Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:21:26 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News અમદાવાદના અશોક ગજ્જર-ભારતીબેનનું ઉત્તરાકંડમાં મોત
 

ઉધનામાં રોડ રોમિયોનો ભારે ત્રાસ

Mar 06, 2013 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 481
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત,તા.૫

ઉધનામાં ઉધનાગામ, ઝાંસીની રાણી વિસ્તાર અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં રોડ રોમિયોનો ભારે ત્રાસ છે. રસ્તા પર આવતી-જતી મહિલાઓ અને યુવતીઓની મશ્કરી સામાન્ય બાબત થઈ ગઈ છે. તેમાં પણ સ્થાનિક ક્લાસિસમાં અભ્યાસ અર્થે આવતી વિર્દ્યાિથનીઓ આવા રોડ રોમિયોથી એટલી ત્રાસી ગઈ હતી કે તેઓએે ક્લાસિસના સંચાલકને ફરિયાદ કરવી પડી હતી. સંચાલકે ઉધના પોલીસને માહિતી આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

  • ટયુશને આવતી-જતી વિર્દ્યાિથનીઓની મશ્કરી બાબતે એક ક્લાસિસના સંચાલકે જાતે ફરિયાદ કરી

આ સ્થળથી થોડા અંતરે આજથી ૮ મહિના પહેલાં ઉધના પોલીસે જાહેરમાં રોડ રોમિયોની ધોલાઈ કરી હતી.ઉધનામાં ઉધનાગામનો પાછળનો વિસ્તાર, ડોક્ટર હાઉસ વિસ્તાર, ઝાંસીની રાણી વિસ્તાર, મઢીની ખમણી વિસ્તારમાં રોડ રોમિયોનો ભારે ત્રાસ છે. ખાસ કરીને તે વિસ્તારમાં શાકભાજી બજારમાં આવતી મહિલાઓ અને સ્થાનિક ટયુશનમાં આવતી વિર્દ્યાિથનીઓની મશ્કરી કરવી, તેમને જોઈને કોઈ પણ કોમેન્ટ કરવી, તેમને જોઈને સીટી વગાડવી સામાન્ય બાબત છે. પહેલા આ વિસ્તારમાં ઉધના પોલીસનું સારું એવું પેટ્રોલિંગ હોવાથી આવા તત્ત્વોને પોલીસનો ભય હતો. આ પહેલાં આઠેક મહિના પહેલાં ઉધના પોલીસે ઝાંસીની રાણી બાગ પાસે આવા તત્ત્વોને જાહેરમાં ફટકારાતા આવા તત્ત્વો જાહેરમાં દેખાતા બંધ થઈ ગયા હતા. પોલીસનાં એવાં પગલાંની સરાહના પણ થઈ હતી, પરંતુ હવે પોલીસની નિષ્ક્રિયતા આવા તત્ત્વો માટે બળ આપવા સમાન છે. હવે તો વિર્દ્યાિથનીઓને જોઈને સીટી વગાડવી કે તેમનો હાથ પકડી લેવો સામાન્ય બાબત થઈ ગઇ છે. ઉધનાગામની પાછળ ડોક્ટર હાઉસ પાસે આવેલ એક ટયુશનમાં અભ્યાસ કરતી અનામિકા અને નિકિતાને ડોક્ટર હાઉસમાં જ રહેતો પ્રસન્નજીત જગન્નાથ ધોડાઈ અવારનવાર સીટી વગાડી તથા હાથ પકડી તેઓને હેરાન કરતો હતો. ગતરોજ સાંજે પણ બંને વિર્દ્યાિથનીઓને જોઈને સીટી વગાડતાં વિર્દ્યાિથનીઓએ ટયુશન સંચાલક જયસુખ પુરુષોત્તમ કથીરિયાને ફરિયાદ કરી હતી. જયસુખ કથીરિયાએ ઉધના પોલીસમથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com