મિલાન, તા. ૫
બર્લુસ્કોની વેશ્યાઓને પૈસા અને કિંમતી ભેટસોગાદો આપતા
ઇટાલીના ભૂતપૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ મિલાન ખાતે આવેલી પોતાની હવેલી ઉપર વેશ્યાઓની પાર્ટીઓ યોજતા હતા. આ પાર્ટીઓમાં મહિલાઓને સેક્સના બદલે પૈસા અને અન્ય કિંમતી ભેટસોગાદો આપવામાં આવતી હતી. બર્લુસ્કોની સામે સગીર વેશ્યા કરિમા અલ મહારુગની સાથે પૈસા આપીને સેક્સ કરવાનો કેસ ચાલી રહ્યો છે, જોકે બર્લુસ્કોનીએ જણાવ્યું હતું કે તેમને ગાઢ સંબંધો બાંધવા માટે ક્યારેય પૈસા આપવાની જરૂર પડી નહોતી. બર્લુસ્કોની અને 'રૂબી હાર્ટસ્ટીલર' તરીકે ઓળખાતી કરિમા પહેલેથી જ જાતીય સંબંધોનો ઇનકાર કરી રહ્યાં છે.
આ મામલે ચાલુ મહિનાના અંત સુધીમાં ચુકાદો આવે તેવી શક્યતા છે.ફરિયાદ પક્ષના વકીલ એન્ટિયો સાંગેરમાનોએ દાવો કર્યો હતો કે મિલાનમાં એક વેશ્યાવૃત્તિની વ્યવસ્થા ઊભી કરાઈ હતી, જે બર્લુસ્કોનીની જાતીય ઇચ્છાઓ તૃપ્ત કરવા તૈયાર કરાઈ હતી. મોરક્કોની તે યુવતી વેશ્યાવૃત્તિનો જ એક ભાગ હતી. અદાલતમાં પોતાની દલીલ સમાપ્ત કરતાં એન્ટિયોએ જણાવ્યું કે, બર્લુસ્કોનીની પાર્ટીઓમાં ભોજન, ઉત્તેજક ડાન્સ અને ટેલિવિઝન સ્ટાર તથા મહેમાનોની વચ્ચે સેક્સ થતું હતું. જોકે બર્લુસ્કોનીએ તેમની પર લગાવાયેલા આરોપો ફગાવી દેતાં જણાવ્યું હતું કે, મારા પર મુકાયેલા આક્ષેપોથી હું આશ્ચર્ય અને શરમની લાગણી અનુભવું છું, તેમણે જણાવ્યું હતું કે, આ મામલે હું ખૂબ નસીબદાર રહ્યો છું અને ક્યારેય જાતીય સંબંધો બાંધવા માટે પૈસા આપવાની જરૂર ઊભી થઈ નથી, ઉપરાંત હંમેશાં તેવી સ્થિતિમાં રહ્યો છું કે લોકો જ્યારે મદદ માગે ત્યારે તેમની મદદ કરી શકું.