180X600.jpg
Jul 26,2016 01:45:35 PM IST
 

ડો.અમિત શાહને પકડવા એરપોર્ટ પર લૂકઆઉટ નોટિસ

Mar 06, 2013 01:29 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1989
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૫

મુંબઇ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક વિંગના પોલીસ અધિકારીઓએ ડો.અમિત શાહની ધરપકડ કરવા માટે અમદાવાદમાં ધામા નાંખ્યા છે ત્યારે આજરોજ સેટેલાઇટ પોલીસે પણ બીજીવાર ડો.અમિત શાહની શોધખોળ કરવા માટે તેના બંગલે તપાસ કરી હતી પણ મળી આવ્યા નહતા.

  • બેંગલોર, કર્ણાટક, ઉદેપુર તપાસ કરવા પોલીસની જુદી જુદી ટીમો રવાના
  • પોલીસની નજર સામે જ ડો. અમિત શાહ છટકી જવામાં સફળ

પાલીસે તે લુટ આઉટ સરક્યુલર નોટિસ (એલઓસી) અમદાવાદ એરપોર્ટ પર ઇશ્યૂ કરી દેતાં દેશના તમામ એરપોર્ટના ઇમિગ્રેશનન વિભાગ એલર્ટ થઇ ગયા છે.તો બીજી તરફ ડો.અમિત શાહની ધરપકડ કરવા માટે પોલીસની જુદી જુદી ટીમો ઉદેપુર, બેગ્લોર, કર્ણાટક, દિલ્હી જવા રવાના કરવામાં આવી હોવાની માહિતી જાણવા મળી છે.વસ્ત્રાપુર અને સેટેલાઇટ પોલીસની નજર સામે જ ડો.અમિત શાહ ભુગર્ભ જતા રહેતા પોલીસની નિષ્પક્ષ તપાસ કેવી રીતે ચાલી રહી છે તેના પર અનેક સવાલો ઊભા થયા છે.જો ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો તો પછી ડો.અમિત શાહની ધરપકડ કેમ કરવામાં આવી નહીં તેવા સવાલો ઊભા થયા છે.પોલીસ શરૂઆતથી આ કેસમાં સંડોવાયેલાઓને છાવરી રહી હોવાથી મહત્ત્વના સાક્ષીઓ અને આરોપીઓ છટકી ગયા છે.

મુબઇના પીયૂષ મહેતાના નોર્થસ્ટાર જેમ્સ ઇન્ડિયા લિમિટેડના કેસમાં ડો.અમિત શાહ મુંબઇની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક વિંગના કેસમાં વોન્ટેડ છે.મુંબઇ સીઆઇડી ક્રાઇમના એસીપી સુહાસ રાણેની પરવાનગી સાથે તેમની ટીમના ચાર પોલીસ અધિકારીઓ અમદાવાદમાં આવ્યા છે.મુંબઇમાં એક કોર્ટની મુદતમાં હાજરી આપીને ટીમ અમદાવાદમાં પરત આવી ગઇ છે અને ડો.અમિત શાહની ધરપકડ કર્યા વગર મુબઇ જવાની નથી તેવી માહિતી જાણવા મળી છે.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ મનોજ શર્માએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં ડો.અમિત શાહ વોન્ટેડ છે.ડો.અમિત શાહની ધરપકડ કરવામાં માટે અમદાવાદના એરપોર્ટ પર એલઓસી ઇશ્યૂ કરી દેવાઇ છે.અતિ મહત્ત્વની બાબત એ છે કે,સમગ્ર કેસને ગંભીર માનવામાં આવ્યો નહીં અને ક્રાઇમ બ્રાન્ચમાં તપાસ જાય તે પહેલાં ઉચ્ચ પાલીસ અધિકારીઓએ કેસની ગતિવીધી પર નાંખવાનું શરૂ કરી દેવા ક્રાઇમ બ્રાન્ચમાં જતો કેસ અટકી ગયો હતો.તેમ છતાં ધાર્યું પરિણામ આવ્યું નથી. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ અશોક પંડયાએ તેમની ટીમ સાથે ડો.અમિત શાહ નહેરુનગર ખાતેના બંગલે તપાસ કરી હતી પણ મળી આવ્યા નહતા.

ડો. અમિત શાહના ત્રાસથી શેરદલાલે કાંકરિયામાં પડતું મૂકી આપઘાત કર્યા હતો

ડો.અમિત, શેર બજારના ઓપરેટરે કરેલી ગેમમાં રાજેશ શાહનો જીવ ગયો

અમદાવાદ : ડોક્ટર અમિત શાહે શેરબજારના સટ્ટામાં તેના હરીફ રાજેશ શાહને ફસાવવા માટે ઓપરેટર સાથે મળીને વડોદરાની એન.બી. ફૂટવેરનો શેર ઊંચો લઇ જવાયો હતો.રાજેશ શાહ સટ્ટામાં ડો.અમિત શાહને પહોંચી શકે તેમ હોવાથી ડો.અમિત શાહે ગેમ કરી હતી.આ ગેમ એવી હતી કે,શેર બજારની જૂની સિસ્ટમ મુજબ '૯૭-'૯૮માં અમદાવાદના શેર દલાલ રાજેશ શાહે શેર નહીં હોવા છતાં શેર વેચ્યા હતા.જેની જાણ ડો.અમિત શાહને થતાં ઓપરેટર રાજન દેસાઇને ફાઇનાન્સ કરીને એન.બી.ફૂટવેરનો ભાવ ઘણો જ ઊંચો લઇ ગયા હતા જેના કારણે શેર બજારમાં રાજેશ શાહની મોટી જવાબદારી ઊભી થઇ ગઇ હતી.શેર નહીં હોવા છતાં શેર વેચતા ડો.અમિત શાહે ઓપરેટર સાથે મળીને શેરનો ભાવ ઉપર લઇ જતાં રાજેશ શાહને એક્સચેન્જમાં તફાવતની રકમ મોટી ચૂકવવાની આવતાં ફસાઇ ગયો હતો.આ તફાવતની રકમ ખૂબ જ મોટી હતી.જેની ચુકવણી નહીં કરી શકતા કાંકંરિયામાં પડતું મૂકીને રાજેશ શાહે આત્મહત્યા કરી હતી. એટલું જ નહીં ખુદ ડો.અમિત શાહે એન.બી. ફૂટવેરના એક લાખ શેરની લે-વેચ કરી હોવાની કબૂલાત આવકવેરાના દરોડા દરમ્યાન કરી હતી.દરોડામાં ડો.અમિત શાહે એક લાખની લે વેચ કરી હોવાની માહિતી બહાર આવી હતી.મુબઇના વર્લી વિસ્તારમાં ભીમા એપોર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓપરેટર સાથે મળીને ઓફિસ પણ ખોલી હતી. ડો.અમિત શાહના કૌભાંડો પાછળ સંડોવાયેલા ગિરીશ શાહ અમદાવાદ સ્ટોક એક્સચેન્જની તપાસમાં હાજર ના રહેતા તપાસ આજે પણ અધુરી છે.ડો.અમિત શાહના વિશ્વાસ અને મણિનગ રહેતા રોનક પટેલ અને ગિરીશ શાહ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

 
Share This