180X600.jpg
Aug 30,2015 11:22:52 PM IST
 

સુરતમાં લૂંટ કરનાર બંગાળી ગેંગનો સાગરીત અમદાવાદમાં ઝડપાયો

Mar 06, 2013 03:42 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 504
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત,તા.પ

પશ્ચિમ બંગાળથી સુરતમાં લૂંટ કરવા આવેલી ટોળકી કોઇ ખરાબ મુહૂર્તમાં પ્લાનિંગ બનાવી નીકળી હોય એવી ઘટનાઓ તેમની સાથે બની રહી છે. સુરતમાં પાર્લેપોઇન્ટ વિસ્તારમાં લૂંટ કર્યા બાદ ઉધના દરવાજે બીજા શિકારની શોધમાં હતા ત્યારે આ ટોળકીના બે સાગરીતો ઝડપાયા હતા. જ્યારે ભાગવામાં સફળ રહેલા બે સાગરીતોએ અમદાવાદમાં લૂંટ તો કરી પણ ત્યાં તેઓને અકસ્માત નડતાં એક ઝડપાઇ ગયો હોવાનું જાણવા મળે છે.

  • પાર્લેપોઇન્ટ વિસ્તારમાં લૂંટ કરનાર ટોળકીના સિન્ટુ અને દીપક સુરતથી અમદાવાદ ગયા હતા
  • કુરિયરના ડિલિવરીબોય પાસે ૧ લાખ લૂંટી ભાગતા અકસ્માત થયો અને સિન્ટુ પકડાયો

શહેરના પાર્લેપોઇન્ટ વિસ્તારમાં એકાઉન્ટન્ટને ધક્કો મારી બાઇક પરથી પાડી દઇને રોકડા ૪૦ હજાર લૂંટવાની ઘટના અઠવાડિયા અગાઉ બની હતી. પાર્લેપોઇન્ટ વિસ્તારમાં લૂંટ થઇ એના થોડા સમય બાદ ઉધના દરવાજા વિસ્તારમાં આ ટોળકીએ ઘાત લગાવી હતી. જોકે અહીં પોલીસની સતર્કતાના કારણે જોની કિશન ગ્વાલા યાદવ અને પિન્ટુ અજિત ગ્વાલા (બંને રહે. જાજીપાડા, ફાટાપુપુર, જિ. જલપાઈગુડી પશ્ચિમ બંગાળ) ઝડપાઇ ગયા હતા.

 બંગાળથી લૂંટ કરવા જ આવેલા આ યુવકોએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ સુરતમાં મહિધરપુરા વિસ્તારમાં રેલવે સ્ટેશન, સબરસ ગરનાળા પાસે આવેલ વિહાર ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. ત્યાં જઈને પોલીસે તપાસ કરતા ખબર પડી કે તેમની સાથે ગણેશ ગુલ્લા ગ્વાલા અને સીન્ટુ અજિત ગ્વાલા અને દીપકકુમાર ચંદન યાદવ પણ રોકાયા હતા. આ આરોપીઓએ પહેલેથી કાવતરું ઘડીને બોગસ ચૂંટણીકાર્ડ બનાવીને તે ચૂંટણીકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરીને હોટલમાં આપીને રોકાયા હતા. માટે મહિધરપુરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બોગસ દસ્તાવેજ બનાવવાના અને તેને ખરા તરીકે ઉપયોગ કરવાની સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી.

જોની અને પિન્ટુથી છૂટા પડી ભાગવામાં સફળ રહેલા સિન્ટુ અને દીપક સીધા અમદાવાદ ગયા હતા. ત્યાં તેઓએ ગાર્ડન રોડ ઉપર મારુતિ કુરિયરના ડિલિવરી મેનને નિશાન બનાવ્યો હતો. તેની પાસેથી એક લાખ ભરેલી બેગ લૂંટી આ બંને ભાગ્યા હતા. જોકે તેઓના કમનસીબે તેઓને આઇ ટેન કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા સિન્ટુ ગ્વાલાને લોકોએ પકડી આનંદનગર પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે દીપક યાદવ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com