અજય દેવગને એક મનોરંજન ચેનલ સાથે ચારસો કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. આ અનુસાર 2018 સુધી રીલીઝ થનારી બધી ફિલ્મોના પ્રસારણના અધિકારો આ ચેનલ પાસે રહેશે. અન્ય કોઈ ચેનલ અજયની ફિલ્મ બતાવી શકશે નહીં.
આ પહેલા સલમાન ખાને પણ અન્ય એક મનોરંજન ચેનલ સાથે આવો કરાર કર્યો છે. સલમાને પાંચ વર્ષ માટે કરાર કર્યો છે. અજયની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મો ઘણી લોકપ્રિય થતા અજય ચેનલો પર ઘણો લોકપ્રિય છે. બોલ બચ્ચન, સિંઘમ, સન ઓફ સરદાર, અને ગોલમાલ સિરીઝની ફિલ્મોએ ખૂબ કમાણી કરી હતી. આ ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં પણ ખૂબ સફળ રહી હતી.
આ કરાર બાદ અજયની આવનારી ફિલ્મોના પ્રસારણ અધિકાર આ ચેનલ પાસે જ રહેશે. એની પાછલી 18 ફિલ્મોનું પ્રસારણ અધિકાર પણ આ ચેનલ પાસે જ છે. ભોપાલમાં પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’નું શૂંટિગ કરી રહેલા અજયે આ વાતની પુષ્ટી કરી છે.
અજયે જણાવ્યું કે આજે વ્પાપાર પૂરી રીતે ખુલ્લો થઈ ગયો છે જેના કારણે સીધી રીતે ડીલ કરવી ઘણું સરળ બની ગયું છે. આનાથી મને તો ફાયદો થશે, સાથે સાથે નિર્માતાઓના નફાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.