180X600.jpg
Jul 30,2016 07:31:32 AM IST
 

શહેર-જિલ્લામાં ૨૭ ફ્લાઇંગ સ્ક્વોડ

Mar 06, 2013 01:30 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 806
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૫

અમદાવાદ શહેર-જિલ્લામાં બેસનાર બે લાખથી વધુ પરીક્ષાર્થીઓ પર વોચ રાખવા માટે સ્થાનિક અને શિક્ષણ બોર્ડની મળી કુલ ૨૭ ફલાઇંગ સ્ક્વોર્ડ તૈનાત રહેશે. આ ઉપરાંત સ્થાનિક ડીઇઓની સ્કવોર્ડ અને રાજ્યકક્ષાની વિઝિલન્સ સ્કવોર્ડ પણ તૈનાત રહેશે.

બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેર-જિલ્લાના વિદ્યાર્થીઓની આંકડાકીય માહિતી આપતા અમદાવાદ શહેર ડીઇઓ આર.આઇ. પટેલ અને જિલ્લા ડીઇઓ એમએનરાવલએ જણાવ્યું હતું કે ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં ગેરરિતી અને માસ કોપીના બનાવને ડામવા માટે આ વખતે ફલાઇંગ સ્કવોર્ડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ધો. ૧૦માં ૬૭,૦૩૭ વિદ્યાર્થીઓ માટે ૨૨૬ પરીક્ષા કેન્દ્રો અને ધો. ૧૨માં ૩૭,૯૯૭ વિદ્યાર્થીઓ માટે ૧૩૦ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ૧૮મી માર્ચથી શરૂ થતી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરમાં ૯૭૨૧ વિદ્યાર્થીઓ અને આઠમી એપ્રિલથી શરૂ થતી બીજા સેમેસ્ટરની પરીક્ષામાં ૯૪૮૪ વિદ્યાર્થીઓ બેસવાના છે. અમદાવાદ શહેરમાં કુલ ૧,૨૪,૨૩૯ વિદ્યાર્થીઓ માટે ૩૫૬ પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ધો. ૧૦માં ૪૭૮૫૦ વિદ્યાર્થીઓ ૧૩૭ પરીક્ષા કેન્દ્રો અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૪૯૯૦ વિદ્યાર્થીઓ ૫૪ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. જ્યારે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ચોથા અને બીજા સેમેસ્ટરના મળી કુલ ૧૦૬૪૦ વિદ્યાર્થીઓ માટે ૪૨ પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.આમ જિલ્લામાં કુલ ૨૩૩ પરીક્ષા કેન્દ્રો પરથી ૮૩૪૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ અંતર્ગત જારી કરાયેલા જાહેરનામા મૂજબ પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં સમાવિષ્ટ તમામ ઝેરોક્ષની દુકાનો પરીક્ષા દરમિયાન બંધ રહેશે.

પરીક્ષામાં ૧૦૦ વિદ્યાર્થીઓને રાઇટર ફાળવાયા

ધો. ૧૦ અને ધો.૧૨, સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અમદાવાદ શહેર-જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ, શારિરીક ખોંડખાપણ અને અકસ્માતથી ઇજા પામેલા ૧૦૦ વિદ્યાર્થીઆને રાઇટર ફાળવી દીધા છે. વિદ્યાર્થીઓ માટે જેતે શાળા સંચાલકોએ બોર્ડની ગાઇડલાઇન મૂજબ પરીક્ષા કેન્દ્રો પર ભોંય તળીયે બેઠક વ્યવસ્થા કરવાની રહેશે. અમદાવાદ શહેરમાં રાઇટર માટે ૭૫ અને જિલ્લામાં ૨૫ અરજીઓ આવી છે. જેમાં પ્રજ્ઞાતક્ષુ, શારિરીક ખોંડખાપણ ધરાવતા (વિકલાંગ), માનસિંક અસ્વસ્થ સહિત માયોપેથી રોગથી પીડાતા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં અકસ્માતથી ઇજા પામેલા બે વિદ્યાર્થીઓએ પણ રાઇટર માટે અરજી કરી છે. જેમાં ગણેશ વિદ્યાલયનો ધો. ૧૦નો વિદ્યાર્થી સોની વૈભવ છે. જેનો નંબર આદર્શ સ્કૂલમાં આવ્યો છે અને બીજો સંત કબીર સ્કૂલ ધો.૧૨નો વિદ્યાર્થી હર્ષ વોરા જેનો નંબર ટર્ફ હાઇસ્કૂલમાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ માટે બોર્ડની ગાઇડલાઇન મૂજબ જેતે શાળા સંચાલકોએ પોતાની શાળામાં ભોંયતળીયે બેઠક વ્યવસ્થા કરવાની રહેશે.

સ્થળ સંચાલક, બોર્ડના પ્રતિનિધિ સેલફોન રાખી શકશે

બોર્ડની પરીક્ષામાં ખંડનિરીક્ષક અને વિદ્યાર્થીઓ વર્ગખંડમાં મોબાઇલ લઇ જઇ શકશે નહી. બોર્ડની ગાઇડલાઇન મૂજબ સ્થળ સંચાલક અને બોર્ડના પ્રતિનિધી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોન સાથે રાખી શકશે.

આજે ૧૧થી ૪ સુધી બેઠક વ્યવસ્થા જોઇ શકાશે

આવતીકાલે ૬ માર્ચને બુધવારના રોજ સવાર ૧૧ થી બપોરના ૪ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખુલ્લા રખાશે. વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર જવા માટે પ્રતિબંધ હોવાથી તેઓને વર્ગખંડની બહારથી બેઠક નંબર જોવા દેવાશે.

'પરમેનન્ટ ફિઝિકલ ડિસેબિલિટી'થી પીડાતો કૃણાલ રાઇટરની મદદથી પરીક્ષા આપવા મક્કમ

અમદાવાદ : 'પરમેનન્ટ ફિઝિકલ ડીસએબીલીટી' પીડાતા લોકોને ક્યારેય તબક્કાવાર રીતે શરીરની શક્તિઓ ક્ષીણ થતી જતી હોય છે. કૃણાલ થોડા સમય અગાઉ સુધી તો પોતાના હાથથી કેટલીક ક્રિયાઓ કરી શકતો હતો. જો કે આ રોગે તેના પર વધુ એકવાર શિકંજો કસતા તે છેલ્લા એકાદ વર્ષથી પોતાના હાથની તમામ કાર્યક્ષમતા ગુમાવી ચુક્યો છે. પુસ્તકના પાના ફેરવવા માટે પણ બીજાની મદદ લેવી પડે છે તેવી સ્થિતીમાં પણ કૃણાલ લોધાએ રાઇટરની મદદથી ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવાનો મક્કમ નિર્ણય લીધો છે. આ અંગે તેની માતા સંગીતાબહેને જણાવ્યુ કે 'કૃણાલના પિતા ઓટોમોબાઇલના કારખાનામાં નોકરી કરે છે. કૃણાલ ધો. ૧૦માં બે ટ્રાયલે ૫૦ ટકા લાવ્યો હતો. ધો. ૧૧માં તેને તકલીફ વધવા લાગી અને તેના હાથના સ્નાયુઓ બિલકુલ કામ કરતા બંધ થઇ ગયા હતા. હાલમાં તે ચાલી પણ શકતો નથી અને જમાવાનું પણ હાથે જમી શકતો નથી. કૃણાલે જણાવ્યુ કેમને વિશ્વાસ છે કે હું પરીક્ષામાં ખુજબ સારૂ પર્ફોમન્સ કરી શકીશ.

 
Share This