશનનો પર્દાફાશ 'સંદેશ' અખબારે કર્યા બાદ બિગબુલ હર્ષદ મહેતા સાથે સાંઠગાંઠ કરી કરોડો રૂપિયાના બોગસ શેર ર્સિટફિકેટ છાપવાનું કૌભાંડ પણ પ્રસિદ્ધ કરી અનેક ગોટાળાઓ ઊજાગર થતાં મુંબઈ પોલીસને પણ 'સંદેશ'ના અહેવાલોની નોંધ લઈ અમદાવાદ દોડી આવવાની ફરજ પડી હતી અને ડો. અમિત શાહની બોચી સુધી હાથ તો લંબાયો હતો પણ અમદાવાદ પોલીસના 'વિશેષ' પ્રયાસોના કારણે ડો. અમિત શાહ ફરી એક વાર મુંબઈ પોલીસના છટકામાંથી બચી જવામાં સફળ થયો છે. અમદાવાદ પોલીસ ઉપર ડો. અમિત શાહના ચાર હાથ હોવાથી મુંબઈ પોલીસ આ અગાઉ પણ ખાલી હાથે પાછી ફરી હતી. હવે પોલીસ વર્તુળોમાં ચર્ચાનો વિષય એ છે કે આખરે ડો. અમિત શાહને કોણ છાવરી રહ્યું છે. પોલીસની સાથે સાથે ગુજરાતના રાજકારણીઓ પણ તેમાં સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જાણીતી કંપીઓના ડુપ્લિકેટ શેર છાપીને અબજો રૂપિયાનું કૌભાંડ કરનાર ડો. અમિત શાહ અને તેના ભાગીદાર સુધીર મહેતા રાતોરાત મુંબઈથી છુમંતર થઈ ગયા હતા. પોલીસના હાથે ઝડપાયા બાદ પણ શાહ અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા. બીએમડબલ્યુના ચકચારી હિટ એન્ડ રન બાદ 'સંદેશ' અખબાર દ્વારા ડો. અમિત શાહનાં કરતૂતો બહાર પાડતા ચોંકી ઉઠેલી મુંબઈ પોલીસ પણ અમદાવાદ દોડી આવી હતી પરંતુ અમદાવાદ પોલીસ અત્યાર સુધી આ કૌભાંડીને પકડી શકી ન હતી અને ખુલ્લેઆમ શહેરમાં બિન્દાસ્ત ફરતો હતો. શહેર પોલીસે તેને પકડીને કેમ મુંબઈ પોલીસને સોંપ્યો નથી ? તે પણ એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે.

કૌભાંડી ડો. અમિત શાહે અનેક કૌભાંડો કર્યા છે તેને જાણીતી કંપનીઓના ડુપ્લિકેટ શેરો છાપીને શેરબ્રોકર હર્ષદ મહેતા અને તેના ભાઈ સુધીર મહેતા સાથે અબજો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. ડો. પીયૂષ મહેતાએ મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે અગાઉ પણ મંબઈ પોલીસ ડો. અમિત શાહને શોધતી- શોધતી અમદાવાદ આવી હતી ત્યારે તે ભાગી છૂટયો હતો. શહેર પોલીસ દ્વારા અગાઉ તેને વારંવાર જાણ થતી હોવાથી તે ભાગી છૂટવામાં સફળ રહે તો હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

બીએમડબલ્યુ હિટ એન્ડ રન બાઈક વિસ્મયના કારણે તેના પિતા ડો. અમિત શાહની કરતૂતો ફરી એક વાર બહાર આવી છે. જેમાં તેના કૌભાંડો પણ બહાર આવ્યા હતા.

'સંદેશ' અખબારે ડો. અમિત શાહના મુંબઈના કૌભાંડો બહાર પાડતા મુંબઈ પોલીસ પણ ચોંકી ઊઠી છે. મુંબઈ સીઆઈડી ક્રાઈમ વિંગના આસિસ્ટન્ટ કમિશનરના લેટર સાથે પોલીસ ઈન્સ્પેક્ટર સહિતની ટીમ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસમથકે ડો. અમિત શાહને શોધતી મુંબઈ પોલીસને આપી હતી અને સેટેલાઈટ પોલીસને સાથે રાખી મુંબઈ પોલીસની ટીમે નહેરુનગર ખાતે આવેલા ડો. અમિત શાહના ઘરે પહોંચી હતી પરંતુ તેના પુત્ર વિસ્મયે કરેલા અકસ્માત બાદ ડો. અમિત શાહ પણ ઘેર હાજર ન હોવાથી મુંબઈ પોલીસ ખાલી હાથે પાછી ફરી હતી. ઉલ્લેખનીય છે કે ડો. અમિત શાહ અનેક કૌભાંડો આચરી અમદાવાદ શહેરમાં બિન્દાસ્ત ફરે છે પરંતુ શહેર પોલાસ તેને પકડીને મુંબઈ પોલીસના હવાલે કરતી નથી તે પણ એક પ્રશ્ન ઉદ્ભવિત થયો છે. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ જો આ અંગે તપાસ કરે તો અનેક તથ્યો બહાર આવે તેમ છે.

ડો. અમિત શાહ-અજય તોમર વચ્ચે કર્ણાવતી ક્લબમાં સેટિંગ

ચીટર ડો. અમિત શાહને છાવરતાં આવેલા જેસીપી અજય તોમરને ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલનું રક્ષણ?

હાઈપ્રોફાઈલ કેસથી દેશભરમાં ચકચાર છતાં મંત્રી મૌન કેમ?

વસ્ત્રાપુર પોલીસની નજર સામે જ હોવા છતાં ત્યારે ગુનો ન નોંધ્યો, ફરાર થઈ ગયા પછી જ ડો.અમિત શાહ સામે ફરિયાદ કેમ નોંધાઈ?

બીએમડબલ્યુ હાઇપ્રોફાઇલ એક્સિડન્ટ કેસમાં વિસ્મય શાહના પિતા ડો.અમિત શાહ અને જોઇન્ટ કમિશનર અજય તોમર વચ્ચે ગત શનિવારે કર્ણાવતી કલબમાં બંધ બારણે ખાનગી મિટિંગ યોજાઇ હતી.સમગ્ર કેસની પતાવટ માટે કલબના રૂમમાં બંધબારણે યોજાયેલી મિટિંગમાં ડોક્ટર અમિત શાહ અને અજય તોમરની સાથે બીજા કોણ કોણ હતા તે હજુ રહસ્યમય છે. છેલ્લા એક અઠવાડિયાથી હિટ એન્ડ રન કેસ રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો છે છતાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી રજનીકાન્ત પટેલે બનાવને ગંભીર લીધો નથી. વસ્ત્રાપુર પોલીસની નજર સામે ડો.અમિત શાહ હોવા છતાં ગુનો દાખલ કરીને ધરપકડ કરાઇ નહીં. છેવટે પીઆઇ મનોજ શર્માએ મોડી રાત્રીનો બે વાગ્યે સેટેલાઇટ પાલીસ સ્ટેશનમાં ડો.અમિત શાહ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

ફરિયાદ દાખલ કોણ દાખલ કરશે તેની ગોઠવણ કરવામાં જ એટલો સમય વીતી ગયો કે ડો.અમિત શાહ બંગલામાંથી ભાગી ગયા હતા.વિસ્મય શાહના હિટ એન્ડ રન કેસમાં ત્રીજો યુવક કોણ હતો અને યુવતી કોણ હતી તેની તપાસ હજુ થઇ શકી નથી.ડીસીપી અને જોઇન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓએ શરૂઆતથી બનાવને ગંભીર ગણ્યો નહીં જેના કારણે આરોપીઓને બચવાનો પૂરતો અવકાશ મળી ગયો હતો.પોપટની જેમ વિસ્મયે વસ્ત્રાપુર પોલીસને નિવેદન આપી દીધું કે,કારમાં હું એકલો હતો.તેના આ નિવેદનના પગલે કારમાં બેઠેલા અને પાછળથી તેને બચાવવા માટે કારમાં આવેલી યુવતી કોણ હતી એ સત્ય બહાર આવી શક્યું નથી.ડીસીપી નીરજ બડગુજર રજા પર હાવાથી ડીસીપી ઝોન-૨ના એમ.એલ.નિનામાએ ઘટનાને ગંભીર ગણી નહીં.નબીરાઓની પાછળ કયા મોટા માથાંઓ છૂપાયેલા છે તે જાણતા હોવા છતાં પોલીસ દ્વારા ઢીલાશ

રાખવામાં આવી હતી. વિસ્મયને ૫૮ કલાક પછી હાજર કરવામાં આવ્યો તેની પાછળ પોલીસનું ભેજું કામ કરી ગયું છે.ખુદ જોઇન્ટ કમિશનર સેક્ટર- ૧ના અજય તોમર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યા હતા.ઇન્ચાર્જ ડીસીપી હોવા છતાં જેસીપી અજય તોમરને કેમ આવવાની જરૂર પડી તે હજુ વણ ઉકલુયું રહસ્ય છે.સમગ્ર મામલો પોલીસ કમિશનર શહેર ક્રાઇમ બ્રાન્ચમાં આપે તે પહેલાં જ કેસને રફેદફે કરી દેવા માટે જેસીપી અજય તોમર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આવી ગયા હતા.સમગ્ર કેસને દબાવી દેવા માટે મિટિંગનો દોર કર્ણાવતી કલબમાં બંધબારણે શરૂ થયો હતો.

ડો.અમિત શાહ અને અજય તોમરની ખાનગી મિટિંગ જ કેસનું કેન્દ્ર બિન્દું બન્યું છે.મિટિંગમાં નાણાકીય લેવડદેવડ થઇ હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.શનિવારે મળેલી મિટિંગ પછી ડો.અમિત શાહ સામે કોઇ ગુનો દાખલ કરાયો નહતો.પણ અચાનક વસ્ત્રાપુર પીઆઇએ ગુનો દાખલ કરાવતાં અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.વિસ્મય કારમાં એકલો જ હતો અને યુવતીને જાહેર નહીં કરવા માટે પોલીસની રમત ધીમેધીમે બહાર આવતી જાય છે.ઘટનાને આઠ દિવસ થયા છતાં સમગ્ર એક્સિડન્ટની સાચી હકીકતો બહાર આવી નથી.ડો.અમિત શાહની સામે પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો કેમ અત્યાર સુધી દાખલ કરવામાં ના આવ્યો તે પણ શંકા ઊપજાવે તેવું છે.સમગ્ર ઘટનાની જાણકારી રાખતા રાજ્યના ગૃહરાજ્યપ્રધાન રજનીકાન્ત પટેલ ચુપકીદી સેવીને બેસી રહ્યા છે.ઘટનાની તપાસ ઝડપી પૂર્ણ કરીને મૃતકોના પરિવારોને ન્યાય આપવામાં આવશે તેવું એક માત્ર નિવેદન પણ કરી શક્યા નથી.ખુદ ગૃહરાજ્યમંત્રીએ તટસ્થ તપાસના આદેશ નહીં આપતા ખુદ ગૃહમંત્રી પણ જેસીપી અજય તોમર સાથે મેળાપીપણામાં છે કે નહીં તેવું ચર્ચાઇ રહ્યું છે.જેસીપી અજય તોમરને ગૃહરાજ્ય પ્રધાન રજનીકાન્ત પટેલનું સમર્થન હોય તેમ લાગી રહ્યું છે.

કર્ણાવતી કલબમાં બંધબારણે યોજાયેલી મિટિંગમાં ડો.અમિત શાહે એવી તો શું માયાજાળ બિછાવી કે ગૃહરાજ્યપ્રધાન અને તેમના પોલીસતંત્ર પર આજે આંગળીઓ ચિંધાઇ રહી છે.ગૃહરાજ્યપ્રધાનના હાથ કેમ બંધાઇ ગયા છે.નિર્દાષ યુવકોને ભોગ લીધા પછી પોલીસની ઢીલી તપાસ કેમ રહી,એફએલએલ,ફિંગર પ્રિન્ટ એકસપર્ટના રિપોર્ટ હજુ પોલીસે જાહેર કેમ કર્ર્યા નથી.તપાસમાં શુ પ્રોગ્રેસા કરવામાં આવ્યો તેની માહિતી જેસીપી અજય તોમર કેમ આપતા નથી.વગેરે અનેક પ્રશ્નો ભા થયા છે.પોલીસ ડો.અમિત શાહ સાથે મળીને તેને ભગાડી જવામાં મદદગારી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.ડો.અમિત શાહને મુંબઇથી પોલીસ પકડવા માટે આવતી હતી ત્યારે તે ઉદેપુર ખાતેના બંગલામાં છૂપાઇને બેસી રહ્તા હતા.અમદાવાદમાંથી ભાગીને તે ઉદેપુરમાં હોવાની માહિતી જાણવા મળી છે.

 
Share This