180X600.jpg
Jun 26,2016 03:24:38 PM IST
 

કોળામાં દેખાયા 'ભગવાન શિવ', ઉમટ્યા ટોળેટોળા

Mar 05, 2013 12:59
 
Vagitable,Pumpkin,Zarkhand,God Shiv Tags:   Vagitable Pumpkin Zarkhand God Shiv comment     E-Mail     Print    
 
Viewed: 15369
Rate: 3.8
Rating:
Bookmark The Article

બોકારો 05, માર્ચ

શ્રદ્ધાની કોઈ સીમા નથી હોતી, ક્યારેક કુદરત એવો કરિશ્મો કરે છે કે માણસે કુદરતની હાજરીનો વિશ્વાસ કરવો જ પડે છે આવો જ એક કુદરતી કરિશ્મો ઝારખંડ રાજ્યના બોકારો જીલ્લામાં બન્યો. હાલ લોકો આ વિશાળકાય કોળાની પૂજા કરવામાં વ્યસ્ત છે કારણ કે તેમનો વિશ્વાસ છે કે આ કોળામાં ભગવાન શિવે અવતાર લીધો છે.

87 કિલોના આ ભારેખમ કોળું ચર્ચાનો તથા શ્રદ્ધાનો વિષય બની ગયું છે. શહેરના સૌથી મોટા શાકભાજી માર્કેટ ડુંડીબાગમાં આ કોળાની પૂજા કરવા માટે લોકોના ટોળેટોળા આવી રહ્યાં છે. આ વિશાળ કોળું શાકભાજીના વેપારી ઉમેશ કુમારને બિહારના આરા જીલ્લાના પોતાના સ્ટોકમાંથી મળ્યું.

ઉમેશ કુમારે કહ્યું કે, 40 વર્ષના પોતાના વેપારી અનુભવમાં મે પહેલીવાર આટલી મોટી શાકભાજી જોઈ છે. તેમણે વધુમાં કહ્યું કે આ જોઈ મને લાગે છે કે આમાં ભગવાન શિવ છે. આ કોળું શિવલીંગની જેમ અંડા આકારમાં છે. એટલા માટે મે કોળા પર ફૂલ અને પ્રસાદ ચઢાવ્યો અને તેની પૂજા અર્ચના શરૂ કરી દીધી. કોળામાં ભગવાન છે તેવા સમાચાર શહેરમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને સ્થાનીક લોકો કોળાના દર્શને ઉમટ્યા છે.
કુવારો છે પણ 15 બાળકોનો બાપ છે
આમ તો બાળકો પેદા કરવા માટે લગ્ન કરવા જરૂરી છે, પરંતુ ક્યારે સાંભળ્યું છે કે કોઈ છોકરીને કોઈ છોકરો અડ્યો પણ ન હોય અને બાપ બની ગયો હોય...

ફોર્બ્સ લિસ્ટમાં મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ
રિલાયંસ ઈન્ડીયાના અધ્યક્ષ મુકેશ અંબાણી ભારતના 55 અબજોપતિઓના લીસ્ટમાં સૌથી ઉચ્ચ સ્થાન પર છે. ફોર્બ્સના હમણાં જાહેર થયેલ લીસ્ટમાં ફરી...

 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com