માલે, તા. ૫
માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નસીદને ધરપકડથી બચાવવાના ભારતના રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ સાબિત રહ્યા હતા. માલદીવની અદાલતે વોરંટ જાહેર કર્યા બાદ પોલીસે મંગળવારે નસીદની તેમના ઘરેેથી ધરપકડ કરી હતી. પોતાનાં શાસન દરમિયાન એક ન્યાયધીશની ખોટી રીતે ધરપકડના મામલે ધરપકડ કરાઈ હતી.
આ પહેલાં અદાલતે જાહેર કરેલાં ધરપકડ વોરંટથી બચવા માટે નાસીદે ભારતના ઉચ્ચ દૂતાવાસમાં ૧૧ દિવસ આશ્રય લીધો હતો. માલદીવ સત્તાવાળાઓએ તેમને ખાતરી આપી હતી કે ૭મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં પ્રચાર કરવા તેમને મુક્ત કરવામાં આવશે. સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ તેઓ ૨૩મી ફેબ્રુઆરીએ દૂતાવાસ છોડીને માલદીવ પરત ગયા હતા. નસીદની સામે ફોજદારી કોર્ટના મુખ્ય ન્યાયધીશ અબ્દુલ્લા મોહમ્મદની ધરપકડનો ગેરબંધારણીય રીતે સૈન્યને આદેશ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. નસીદને આવતી કાલે સાંજે ચાર વાગે કોર્ટની સમક્ષ રજૂ કરાશે.