180X600.jpg
Nov 25,2015 05:44:02 PM IST
 

નેચરલ ટોનિક (કિચન ક્વેરીઝ)

Mar 05, 2013 19:13 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1300
Rate: 0
Rating:
Bookmark The Article

કિચન ક્વેરીઝ - પ્રો.રેખા મહેતા (ફ્રૂડ ન્યૂટ્રિશન,યુ.એસ.એ.)

તંદુરસ્તીની ગેરહાજરી એટલે રોગના પગપેસારાની શરૂઆત. આજની ખોરાક પ્રત્યેની બેદરકારી કાલે રોગમાં પરિણમશે. આથી જે ખાદ્યો નેચરલ ટોનિક જેવા છે તેમનો રોજિંદા આહારમાં સમજપૂર્વક સમાવેશ થવો જોઈએ.

વિવિધ પિગમેન્ટ્સ અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણ ધરાવતા ખાદ્યો ઉપર વિશેષ ભાર મુકાવો જોઈએ. લાલ, પીળો અને લીલો રંગ આપનાર પિગમેન્ટ્સ આપણાં પોષણમાં મહત્ત્વનો ફાળો આપે છે.

કેસરી-પીળો રંગ આપનાર પિગમેન્ટ કેરોટીન ઉપર ઘણું સંશોધન થયું છે. બીટા-કેરોટીન સવિશેષ મહત્ત્વનું છે. તેનો એન્ટિ ઓક્સિડન્ટ ગુણ માનવ શરીરમાં થતાં 'એઇજિંગ'ને નિયંત્રિત કરવા સમર્થ છે. ઉંમર વધવાની સાથે થતાં શરીરના ઘસારાને રોકીને એઇજિંગથી થતાં રોગો-હૃદયરોગ, કેન્સરને અટકાવી શકે છે.

વિટામિન 'ઈ' પણ એન્ટિ ઓક્સિડન્ટ ગુણ ધરાવે છે. શરીરમાં ઉત્પન્ન થતાં ઝેરી તત્ત્વો-'ફી રેડિકલ્સ'ને નાથી શકે છે. તે ઘઉંના બીજાંકુર (એમ્બ્રિયો)માંથી મળે છે. ઘરે દળેલો લોટ, છડેલા ઘઉંની વાનગીમાંથી વિટામિન-ઈ પ્રાપ્ત થાય છે. સોયાબીન સારું પ્રાપ્તિસ્થાન છે. આવા ખાદ્યો તેમજ કેસરી શાક, ફળો નેચરલ ટોનિક છે.

વિવિધ વાનગીઓની રીત તો ઘણે ઠેકાણેથી મળે, ન્યૂટ્રિશનને ખ્યાલમાં રાખીને બનાવવાની વાનગીમાં અમને રસ છે. આવી વાનગીઓ સૂચવશો.

મીરાં, અલકા, બીના તથા અન્ય બહેનો, બોપલ, અમદાવાદ

કેરોટીન સૂપ
સામગ્રી

ગાજર, ૨ નંગ ટામેટાં, નાનો કટકો કોળું, ૧ કાંદો, ૩થી ૪ પાન પાલક ૦।। કપ દૂધ, ।। ટી. સ્પૂન કોર્ન ફ્લોર

મીઠું, મરી, ૦।। ટી. સ્પૂન ખાંડ ૦।। ટી. સ્પૂન બટર, કટકો તજ, ૨ લવિંગ, ૧ તમાલપત્ર, ૧ ટે. સ્પૂન છીણેલું ચીઝ.

રીત

કોળા, ગાજરની છાલ કાઢી તેમના તથા ટામેટાંના મધ્યમ કટકા કરવા. કાંદાને છોલીને બારિક સમારવો. પાલકનાં પાનને ધોઈને, વીંટો વાળી બારિક કાપવા.

દૂધમાં કોર્ન ફલોર ભેળવી ધીમે તાપે ગરમ કરીને વ્હાઇટ સોસ બનાવવો.

બટર ગરમ મૂકી તજ, લવિંગ, તમાલપત્ર નાંખી કાંદો સાંતળવો. બધાં શાક નાંખી પાણી ઉમેરીને પ્રેશર કૂક કરવું.

તેજાના દૂર કરી બ્લેન્ડરમાં બ્લેન્ડ કરવું. વ્હાઇટ સોસ તથા જરૂરી પાણી, મીઠું, મરી, ખાંડ નાંખી ઉકાળવું.

પાલકનાં પાનની કતરણ ઉમેરી, એક વાર ઉકાળી ઉતારી લેવું. ચીઝ ભભરાવી ગરમ સૂપ સર્વ કરવો.

ન્યૂટ્રિશિયસ સેલાડ
સામગ્રી
 • ૬ ટે. સ્પૂન ફણગાવેલા મગ (અધકચરા બાફેલા),
 • ૪ ટે. સ્પૂન બાફેલા મકાઈના દાણા, ૨ ટે. સ્પૂન બારિક સમારેલી મેથીની ભાજી
 • ૧ કેપ્સિકમ, ૧ કાકડી, ૧ લીલું મરચું, ૩ ટે. સ્પૂન ગાજરનું છીણ, ૨ ટે. સ્પૂન બાફેલા સિંગદાણા
 • ૧ ટે. સ્પૂન તલ તથા ૧ ટે. સ્પૂન મગજતરીના બી (કલાક પલાળેલા)
 • મીઠું, મરી, લીંબુ, ૧ ટે. સ્પૂન સમારેલી કોથમીર,
 • ૦।। ટી. સ્પૂન ચાટ મસાલો.
રીત
 • તલ તથા મગજતરીના બીને વાટવા. બારિક પેસ્ટ બનાવવી.
 • કાકડીના નાના કટકા કરવા. કેપ્સિકમ, લીલાં મરચાંના ઝીણા કટકા કરવા.
 • દરેક સામગ્રી ભેગી કરી મીઠું, મરી, ચાટ મસાલો તથા તલની પેસ્ટ ભેળવવી. લીંબુ નિચોવી બરાબર હલાવી સેલાડને બાઉલમાં કાઢવું. ઉપર કોથમીર ભભરાવવી.
 
પૌષ્ટિક પિઝા
સામગ્રી
 • ૪ નંગ ટામેટાં, ૧ નાનો કાંદો, ૪ કળી લસણ, ચપટી અજમો/ ઓરેગનો, ૧ ટી. સ્પૂન ખાંડ, મીઠું, ૦।। ટી. સ્પૂન મરચું,
 • ૧ ટી. સ્પૂન તેલ
 • ૧ વાટકી-ઘઉંનો જાડો લોટ + ૧ ટે. સ્પૂન સોયા ફ્લોર,
 • ૧ ટી. સ્પૂન તેલ, મીઠું,
 • ૩ ટે. સ્પૂન છીણેલું ચીઝ, ।। ટી. સ્પૂન બટર
 • પીળું, લાલ, લીલું કેપ્સિકમ-દરેક ૧ નંગ, ૧ લીલો કાંદો
રીત
 • કાંદાને ઝીણો સમારવો. ટામેટાંના કટકા કરવા, લસણ છોલવું. તેલ ગરમ મૂકી કાંદા સાંતળવા. ટામેટાં, લસણ, મીઠું, મરચું, ઓરેગનો નાંખી ચડાવવું. બ્લેન્ડ કરી ગ્રેવી તૈયાર કરવી.
 • ઝીણા કટકામાં ઘઉંનો લોટ બાંધી પ્રેશર કૂકરમાં વરાળે બાફવો. બહાર કાઢી ખાંડવો. ગાંગડીઓ ભાંગી નાંખવી.
 • સોયા ફલોર તથા મીઠું, તેલ નાંખી પાણી વડે ભાખરીનો લોટ બાંધવો. જરા મોટી ભાખરી વણી, તવી ઉપર ઘસીને ગુલાબી શેકવી.
 • ત્રણે કેપ્સિકમ તથા લીલી ડુંગળીના નાના કટકા કરવા.
 • ભાખરી ઉપર ગ્રેવી પાથરી કેપ્સિકમ તથા લીલી ડુંગળી ભભરાવવાં. ચીઝ તથા ચીલી ફલેકસ ભભરાવી, બટરનો નાનો કટકો મૂકવો.
 • ગરમ ઓવનમાં ઉપરથી તાપ આપી બેઇક કરવું.
 • ગરમ પિઝાના ત્રિકોણ કટકા કરી સર્વ કરવા.
ક્વેરીઝ

લીલાં પાંદડાંવાળાં શાકને સાચવીને ફ્રીજમાં રાખવા છતાં નરમ કેમ બને છે?

પાલક, મેથી, કોથમીર, ફુદીનો જેવાં લીલાં પાનવાળાં શાકમાં સારા પ્રમાણમાં ભેજ રહેલો છે. દા.ત., પાલકમાં ભેજનું પ્રમાણ ૯૨ ટકા છે. આ પાન તોડયાં બાદ તેમના કોષોમાં રહેલો આ પાણીનો ભાગ ધીરે ધીરે ઓછો થાય છે, પરિણામે પાંદડાં પોતાની 'ક્રિસ્પનેસ' ગુમાવતાં જાય છે. કાગળ કે કપડાંમાં વીંટાળી ત્યારબાદ પ્લાસ્ટિક બેગમાં સાચવીને ફ્રીજમાં રાખવામાં આવે તોપણ લીલી ભાજી પોતાના કોષોમાં રહેલો ભેજ ગુમાવતી જાય છે અને કરમાય છે. આની સાથે તેમાંનાં વિટામિન પણ ઓછાં થતાં જાય છે.

લીલાં પાંદડાંવાળાં શાક તોડયાં બાદ વહેલામાં વહેલી તકે વપરાવાં જોઈએ.

ટામેટાંનો રંગ કયા પિગમેન્ટને આભારી છે?

ટામેટાંને રંગ આપનાર પિગમેન્ટનું નામ 'લાઇકોપેન' છે. અન્ય પિગમેન્ટની માફક સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી છે. રોજિંદા આહારમાં વિવિધ પિગમેન્ટ ધરાવતા ખાદ્યોનો ઉપયોગ કરવો. 

agmehta@hotmail.com
 
Share This


 
 
   
 
Supplements
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com