Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:57:19 AM IST
 

કોંગોમાં વિમાન દુર્ઘટનાઃ ૩૬ મોત

Mar 05, 2013 World
 
Tags:   Congo Plane Crash Killed People Pasangers Pilot comment     E-Mail     Print    
 
Viewed: 1178
Rate: 0
Rating:
Bookmark The Article

ગોમા, તા. ૫

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગોના પૂર્વીય શહેર ગોમામાં એક પેસેન્જર વિમાન લેન્ડિંગ સમયે દુર્ઘટનાગ્રસ્ત થતાં ૩૬નાં મોત થયાં છે, જ્યારે ચાર જણ ઘાયલ થયા છે.

ખાનગી એરલાઇન્સ સીએએનું ફોકર પ્લેન કોંગોના મુખ્ય શહેર લોડ્ઝાથી ૪૦ લોકોને લઈને ઊડયંું હતું પણ ગોમામાં લેન્ડિંગ વખતે ચૂંટણી પંચની એક ઇમારત પાસે તૂટી પડયું હતું. જોકે ઇમારત કે તેની આસપાસની કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નહોતી. અકસ્માતનું કારણ ખરાબ હવામાન હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે.

ગોમાના મેયર નાસોન કુબુયાના જણાવ્યાનુસાર, પાઇલટે ગમે તેમ કરીને રહેણાક વિસ્તારોની ઇમારતો સાથે અથડામણ ટાળી દીધી હતી. આ એક ભયાનક અકસ્માત હતો. ગોમા વિનાશનું ક્ષેત્ર બની રહ્યું છે.' ગયા વર્ષે બુકાવુમાં એક વિમાન દુર્ઘટનામાં પ્રમુખ જોસેફ કબીલાના અંગત સલાહકાર ઓગસ્ટિન કાટુમ્બાનું મૃત્યુ થયું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com