Sep 02,2014 12:02:42 AM IST
 

છેલ્લી ઘડીએ બધા વિષયોની તૈયારી ના કરવી

Mar 05, 2013 23:39 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 688
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૫

ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પાસે હવે માંડ ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શિક્ષણક્ષેત્રે વર્ષોનો અનુભવ ધરાવતા શહેરની કેટલીક જાણીતી શાળાના આચાર્યો અને તજજ્ઞા જણાવે છે કે છેલ્લી કલાકોમાં બધા વિષયોની તૈયારી કરવી નહી તેના બદલે આગલે દિવસે જે પેપર છે તેની મહત્વની નોટ્સ ઉપર નજર દોડાવી જવી.

  • પેપર ફૂટી ગયું હોવાની અફવાઓ પર ધ્યાન ન આપવું : પરીક્ષા સામગ્રીની તૈયારી કરી લેવી

પરીક્ષામા પાસ નાપાસ થવાનો ભય બાજુ પર રાખીને પરીક્ષા આપવાની તૈયારી કરો ખાસ કરીને આગલા દિવસે પેપર ફુટી ગયુ હોવાની અફવાઓ ફુટતી હોય છે તેના પર બીલકુલ ધ્યાન ના આપવુ. સાદો ખોરાક લેવો અને પુરતી ઉંઘ લઇને ગુરૂવારે શાંત ચીતે પેપર આપવા જવુ.

આઇએમપી પ્રશ્નોની માથાકૂટમાં પડવું નહીં

આખા વર્ષમા જે તૈયાર કર્યુ છે તે બધા ઉપર હવે નજર મારવી નહી.હવે પુનરાવર્તનનો સમય નથી. પણ ગુરૂવારે જે વિષયનુ પેપર હોય તે વિષયના મહત્વના મુદ્દાઓ અને નોટ્સ તૈયાર કરી જવાં. આઇએમપી પ્રશ્નો, ખાસ પ્રશ્નો જેવી માથાકુટમા પડવુ નહી અને કોઇ અફવામા દોરવાઇ જવુ નહી. છેલ્લા દિવસે શુભેચ્છકોનો મેળો જામતો હોય છે ત્યારે વાલીઓ અને સંબંધીઓને પણ ખાસ સુચના કે વિદ્યાર્થીને ભણતરમા ખલેલ પહોંચાડયા વગર માત્ર અંતરમનથી આર્િશવાદ આપો.

-ભરતભાઇ પરમાર (આચાર્ય, એલેમ્બીક વિદ્યાલય)

હોલ ટિકિટનું લેમીનેશન કરવું નહીં

મોટાભાગના વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ જ બધુ વાંચી જવાનુ ઝનુન ચઢતુ હોય છે. એવુ બિલકુલ નહી કરવુ. તેના બદલે આગલા દિવસે જે પેપર છે તેની જ પુરતી તૈયારી કરવી. ફુટી ગયેલા પેપર મેળવવાની દોડધામ કરીને સમય બગાડવો નહી. તેવી અફવાઓ પર પણ ધ્યાન ના આપવુ. મહત્વની બાબત એ છે કે વાલીઓ હોલ ટિકીટ(ફી રિસિપ્ટ)ને લેમિનેશન કરાવે છે. જેના કારણે સુપરવાઇઝર તેના પર સહી કરી શક્તા નથી એટલે હોલ ટિકીટનુ લેમિનેશન ના કરાવવું.

- પરેશભાઇ શાહ (આચાર્ય,અંબે વિદ્યાલય)

શરીર અને મનને શાંત રાખવા પ્રયત્ન કરવો

છેલ્લી ઘડીઓમા બધી તૈયારી કરવી નહી પણ માત્ર શરીર અને મનને શાંત રાખવાનો પ્રયત્ન કરવો. આગલા દિવસે જે વિષયનુ પેપર હોય તે વિષય પર વિહાંગવલોકન કરી જવુ. બોર્ડની પરીક્ષા પદ્ધતી જ એવી થઇ ગઇ છે કે હવે નાપાસ થવુ મુશ્કેલ છે એટલે નાપાસ થવાનો ડર રાખ્યા વગર પરીક્ષાની તૈયારી કરો જે વિદ્યાર્થીઓને ટકાવારી તરફ જવુ છે તેઓએ જે તે વિષય પર વધુ ધ્યાન આપીને તેના મહત્વના પોઇન્ટસ યાદ રાખી લેવા જેનાથી પેપરના દિવસે સરળતાથી લખી શકાય

- વિનોદચંદ્ર દેસાઇ (આચાર્ય, સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાલય)
જંકફૂડ અને હેવી ફૂડ આરોગવું નહીં

 આગલા દિવસના પેપરનુ ક્વિક રિવિઝન કરી જવુ. વર્ષ દરમિયાન તૈયાર કરેલા પોઇન્ટસ, મુદ્દાઓને ફરીથી એક વખત વાંચી જવા. તેમજ પેપર આપીને આવ્યા બાદ તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો નહી. છેલ્લા કલાકોમા તો વિદ્યાર્થીઓએ ખાસ તો એ યાદ રાખવુ કે જંકફુડ કે હેવી ફુડ આરોગવુ નહી. પેપર આપવા જતી વેળાએ સમસ્યા ઉભી ના થાય તે માટે પેન, પેન્સીલ સહિતની સ્ટેશનરીની તૈયારી આજે જ કરી લેવી.

- નિતાબેન જાની (આચાર્ય, શ્રેયસ વિદ્યાલય)

ફોન પર વાત કરી સમય ન બગાડવો

પરીક્ષાને હવે ૨૪ કલાક પણ બાકી નથી ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે વાંચન, તૈયારી અને પરીક્ષાનો ભય દૂર કરીને ટેન્શન ફ્રી થઇ જાઓ. વાલીઓને પણ આ સૂચના આજના દિવસે ઘરમાં ટેન્સનવાળો માહોલ ઉભો કરવો નહીં પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓએ મિત્રો સાથે ફોન પર વાત કરીને સમય બગાડવો નહીં આગલા દિવસે જે પેપર હોય તેની જ તૈયારી આજે કરવી. બેઠક વ્યવસ્થા જોવા માટે જાતે ના જવું. તેના બદલે વાલીઓએ જવું.

-- અલ્કેશભાઇ શાહ

(આચાર્ય, જીવન સાધના વિદ્યાલય)

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com