ભાવનગર તા. પ
ભાવનગર સહિત રાજયભરના દરીયા કીનારે સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થયો છે. સાગર સુરક્ષા કવચનો અભ્યાસ દરમિયાન દરીયા કીનારે અને દરીયાની અંદર પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવશે. મોકડ્રીલ ગોઠવવામાં આવશે. આ અભ્યાસમાં જુદા જુદા પોલીસ મથકના કર્મચારીઓ જોડાયા છે.
- મહુવા, દાઠા, તળાજા, અલંગ, ઘોઘાના પ૦ કર્મચારીઓ જોડાયા
દરીયા કીનારે સુરક્ષા-વ્યવસ્થાનુ ધ્યાન રાખવા માટે મરીન પોલીસ દ્વારા નિયમીત પેટ્રોલીંગ કરવામાં આવતુ હોય છે પરંતુ દરીયા કીનારાની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહી જાય તે માટે અને દરીયા કીનારાના લોકોને જાગૃત કરવા માટે વર્ષમાં બે-ત્રણ વાર સાગર સુરક્ષા કવચનો અભ્યાસ ગોઠવવામાં આવે છે. સાગર સુરક્ષા કવચનો ગઈકાલે સોમવારે મોડીરાત્રથી પ્રારંભ થયો છે. આ અભ્યાસમાં મહુવા, દાઠા, તળાજા, અલંગ, ઘોઘા, વરતેજ સહિતના પોલીસ મથકના આશરે પ૦ કર્મચારીઓ જોડાયા છે.
આ અભ્યાસ દરમિયાન દરીયા કાઠે પેટ્રોલીંગ કરવામાં આવશે તેમજ બે બોટ દ્વારા દરીયામાં સતત પેટ્રોલીંગ શરૂ કરવામાં આવેલ છે તેમ મરીન પોલીસના પીએસઆઈ જીજુવડીયાએ જણાવ્યું હતું. સાગર સુરક્ષા કવચ દરમિયાન દરીયા કીનારાના ગ્રામજનોને પણ માહિતી આપવામાં આવે છે તેમજ પોલીસ તંત્ર દ્વારા મોકડ્રીલ ગોઠવવામાં આવશે.