વોશિંગ્ટન 05, માર્ચ
રિલાયંસ ઈન્ડીયાના અધ્યક્ષ મુકેશ અંબાણી ભારતના 55 અબજોપતિઓના લીસ્ટમાં સૌથી ઉચ્ચ સ્થાન પર છે. ફોર્બ્સના હમણાં જાહેર થયેલ લીસ્ટમાં ફરી તેમને સૌથી ઉચ્ચ સ્થાન મળ્યું છે. જ્યારે મેક્સિકોના ટેલિકોમ બાદશાહ કાર્લોસ સ્લિમ સળંગ ચાર વર્ષથી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિના લીસ્ટ પર કાયમ રહ્યાં છે.
અમેરિકાના બિઝનેસ મેગેજીન ફોર્બ્સે સોમવારે પોતાનું 27મું લીસ્ટ જાહેર કર્યું. આ રેંકિંગમાં 55 વર્ષીય મુકેશ અંબાણી 21.5 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ધનવાન વ્યક્તિના લીસ્ટમાં 22માં સ્થાન પર રહ્યાં હતા. ત્યારબાદ 62 વર્ષીય સ્ટીલ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલનું સ્થાન રહ્યું હતું. તે 16.5 અબજ ડોલર સંપત્તિ સાથે વિશ્વ રેંકિંગ લીસ્ટમાં 41માં સ્થાન પર રહ્યાં હતા. અને ત્રીજા સ્થાન પર વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી 11.2 અબજ ડોલર સંપત્તિ સાથે ભારતમાં ત્રીજા સ્થાન પર અને વિશ્વમાં 91માં નંબર પર રહ્યાં હતા.