Jul 28,2014 09:41:54 AM IST
 

બળાત્કાર બાદ ઉતારેલી ક્લિપીંગના બ્લેકમેઈલીંગથી ત્રાસી સગીરાએ એસિડ પીધુ

Apr 07, 2013 01:31 Rajkot > Junagadh-Porbandar
 
comment     E-Mail     Print    
 
Viewed: 199
Rate: 0
Rating:
Bookmark The Article

જૂનાગઢ, તા.૬:

વંથલી તાલુકાના રવની ગામ ખાતે એક સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ ઉતારેલી બિભત્સ ક્લિપીંગના બ્લેકમેઈલીંગથી ત્રાસીને તરૃણીએ એસિડ પી જઈને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર સગીરાને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે બળાત્કાર ગુજારનાર અને તેને મદદગારી કરનાર શખ્સને ઝડપી લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

  • તરૃણીને સારવાર માટે જૂનાગઢ ખસેડાઈ ઃ બે શખ્સોની ધરપકડ ઃ ૧પ દિ'થી ત્રાસ આપતા હતાં

આ વિશેની પોલીસમાંથી મળતી વિગતો અનુસાર વંથલી તાલુકાના રવની ગામ ખાતે રહેતી એક સગીરા પંદર દિવસ પહેલા રાત્રીના સમયે તેણીના દાદીના ઘરે સુવા ગઈ હતી. આ દરમિયાન ગામના જ હિતેષ ભગવાનજી ગજેરા નામના શખ્સની મદદથી નવાણીયા ગામના તુષાર કિશોર પાનસુરીયા નામના શખ્સે ઘરમાં ઘુસી જઈને બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેણીની બિભત્સ ક્લિપીંગ ઉતારીને કોઈને કહેશે તો ક્લિપીંગ પ્રસરાવી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સગીરાએ ગઈકાલે મોડી સાંજે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૭૬ અનુસાર ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ શખ્સોના બ્લેકમેઈલીંગથી ત્રાસી જઈને આ સગીરાએ એસિડ પી જઈને આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે ચકચાર મચી ગઈ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com