180X600.jpg
Jul 26,2016 08:07:11 AM IST
 

સ્વાઇન ફ્લૂમાં વેસુના યુવાનનું મોત

Mar 06, 2013 06:42 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 430
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા.૫

અમદાવાદ-રાજકોટમાં સ્વાઇન ફ્લૂના આતંક બાદ સુરતમાં પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દીનુું મોત થતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. વેસુમાં રહેતા અને હજીરાની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાનનો પંદરેક દિવસ અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મિશન હોસ્પિટલમાં સારવાર વેળા તેમનું મોત થયું હતું.

  • હજીરાની કંપનીના મેનેજરે મિશનમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો
  • અમદાવાદ-રાજકોટ બાદ સુરતમાં પણ મોત થતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ

આરોગ્ય ખાતાનાં સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વેસુ ખાતે રહેતા અને હજીરાની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ૪૪ વર્ષીય યુવાનનો ગત તા. ૧૭મી ફેબ્રુઆરીએ સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ગત રાત્રે ૧૧ વાગ્યે મિશન હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.આરોગ્ય ખાતાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેસુમાં રહેતો યુવાન ગત મહિને અમદાવાદ રહેતા માતા-પિતાને મળવા ગયો હતો, જ્યાંથી ૨-૩ દિવસ રહ્યા બાદ તેમની તબિયત લથડી હતી. શર્દી-ખાંસી અને તાવ આવતાં મિશનમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.વધુમાં આરોગ્ય ખાતાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાતા જ દર્દી સાથે સંપર્કમાં આવનારા પરિવારજનો, મિત્રો તથા હોસ્પિટલમાં સારવાર લેનાર ડોક્ટરો-નર્સો સહિતની વ્યક્તિઓને તકેદારીના ભાગરૃપે જરૃરી સારવાર અપાઇ હતી. વધુમાં સુરતમાં આ સિઝન ૧૮ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જોકે, વેસુના દર્દી સિવાય એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

સ્વાઇન ફ્લૂથી છેલ્લું મોત અઢી વર્ષ અગાઉ થયું હતું

સ્વાઇન ફ્લૂના વાવરમાં વેસુના યુવાને જીવ ગુમાવ્યો છે ત્યારે અત્રે નોંધવું જરૃરી છે કે આ અગાઉ શહેરમાં સ્વાઇન ફ્લૂથી છેલ્લું મોત અઢી વર્ષ અગાઉ થયું હતું. આરોગ્ય ખાતાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૯થી સ્વાઇન ફ્લૂનો વાવર શરૃ થયો હતો, ૨૦૦૯થી અત્યાર સુધીમાં ૧૧૬૦ શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૮૭ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોઝિટિવ દર્દીઓમાંથી ૩૭નાં મોત થયા છે અને છેલ્લું મોત સપ્ટેમ્બર ૨૦૧૦માં થયું હતું.

 
Share This