180X600.jpg
Sep 05,2015 07:42:37 PM IST
 

હોલ ટિકિટના છબરડાઓ સુધારવા વાલીઓનો ધદ્બારો

Mar 06, 2013 00:40 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 554
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૫

એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા તા.૭મી માર્ચથી શરૂ થઇ રહી છે ત્યારે વડોદરા ખાતે આવેલી એસ.એસ.સી.બોર્ડની કચેરીએ હોલ ટિકીટમા થયેલા છબરડાઓ સુધારવા માટે છેલ્લા ૪ દિવસથી વાલીઓ અને વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે ૨૦૦થી વધુ વાલી-વિદ્યાર્થીઓએ બોર્ડ ઓફીસનો ધક્કો ખાઇને ક્ષતીમા સુધારો કરાવ્યો હતો પરીક્ષાની તૈયારી સમયે જ આખરી ઘડીઓમા બોર્ડની ઓફિસમા ધક્કા ખાવાનો વારો આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમા રોષ જોવા મળતો હતો.

  • છેલ્લા ૪ દિવસમાં ૧૧૦૦થી વધુ વાલીઓએ સુધારા કરાવ્યા
  • આજે સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યા સુધી સુધારા કરાશે

આજે સવારે ૧૧ વાગ્યાથી જ નવાપુરા સ્થિત બોર્ડની કચેરીમાં લાંબી કતારો લાગેલી નજરે પડતી હતી. ધો.૧૦ની પરીક્ષા આપી રહેલા રાજ્યભરના ૯ લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓની ફી રિસિપ્ટ એટલે કે હોલ ટિકીટમાં રહી ગયેલી ક્ષતીઓને સુધારવા માટે છેલ્લા ચાર દિવસથી બોર્ડ કચેરીએ

કામગીરી ચાલી રહી છે. એટલે રાજ્યભરમાથી વાલીઓ અને વિદ્યાર્થીઓને વડોદરા સુધી ધક્કો ખાઇને ફી રિસિપ્ટમા સુધારો કરવાની ફરજ પડી રહી છે.

આ અંગે વધુ માહિતી આપતા બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી એમ.એમ. પઠાણે જણાવ્યુ હતુ કે રાજ્યમા આ વખતે ધો.૧૦માં ૯,૮૧,૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

 એટલે આ તમામ વિદ્યાર્થીઓની ફી રિસિપ્ટ તૈયાર કરવાની જવાબદારી બોર્ડની હોય છે. પણ ઘણી વખત એવુ થાય છે કે હોલ ટિકીટ છાપવામા ભુલ રહી ગઇ હોય, વિદ્યાર્થીથી ફોર્મ ભરતી વખતે ભુલ થઇ હોય તેમ જ સ્કુલો દ્વારા ઇન્ડેક્ષ નંબર લખવામા થયેલી ભુલ જેવી ક્ષતીઓના કારણે હોલ ટિકીટમા એરર રહી જતી હોય છે. જે સુધારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુધારણા કામગીરી ચાલુ કરી દેવાઇ છે.

છેલ્લા ૪ દિવસમાં રાજ્યભરમાથી આવી ૧૧૦૦થી વધુ રિસિપ્ટના સુધારા કરી દેવાયા છે. આવતીકાલે તા. ૬ઠ્ઠીએ પણ સવારે ૧૧ થી સાંજના ૬ વાગ્યા સુધી સુધારણા કામગીરી ચાલુ રહેશે.

સુધારાની જવાબદારીઓ શાળાઓની છે

વડોદરા : બોર્ડ દ્વારા દર વર્ષે સુચના આપવામા આવે છે કે બોર્ડ સ્ટેશનરીમા રહી ગયેલી ભુલોના સુધારા માટે શાળાઓએ પોતાના પ્રતિનિધીઓને મોકલવા. આ વખતે પણ પરીક્ષા કાર્યક્રમ જાહેર થઇ ગયા બાદ ગાંધીનગરથી આ સુચના તમામ શાળાઓમા મોકલી દેવાઇ હતી તેમ છતા પણ શાળાઓ પોતાની જવાબદારીમાથી છટકી રહી છે અને પરીક્ષા સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓને જ સીધા બોર્ડ ઓફિસે ધકેલી દે છે. જેથી માત્ર સમયનો જ નહી પણ વાલીના પૈસાનો પણ વ્યય થઇ રહ્યો છે.

અંગ્રેજી માધ્યમના પ્રભાવ વચ્ચે પણ ગુજરાતી નંબર વન

વડોદરા : સામાન્ય રીતે જોવા જઇ તો ગુજરાતમા ચિત્ર એવુ ઉપસી રહ્યુ છે કે અંગ્રેજી માધ્યમના કારણે ગુજરાતી માધ્યમની શાળાઓ અને ગુજરાતી માધ્યમ પસંદ કરતા વિદ્યાર્થીઓમાં ધરખમ ઘટાડો થઇ ગયો છે પણ ધો.૧૦મા આ વખતે રાજ્યમા જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે તેની ભાષાના માધ્યમ પ્રમાણે ગણતરી કરાય તો આખુ ચિત્ર ઉલટુ થઇ રહ્યુ છે. કેમ કે આ વર્ષે ૯,૮૧,૦૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ૯,૦૦,૦૦૦ની છે.તેમ બોર્ડના અધિકારી એમ.એમ.પઠાણે જણાવ્યુ હતુ.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com