180X600.jpg
Feb 07,2016 10:42:35 PM IST
 

ભાવનગરમાં પુત્રી પર બળાત્કાર કરનાર પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

Mar 06, 2013 02:05 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 713
Rate: 5.0
Rating:
Bookmark The Article

ભાવનગર તા. પ

ભાવનગર શહેરમાં રહેતી એક યુવતીએ પાંચ દિવસ પૂર્વે તેના પિતા સામે બળાત્કાર કરી ગર્ભ રાખી દીધાની ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર પુત્રીએ ફરિયાદ નોંધાવતા ટ્રક ચાલક પિતા ફરાર થઈ ગયો હતો. આજરોજ આરોપીએ સાણંદ પાસે ટ્રેન નિચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

  • પાંચ દિવસ પૂર્વે પુત્રીએ ફરિયાદ નોંધાવતા પિતા ફરાર થઈ ગયો હતો

બનાવ સંદર્ભે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરમાં રહેતા ટ્રક ડ્રાઈવર પિતા નીલેશ નરેન્દ્રભાઈ શાહ વણિકે ઘરમાં એકલતાનો લાભ લઈ અને બે ભાઈને મારી નાખવાની અને કોઈને કહીશ તો મારી નાખવાની ધાકધમકી આપી અવારનવાર તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દીધાની ફરિયાદ ભોગગ્રસ્ત પુત્રીએ ગત શુક્રવારે રાત્રિના સમયે ડી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. પુત્રીએ ફરિયાદ નોંધાવતા આરોપી પિતા ફરાર થઈ ગયો હતો. આ શખસનો ટ્રક થોડા દિવસ પૂર્વે ગોંડલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.

આરોપી શખસે આજે મંગળવારે સવારના સમયે સાણંદ પાસે આવેલ છારોડી રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન નિચે પડતુ મુકી મોત વ્હાલુ કરી લીધુ હોવાનુ જાણવા મળેલ છે. આ બાબતે ડી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈ ચકચાર મચી જવા પામી છે.

 
Share This



 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com