180X600.jpg
Jul 25,2016 09:27:59 PM IST
 

દક્ષિણ ગુજરાતના દરિયામાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ

Mar 06, 2013 03:45 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 619
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત,વલસાડ,વાપી,દમણ, તા. ૫

હૈદરાબાદમાં આતંકવાદી હુમલો થયા બાદ ફરીથી એક વાર પોલીસ સફાળી જાગી છે અને તેમને દરિયાની સુરક્ષાની યાદ આવી છે. સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાની સાથે સાથે આજે દક્ષિણ ગુજરાતમાં પણ કોસ્ટગાર્ડ, એજન્સીઓ અને સ્થાનિક પોલીસે મરીન પોલીસ સાથે મળીને એક સંયુક્ત મોકડ્રીલ હાથ ધરી હતી. ઓપરેશન સાગર સુરક્ષા કવચ અભિયાન અંતર્ગત દરિયામાં આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોવાથી તેમને પકડવા માટેની કવાયત સુરતથી ઉમરગામ સુધીના દરિયામાં હાથ ધરવામાં આવી હતી.

  • સુરત મરિન પોલીસનું બે દિવસનું સિક્રેટ મિશન
  • દમણ, ઉમરસાડી અને ઉદવાડામાં પણ મોકડ્રીલ

આ અંગે સુરત મરીન પોલીસમથકના સબઇન્સ્પેક્ટર ઇસરાનીનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ એક સિક્રેટ ઓપરેશન છે અને તે બે દિવસ સુધી ચાલશે તે સિવાય કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે, આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં આતંકવાદી ઘૂસી ગયા હોવાથી તેમને પકડવાની કવાયતની મોકડ્રીલ રાખવામાં આવી હતી. અત્યાર સુધી દરિયાની સુરક્ષા બાબતે સુરતની પોલીસ એટલી હદે નચિંત થઇ ગઇ હતી કે, મરીન પોલીસના સબઇન્સ્પેક્ટરને રાંદેર પોલીસનો વધારાનો હવાલો સોંપી દીધો હતો અને પરંતુ હવે જ્યારે હૈદરાબાદમાં જ્યારે આતંકવાદી હુમલો થયો છે ત્યારે પોલીસને ફરીથી દરિયાની સુરક્ષાની યાદ આવી છે.

દમણમાં પણ આજ પ્રકારે એક મોક યોજવામાં આવી હતી.દરિયામાં બે દિવસથી આંતકવાદીની બોટ પોરબંદર તરફથી દરિયાઈ માર્ગ થી દમણ આવી રહી હોવાની જાણ મરીન પોલીસ અને દમણ પોલીસને મળતા ચારેતરફ વોચ ગોઠવી હતી.મરીન પોલીસ અને દમણ પોલીસે મધ દરિયેથી ૭ આંતકવાદીઓને મોડી સાંજે પકડી પાડી તેઓની પુછતાછ કરતા તેમની પાસે થી હથિયારો તથા જીવતા કારતુસો મળી આવ્યા હતા.દમણ પોલીસ સ્ટેશન પીઆઇ સોહીલ જીવાણી તથા કોસ્ટલ પોલીસ ચોકી પીઆઇ પંકજ ટંડેલ અને તેમની પોલીસની ટીમ નાની દમણ જેટી પર આંતકવાદીઓને લઈને આવી પહોચ્યા હતા .

વલસાડમાં સ્ટેટકંટ્રોલનો મેસેજ હતો કે, કેટલાક સીમાપારના આતંકવાદીઓ પીળા અને સફેદ રંગની કેબીનવાળી બોટમાં બેસી ગુજરાતના દરિયાઇ માર્ગે પસાર થનાર છે. એ આતંકવાદીઓ જમીન માર્ગે ઉતરીને ઔદ્યોગિક એકમો અને ધાર્મિક સ્થળો પર હુમલો કરે તો નવાઇ નહીં તે મુજબના સંદેશાથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક નિપૂણા તોરવણેએ ઓપરેશન સાગર સુરક્ષા કવચ હેઠળ જિલ્લાના કાંઠા વિસ્તારને લાગુ ડુંગરી, વલસાડ સીટી અને રૃરલ, પારડી, ભીલાડ, ઉંમરગામ તથા મરીન પોલીસ મથક-ઉંમરગામ સહિતના ૭ પોલીસ મથકો તથા એલ.સી.બી., એસ.ઓ.જી. અને ક્યુ.આર.ટી. પોલીસના ૧૦૦ કરતા વધુ અધિકારીઓ અને પોલીસ જવાનોને જિલ્લામાંથી પસાર થતાં દરિયા કિનારાના ગામોમાં દરિયા કાંઠે ખડકી દેવામાં આવી હતી.

મંગળવારે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ, ઉમરસાડી દેસાઇવાડ, ઉદવાડા ગામ તથા કોલકના દરિયા કિનારે પારડીના સિનિ. પોસઇ બી.જે . સરવૈયાના નેજા હેઠળ પોલીસ કાફલો ઊમટી પડયો હતો. અચાનક મોટી સંખ્યામાં કાંઠા વિસ્તારમાં પોલીસની હલચલ દેખાતા કાંઠા વિસ્તારના લોકોમાં કૃતુહલ જોવા મળ્યું હતું. જો કે આ હલચલ સાગર સુરક્ષા કવચ અભિયાનનો એક ભાગ હોવાનું જણાતા લોકોમાં રાહતની લાગણી નિહાળવા મળી હતી.

 
Share This