180X600.jpg
Jul 25,2016 07:41:13 PM IST
 

પત્ની બધાં કપડાં કેમ નથી કાઢતી? (કાનમાં કહું)

Mar 05, 2013 19:20 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 21229
Rate: 4.3
Rating:
Bookmark The Article

કાનમાં કહું - ડો. રાજશેખર બ્રહ્મભટ્ટ

મારાં હમણાં જ લગ્ન થયાં છે. પરણીને મોરેશિયસમાં હનીમૂન પણ માણી આવ્યાં છીએ. અમારું લગ્નજીવન વ્યવસ્થિત રીતે શરૂ થઈ ગયું. એટલે કે સમાગમ પણ બરાબર થયો. પહેલી રાત્રે તો અમે મુંબઈમાં હતાં અને થાકેલાં હતાં એટલે 'સુહાગરાત' તો સાવ સૂકી જ ઊજવી હતી, પણ હનીમૂનમાં ભરપૂર સમાગમ કર્યો. જોકે, કોઈને કહીએ તો માને પણ નહીં એવી વાત એ છે કે, આજે બે મહિના થયા હોવા છતાં એક પણ વખત મારી પત્નીએ મારી સામે બધાં જ કપડાં કાઢયાં નથી. સમાગમ દરમિયાન એ ક્યારેય એકદમ ન્યૂડ થઈ નથી. શું એ શરમાય છે? શું બધી જ સ્ત્રીઓ આવું કરતી હશે? કે પછી એ મારાથી કંઈક છુપાવે છે? મને સમજાતું નથી કે શું કરવું?

મારો જવાબ અંધારામાં તીર મારવા જેવો છે! તમે તમારી વ્યથા જણાવી. તમારી પત્ની સાથે વાત કર્યા વિના મારી પાસે સિક્કાની એક જ બાજુ છે. ચાર દાયકાના સેક્સ્યુઅલ મેડિસિનની પ્રેક્ટિસના અનુભવ પરથી કહી શકું કે તમે જે વિચારો છો કે તમારી પત્ની તમારાથી કંઈક છુપાવે છે એવું માનવાને કોઈ પુરાવો નથી. છુપાવી ને ક્યાં સુધી છુપાવી શકશે? દરેક સ્ત્રીઓ આ રીતે વર્તતી નથી, પણ એક નાનકડો વર્ગ છે કે જે સંપૂર્ણ રીતે પતિ સામે પણ નગ્ન થતાં લજ્જા અનુભવે છે.

આપણે ત્યાં લાજ, શરમ, મર્યાદા વિષે સમાજના જુદા જુદા માપદંડો હોય છે. ઘણી વાર એક જ કુટુંબમાં પણ માપદંડો બદલાતા રહે છે. શરીરને કેટલું ઢાંકવું તે વિષે જુદા જુદા ખ્યાલો હોય છે. મોટા દીકરાની વહુને લાજ કાઢીને ફરવાની અને નાના દીકરાની વહુને સ્કર્ટ, શોટ્સ કે ટી-શર્ટ અને જિન્સ પણ પહેરવાની છૂટ અપાય છે.

બે-ત્રણ વર્ષ પહેલાં મારા ગાયનેકોલોજિસ્ટ મિત્રે એક દંપતીને મને રિફર કરેલું. લગ્નને ત્રણથી ચાર વર્ષ વીતી ગયેલાં, પણ એક પણ વાર સમાગમ થયો નહોતો. બંને ખૂબ જ સમજુ, એકબીજાને જોઈને જીવે. બીજી કોઈ તકલીફ નહી. 'સેક્સ'ની ટ્રીટમેન્ટ દરમિયાન એક દિવસ એ યુવતી ખૂબ જ રિલેક્સ લાગતી હતી. મને કહ્યું કે ગઈ કાલે મેં મારી જાતને બાથરૂમમાં અરીસા સામે પહેલી વાર નગ્ન સ્વરૂપે જોઈ અને પછી હું ખૂબ જ રડી, મુક્ત મને રડી.

તો બીજી બાજુ ઘણા દેશોમાં બીચ ઉપર ન્યૂડિસ્ટ લોકોની વસ્તી હોય છે, જે કોઈ પણ જાતના સંકોચ કે છોછ વિના નગ્ન સ્વરૂપે એકબીજા સાથે હળેમળે છે અને સાથે રહે છે. તમારા કેસમાં સમાગમ તો થયો છે. ધીરે ધીરે તમારી પત્નીને વિશ્વાસમાં લો. જરા પણ બળજબરી કરવી નહીં. સમાગમ વખતે લાઇટ બંધ અથવા તો ડીમ રાખો. ધીરે ધીરે તેનાં વસ્ત્રો થોડાં થોડાં હટાવવા પ્રયત્ન કરો. સાહજિક પ્રયત્ન કરશો તો તમે તેને ઈચ્છો છો તેવી જોવામાં સફળ થશો.

મારી ઉંમર ૧૫ વર્ષની છે. મારી મમ્મી ગુજરાતી, હિન્દી સિરિયલમાં કામ કરે છે. મારું ડ્રીમ પણ 'મોડલિંગ' કરવાનું પણ છે પણ મારી એક મોટી સમસ્યા છે. મારી છાતી સાવ સપાટ છે. બ્રેસ્ટનો ઉભાર આવ્યો નથી. બ્રેસ્ટની સાઈઝ વધે તેવી કોઈ હોર્મોન ક્રિમ કે ગોળી બતાવોને પ્લીઝ?

તમારી ઉંમર ૧૫ની છે. ઘણી છોકરીઓની બ્રેસ્ટની સાઇઝ ૧૨ વર્ષે પણ મોટી યુવતીઓ જેવી સંપૂર્ણ રીતે વિકસિત થઈ જતી હોય છે. જ્યારે ઘણી છોકરીઓમાં હજુ માંડ બ્રેસ્ટ વિકસિત થવાની શરૂઆત થતી હોય.

શરીરનાં અંગોપાંગનો વિકાસ તરુણાવસ્થામાં થાય છે. ઘણા કેસમાં જલદી તો ઘણામાં આ ફેરફારો મોડા શરૂ થતા હોય છે. ચિંતાની જરૂર નથી. બ્રેસ્ટની સાઇઝ વધવાનો આધાર ખોરાક, હોર્મોન પર હોય છે. પ્રસૂતિ વખતે, બાળકના જન્મ પછી અને બ્રેસ્ટ ફીડિંગ પછી બ્રેસ્ટની સાઇઝમાં વધ ઘટ થતી હોય છે. મહેરબાની કરીને કોઈ મિત્રોના કહેવાથી કે એડવર્ડટાઇઝ વાંચીને ક્રીમ, કસરતનાં સાધન વગેરે માટે ખોટા પૈસા વેડફવા નહીં. હા, બ્રેસ્ટની સાઇઝ સિલિકોન ઇમ્પાલન્ટ સર્જરીથી વધી શકે છે, પણ અત્યારે આ બાબતે વિચારવું ઘણું વહેલું કહેવાશે. સમયસર બધું જ બરાબર થશે. ખોરાક પર ધ્યાન આપો અને આનંદિત રહો.

[email protected]
 
Share This
 
 
   

 
Supplements