Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:42:09 AM IST
 

મનપામાં ઇસ્કોનની ગુમ ફાઇલ મામલે કડાકા-ભડાકાના એંધાણ

Mar 06, 2013 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 279
Rate: 2.3
Rating:
Bookmark The Article

ભાવનગર તા.પ

ભાવનગર મહાપાલિકામાંથી ઇસ્કોનની ફાઇલ ગુમ થઇ જવાના મામલે છ દિવસ પુર્વે કમિશનરે ઘરવેરાના જુનિયર ક્લાર્ક અજય ભટ્ટને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ આ મામલે વ્યાપક હોબાળો મચ્યો હતો અને જુનિયર ક્લાર્કને સંપુર્ણ દોષીત ઠેરવવા સામે વિરોધ વંટોળ ઉભો થયો હતો. જેથી આજે મંગળવારે સસ્પેન્ડેડ કલાર્ક અજય ભટ્ટ, ઘરવેરા સુપ્રિ. એમ.ડી. અસારી અને નાયબ કમિશનર દિલીપ દવેના નિવેદન લેવાતા મહાપાલિકાના વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

  • કલાર્ક અને બન્ને અધિકારીના સામસામા નિવેદનથી ચકચાર

આ અંગે ત્રણેયના નિવેદન લેનાર ડેપ્યુટી કમિશનર મુકેશ શુકલાએ જણાવ્યું હતું કે, અગાઉ જુનિયર કલાર્ક અજય ભટ્ટે એવું નિવેદન આપ્યું હતું કે, મારી પાસે અધિકારીઓ ફાઇલ મંગાવે ત્યારે લઇ જતો હતો અને પરત આપે ત્યારે પાછી લઇ આવતો હતો. પરંતુ આજે વિશેષ નિવેદનમાં અજય ભટ્ટે એવું કહ્યું હતું કે, ડેપ્યુટી કમિશનર જનરલ દિલીપભાઇ દવેને ઉપરી અધિકારી તરીકે પોતે અવાર-નવાર ઇસ્કોનની ફાઇલ આપતા હતા. જુનિયર કલાર્કના આ નિવેદન અંગે ડેપ્યુટી કમિશનર શુકલાએ ઉમેર્યું હતું કે, ઉપરી અધિકારી તરીકે ઇસ્કોનની ફાઇલ દિલીપભાઇ દવેને આપતા હતા તેનો અર્થ એવો થતો નથી કે, ફાઇલ દિલીપભાઇ પાસેથી ગુમ થઇ છે કારણકે તે અંગેના કોઇ ચોક્કસ પુરાવા રજુ કરાયા નથી. બીજીબાજુ ઘરવેરા સુપ્રિ. એમ.ડી. અસારીએ પોતાના જુનિયર કલાર્ક અજય ભટ્ટની કસ્ટડીમાં ફાઇલ રહેતી હોવાનું નિવેદન આપ્યું હતું. પરોક્ષ રીતે આ નિવેદન અજય ભટ્ટની વિરૂધ્ધમાં ગણી શકાય તેવું હતું. જ્યારે આ મામલે નાયબ કમિશનર જનરલ દિલીપભાઇ દવેએ એવું નિવેદન આપ્યું હતું કે, હું કોઇપણ ફાઇલ નોંધીને લેતો હતો અને નોધીને જ પરત આપતો હતો જેથી કોઇ ફાઇલ મારી પાસે રહી ગઇ હોય તો નોંધ પરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. ઇસ્કોનની ફાઇલ સ્વાભાવિક જ અન્ય ફાઇલોની જેમ મેં મંગાવી હશે પરંતુ પરત કરી દીધેલી છે. તેમ જણાવ્યું હોવાનું નિવેદન લેનાર ડેપ્યુટી કમિશનર મુકેશ શુકલાએ જણાવ્યું છે.

આ સંજોગોમાં ઇસ્કોનની ફાઇલના મામલે આગામી દિવસોમાં કડાકા-ભડાકા થવાના એંધાણ વર્તાય રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના સ્ટાફમાં આજે મંગળવારે ઉક્ત નિવેદનનો મામલો ગરમા-ગરમ ચર્ચાનો મુખ્ય વિષય હતો. સુત્રોના જણાવ્યા મુજબ કમિશનરની ચેમ્બર સામેના કોન્ફરન્સ રૂમમાં બપોરે દોઢ વાગ્યાથી શરૂ થયેલા નિવેદન મોડી સાંજે ૭-૩૦ કલાક સુધી લેવાયા હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com