180X600.jpg
Jul 27,2016 03:18:58 AM IST
 

કાંગારુનો શિકાર, બીજી ટેસ્ટમાં ભારતનો ઇનિંગ્સ-૧૩૫ રને વિજય : પૂજારા મેન ઓફ ધ મેચ

Mar 05, 2013 11:01
 
India vs Australia,Cricket,Test Match,Ishant Sarma,Ravindran Ashvin Tags:   India vs Australia Cricket Test Match Ishant Sarma Ravindran Ashvin comment     E-Mail     Print    
 
Viewed: 8838
Rate: 4.5
Rating:
Bookmark The Article

હૈદરાબાદ, તા. ૫

આજથી બરાબર ૧૫ મહિના અગાઉ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાપ્રવાસે ગઇ ત્યારે તેનો ચાર મેચની ટેસ્ટશ્રેણીમાં ૪-૦થી વ્હાઇટવોશ થયો હતો. આ સમયે ભારતીય ક્રિકેટ ટીમ જ નહીં ચાહકોને કેટલી હતાશાનો સામનો કરવો પડયો હશે તેનો અંદાજ હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને આવી જ રહ્યો હશે.

ભારતને ૨-૦ની અજેય સરસાઇ, ૧૪મીથી ત્રીજી ટેસ્ટ

પ્રથમ ટેસ્ટમાં ૮ વિકેટે પરાજયના આઘાતમાંથી ઓસ્ટ્રેલિયા બહાર પણ નહોતું આવ્યું ત્યાં તેને બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ-૧૩૫ રને રહેંસાવાનો વારો આવ્યો છે. ૨૬૬ રનના દેવા સામે ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસનો પ્રારંભ ૩૨ ઓવરમાં બે વિકેટે ૭૪થી કર્યો ત્યારે તે કંઇક લડત આપશે અને ઇનિંગ્સ પરાજયથી બચી થોડીઘણી પ્રતિષ્ઠા બચાવશે તેવી અપેક્ષા રખાતી હતી. ઓસ્ટ્રેલિયાનો તેનાથી વિપરિત ખૂબ જ નાલેશીજનક રીતે ધબડકો થયો અને લંચ સુધીમાં જ તેનો દાવ ૬૭ ઓવરમાં ૧૩૧માં સમેટાઇ ગયો હતો. આ સાથે જ ભારતે ચાર મેચની ટેસ્ટશ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટનો ૧૪ માર્ચથી મોહાલીમાં પ્રારંભ થશે. પ્રથમ ઇનિંગ્સમાં ૨૦૪ રન નોંધાવનારા ચેતેશ્વર પૂજારાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો ફરી એકવાર સ્પિનર્સ સામે લાચાર જણાયા હતા. અશ્વિને પાંચ જ્યારે રવીન્દ્ર જાડેજાએ ૩ વિકેટ ખેરવી ઇનિંગ્સથી વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. ભારતે સાડા ત્રણ દિવસમાં જ વિજય મેળવી લીધો હતો.

'આવી બેટિંગ ચાલે જ નહીં'

માઇકલ ક્લાર્કે પરાજય માટે બેટ્સમેનો ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો. ક્લાર્કે આ ઉપરાંત આગામી બંને ટેસ્ટમાં ચોથા ક્રમે બેટિંગમાં ઉતરવાના પણ સંકેત આપ્યા છે. ક્લાર્કે જણાવ્યું હતું કે 'હું બેટ્સમેનોના પ્રદર્શનથી ખૂબ જ નિરાશ થયો છું. શોટ્સિલેક્શનમાં અમારા બેટ્સમેનોએ ચતુરાઇ દર્શાવી નહોતી. ભારતમાં રમતી વખતે પ્રથમ ઇનિંગ્સમાં મોટો સ્કોર કરવો ખૂબ જ જરૃરી હોય છે. માત્ર બેટ્સમેનો નહીં બોલર્સે પણ બંને ટેસ્ટ દરમિયાન સાતત્યતા વિનાનો દેખાવ કર્યો છે.

હેડને 'ક્લાસ' લીધા

પરાજય બાદ તુરંત જ ઓસ્ટ્રેલિયન પ્લેયર્સને નેટ્સમાં બોલાવવામાં આવ્યા હતા. નેટ્સમાં મેથ્યુ હેડન, માઇકલ ક્લાર્કે ફિલ હ્યુજીસ, એડ કોવાન, મેથ્યુ વેડ જેવા બેટ્સમેનો ક્યાં ભૂલ કરી રહ્યા છે તેની ટિપ્સ આપી હતી. હેડને ખાસ કરીને સ્પિનર્સ સામે સ્વિપ શોટ્સ કેમ રમવા તે માટે સલાહ આપી હતી.

ભારતીય પ્લેયર્સને 'મિની વેકેશન'

ત્રીજી ટેસ્ટ શરૃ થવાને ૮ દિવસનો સમય હોવાથી ભારતીય પ્લેયર્સને ચાર દિવસનુ 'મિની વેકેશન' આપવામાં આવ્યું છે. મોટા ભાગના ક્રિકેટર્સ પોતાના ઘરે પરત ફર્યા છે. ભારતીય પ્લેયર્સ હવે ૧૦મીએ મોહાલી ખાતે એકઠા થશે.

'મારા પર દબાણ હતું'

મેન ઓફ ધ મેચ ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે 'હું થોડા દબાણમાં હતો. મેં બે સપ્તાહ પહેલા જ લગ્ન કર્યા છે અને મારી પત્ની મારા પ્રદર્શનને લઇ ચિંતિત હતી. પ્રથમ સેશનમાં વિકેટ નહીં ગુમાવવી અમારી રણનીતિ હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં વધુ રન કરવાથી મને આ ઇનિંગ્સ રમવામાં ખૂબ જ મદદ મળી. '


 ભારત : વીરેન્દ્ર સેહવાગ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એમએસ ધોની (સુકાની), રવીન્દ્ર જાડેજા, અશ્વિન, હરભજનસિંહ, ભુવનેશ્વવર કુમાર, ઇશાંત શર્મા.

    ઓસ્ટ્રેલિયા : ડેવિડ વોર્નર, એડ કોવાન, ફિલ હ્યુજીસ, શેન વોટ્સન, માઇકલ ક્લાર્ક (સુકાની), મેથ્યુ વેડ, મોઇસિસ હેનરિક્સ, પીટર સિડલ/મિચેલ જોન્સન, જેમ્સ પેટ્ટિન્સન, મિચેલ સ્ટાર્ક, નાથનન લાયન.
 
Share This