Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:28:17 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

'હું નહીં પણ ક્રિકેટ ચેતેશ્વરનો પ્રથમ પ્રેમ'

Mar 05, 2013 Sports
 
Tags:   India vs Australia Test Match Cheteswar Poojara Pooja Pabari Wife Father Recoard comment     E-Mail     Print    
 
Viewed: 4857
Rate: 5.0
Rating:
Bookmark The Article

હૈદરાબાદ, તા.૫

'સૌરાષ્ટ્રના સાવજ' ચેતેશ્વર પૂજારા માટે તેની પત્નિ પૂજાને ભાગ્યશાળી માનવામાં આવી રહી છે. પૂજા સાથે સગાઈ કર્યા બાદ થોડા જ સમયમાં પૂજારાએ પ્રથમ બેવડી સદી ફટકારી હતી. જ્યારે પૂજા સાથેના લગ્ન બાદ પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી ફટકારી છે. જોકે, પૂજા આ માટે 'લેડી લક' નહીં પણ પૂજારાની બેટિંગને સઘળો શ્રેય આપે છે.

મારા લકના કારણે નહીં, અથાગ મહેનતથી પૂજારા બેવડી સદી ફટકારે છે : પૂજા પાબારી

પૂજાએ જણાવ્યું હતું કે, 'મને મારા પતિ પ્રત્યે ગર્વ છે. તેઓ સખત પ્રેક્ટિસ અને મહેનત બાદ આવી લાજવાબ ઇનિંગ્સ રમે છે. મારા નસિબના કારણે નહીં. હું બેવડી સદી દરમિયાન મેદાનમાં હાજર હતી તે તો એક સંજોગ છે. અમારા લગ્ન થયા બાદ તેના બીજા જ દિવસે પૂજારાને બેંગલોર ક્રિકેટ કેમ્પમાં જવાનું હતું. પૂજારા માટે ક્રિકેટ પ્રથમ પ્રેમ છે પછી મારો નંબર આવે છે. ક્રિકેટના પ્રેમના કારણે અમારી પાસે હનીમુન કરવાનો પણ સમય નથી. પૂજારાને બેવડી સદી દરમિયાન થોડી ઈજા નડી હતી. જોકે હાલ સંપૂર્ણ ફિટનેસ મેળવી લીધી છે.'

'ચિન્ટુ,હૂક શોટ્ માટે મહેનત કર'

ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારાએ તેના પુત્રને હુકશોટ રમવામાં મહેનત કરવાની સલાહ આપી છે. અરવિંદ પૂજારાએ જણાવ્યું હતું કે, ચિન્ટુ (ચેતેશ્વરનું હુલામણું નામ)એ ફરી એકવખત બેવડી સદી ફટકારી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. આ બેવડી સદી ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે ફટકારી હોવાથી તેનુંુ વિશેષ મહત્ત્વ છે. ચેતેશ્વરે હુકશોટ રમવામાં વિકેટ ગુમાવી દીધી હતી. મારા મતે ચેતેશ્વરે હુકશોટ સુધારવા મહેનત કરવી જોઇએ. હુકશોટ સ્કોરિંગ શોટ છે પણ તેમાં આઉટ થવાનું જોખમ વધારે છે. ચેતેશ્વરે તેના પરંપરાગત સ્ટેટ ડ્રાઈવ,કવર ડ્રાઈવ અને ઓન ડ્રાઈવ શોટ રમવા જોઈએ. '

અરવિંદ પૂજારાના મતે મોટા સ્કોર બનાવવાની તેની ભુખ તેને બીજાથી અલગ બનાવે છે. ડોમેસ્ટિક મેચ હોય કે આંતરરાષ્ટ્રીય તે મોટી ઈનિંગ્સ રમવા ટેવાયેલો છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com