180X600.jpg
Jul 02,2016 02:05:45 AM IST
 

HIVના ઉપચારની કોઇ ગેરંટી નથી : ડોકટર્સ

Mar 05, 2013 21:42
 
HIV,Child,Opretion,Save,Medical,Doctors,Genatic,World,India, Tags:   HIV Child Opretion Save Medical Doctors Genatic World India comment     E-Mail     Print    
 
Viewed: 2658
Rate: 4.6
Rating:
Bookmark The Article

મિસિસિપીમાં એચઆઈવીગ્રસ્ત એક બાળકી પરના સફળ ઉપચારે સમગ્ર વિશ્વના કરોડો એચઆઇવીગ્રસ્ત નવજાત શિશુઓમાં આ બીમારીથી છુટકારો મેળવવા માટે એક નવી આશા જન્માવી છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે અત્યાર સુધી એચઆઇવીગ્રસ્ત કેસમાં જે બે સફળતાઓ મળી છે, તે બંનેમાં પરિસ્થિતિઓ અલગ હતી અને બંનેમાં ઉપચારની પ્રક્રિયા પણ અલગ હતી. આથી, જ મિસિસિપીની બાળકીનો સફળ ઉપચાર કરનાર ડોક્ટર્સનું કહેવું છે કે તેમની માત્ર એક જ સફળતાથી આ અસાધ્ય બીમારીની સારવાર શક્ય બની ગઈ છે તેમ કહેવું યોગ્ય નથી. વિવિધ સંશોધનો સફળ પુરવાર ન થાય ત્યાં સુધી એચઆઈવીના ઉપચારની કોઈ ગેરંટી નથી.

નવજાતની જેમ વયસ્કોમાં આ ઉપચાર સંભવ નથી

મિસિસિપીના કેસમાં જે સફળતા મળી છે તેની પરિસ્થિતિઓ અલગ હતી. પહેલી વાત, ડોક્ટર્સને બાળકીના શરીરમાં એચઆઇવી હોવાની તેના જન્મ પૂર્વે જ જાણ હતી અને બાળકીનાં જન્મની સાથે જ વાઈરસને નાબૂદ કરવા પ્રયાસો કર્યા હતા, જોેકે વયસ્કોમાં આ પ્રકારનો ઉપચાર સંભવ નથી, કારણ કે તેમનામાં એચઆઇવીનું નિદાન થતાં મહિનાઓ અને વર્ષો લાગી જાય છે. બ્રિટનમાં આ પ્રકારની તપાસ મફત કરવામાં આવે છે, જેમાંથી દર ચારમાંથી એક વ્યક્તિને પોતે એચઆઇવી પીડિત હોવાની જાણ હોતી નથી, જ્યાં સુધીમાં જાણ થાય છે ત્યાં સુધીમાં વાઈરસ સંપૂર્ણ રીતે ફેલાઈ ચૂક્યો હોય છે.

અનિશ્ચિતતા

ઇન્ફેક્શન વધી ગયું હોય તેવા મામલામાં શું કરવું તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ આ બધું હજી દવાઓના પ્રયોગો પર આધારિત છે. હજી સુધી આ ક્ષેત્રે કોઈ સીધો રસ્તો શોધી શકાયો નથી.

- પ્રોફેસર જોનાથન વેબર, બ્રિટનની ઇમ્પિરિયલ કોલેજના એઇડ્સ વેક્સિન પ્રોગ્રામના મુખ્ય પ્રોફેસર

અમેરિકન બાળકીનો ઉપચાર મેડિકલ સાયન્સ માટે સારા સમાચાર છે, પરંતુ તેથી આજના એચઆઇવી સંક્રમિત વિશ્વનો ચહેરો બદલાઈ શકે તેમ નથી.

કન્સલ્ટન્ટ પ્રોફેસર, હોમર્ટન હોસ્પિટલ (બ્રિટન)

પહેલો ઉપચાર : જિનેટિક એન્જિનિયરિંગ

૨૦૦૭માં ટિમોથી રે બ્રાઉન પર સૌપ્રથમ એચઆઇવી ઇન્ફેક્શનનો સફળ ઉપચાર થયો હતો. તેને લ્યુકેમિયા હતું, તેને બચાવવા તેનું સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું, જે માટે એચઆઇવી પ્રતિરોધક જિન ધરાવતા દાતાની શોધ કરાઈ હતી. ટ્રાન્સપ્લાન્ટ પહેલાં તેની ઇમ્યુન સિસ્ટમને નાબૂદ કરી દેવાઈ હતી. દર્દીની પોતાની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા જેનેટિક એન્જિનિયરિંગની મદદ લઈ શકાય છે, તેને વાઇરસના હુમલાથી સુરક્ષિત રાખી શકાય છે, પરંતુ હાલ તેની પર કોઈ પ્રયોગ કરવામાં આવ્યો નથી.

બીજો ઉપચાર : દવાઓનું કોકટેલ

મિસિસિપીના કેસમાં બાળકીના જન્મ પહેલાં જ માતા એચઆઇવીગ્રસ્ત હોવાનું માલૂમ પડયું હતું, જેથી ડોક્ટર્સને અંદાજો હતો કે બાળકીને પણ એચઆઇવી ઇન્ફેક્શન લાગી શકે છે. બાળકીના જન્મ બાદ એચઆઇવીના ઉપચાર માટેના નિષ્ણાત ડોક્ટર હાના ગ્રેએ બાળકીનો ઉપચાર શરૃ કર્યો હતો. એઇડ્સની ત્રણ દવાનું મિશ્રણ બનાવ્યું હતું અને જીવલેણ વાઇરસ ફેલાય તે પહેલાં જ આ મિશ્રણનો તેના શરીરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.

ભારતમાં આવા પાંચ ટકા કેસ છે

ભારત સરકારના ૨૦૧૧-૧૨ના ડેટા મુજબ એચઆઈવીના કેસ સૌથી વધુ હોય તેવા દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. ડિપાર્ટમેન્ટ ઓફ એઇડ્સ કન્ટ્રોલના ર્વાિષક અહેવાલ ૨૦૧૧-૧૨ મુજબ ભારતમાં પાંચ ટકા કેસમાં જ માતા તરફથી નવજાત શિશુનાં શરીરમાં એચઆઇવી પ્રવેશે છે. ભારતમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ, ટેસ્ટિંગ સુવિધાઓ, એચઆઇવીગ્રસ્ત ભારતીય મહિલાઓમાં જ્ઞાાનનો અભાવ તથા આવકનાં સ્તરને લીધે નવજાતમાં એચઆઇવીનું જોખમ વધુ રહેલું છે. તેના નિદાનની સુવિધાઓમાં હજી અભાવ છે. અર્થાત્ મોટાભાગની મહિલાઓને તેઓ એચઆઇવીથી પીડિત હોવાની જાણ બાળક જન્મે ત્યાં સુધી હોતી નથી. મિસિસિપીના કેસમાં ડોક્ટર્સની સતર્કતાને લીધે નવજાત બાળકીનો ઉપચાર સફળ બન્યો હતો. એચઆઇવીગ્રસ્તો માટે કામ કરતાં નાઝ ફાઉન્ડેશનના ડિરેક્ટર અંજલિ ગોપાલન કહે છે કે, 'મિસિસિપી કેસમાં જે ટેક્નિકનો ઉપયોગ કરાયો તેને ભારતમાં લાગુ કરતાં વાર લાગશે પણ હાલ તો તે સારા સમાચાર છે અને તેણે એચઆઇવી અસરગ્રસ્ત નવજાત શિશુઓને માટે આશા જન્માવી છે.

દાખલો

જ્હોન હોપકિન્સ યુનિર્વિસટીના ડોક્ટર ડેબોરા પરસોડે મિસિસિપીના એચઆઇવી કેસ સાથે જોડાયેલા છે. તેમના મુજબ, 'ભવિષ્યમાં એચઆઇવીનું જોખમ હોય તેવાં બાળકોનો સફળ ઉપચાર શક્ય બનશે તેવી આશા જન્મી છે, જોકે આ સફળતાને લીધે એઇડ્સ મટાડતી દવાઓનું ઉત્પાદન બંધ કરવાની જરૃર નથી. આ કિસ્સાએ વધુ એક દ્વાર ખોલ્યો છે.' તેઓ તો આ ઉપચારને વધુ સારો બનાવવાને બદલે બાળકોમાં એચઆઇવી ફેલાય જ નહિ તેવો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરી

રહ્યા છે.

નવજાત શિશુઓમાં એચઆઇવી જ ન ફેલાવવા દઈએ તો!

બે વર્ષ પહેલાં ૨૦૧૧માં વિશ્વભરના ત્રણ લાખ બાળકો એચઆઇવી સાથે જન્મ્યા હતા, જેમાંનાં મોટા ભાગના ગરીબ દેશોના હતાં. આવા દેશોમાં ૬૦ ટકા મહિલાઓની સારવાર જ શક્ય બને છે. અમેરિકામાં આવા કેસ ઓછા જોવા મળે છે, કારણ કે મહિલાઓએ બાળકને જન્મ આપતાં પહેલાં ઘણાં મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. દરેક એચઆઇવીગ્રસ્ત બાળકની સારવાર

થઈ શકે છે તે હાલ કહી શકાય તેમ નથી. હા, એટલું ચોક્કસ કહી શકાય કે ગર્ભાવસ્થા દરમિયાન જો માતાને એચઆઇવી હોય તો બાળકને તેની અસરથી બચાવી શકાય છે.

 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com