Oct 02,2014 01:46:44 AM IST
 

તંત્રની બેદરકારીઃ શહેર-જિલ્લાના નદી-તળાવો નર્કાગાર

Apr 12, 2013 01:52 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 277
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૧૧

વડોદરા શહેરની મધ્યમાંથી ૧૭ કિલોમીટર પસાર થતી વિશ્વામિત્રિ નદીમાં એક સમયે ચોખ્ખા નીર વહેતા હતા. સુરસાગર, ગોરવા, તરસાલી અને ગોત્રી સહિતના તળાવોના પાણીમાં ગંદકી ફેલાયેલી ન હતી. જો કે છેલ્લા ૧૫ વર્ષોમાં વડોદરાના નદી અને તળાવોની કાયા પલટાઇ ગઇ છે. નદી અને તળાવોમાં ગંદકી ખદબદી રહી છે. તંત્ર દ્વારા તળાવોની સફાઇ કરવાની તસ્દી લેવાતી નથી અને વિશ્વામિત્રિ નદીમાં ઠલવાતા ગટરના પાણી પણ રોકાતા નથી. આ પરિસ્થિતીમાં આવતીકાલે જીપીસીબી ચેરમેન કે.યુ.મિસ્ત્રી વડોદરાની મુલાકાતે આવી રહયા છે ત્યારે શુ ચેરમેન સાહેબ વિશ્વામિત્રિ નદી કે તળાવોની મુલાકાત લેશે ? એ પ્રશ્ન દરેક પ્રજાજનોના જહેનમાં ઉભો થયો છે.

  • સેવાસદનની નિષ્કાળજીના કારણે જળાશયો પ્રદૂષિત અને, જીપીસીબીની બેદરકારીને પગલે જળાશયોમાં પ્રદૂષણ યથાવત

શહેરના જળાશયો, નદી અને તળાવોમાં ગંદકી ન ફેલાય તે અંગેની દેખરેખ અને નિયંત્રણની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીની બને છે. જ્યારે પણ શહેરના તળાવ કે નદીઓમાં ગટરોના પાણી ઠલવાતા હોવાની જાણ થાય કે પાણી પ્રદૂષણ રોકવા માટે જીપીસીબીની ભૂમિકા અહમ સાબિત થાય છે. જ્યારે પણ પર્યાવરણ દિવસ આવે છે ત્યારે જીપીસીબી મોટા ઉપાડે જળ પ્રદૂષણ અટકાવો, હવા પ્રદૂષણ અટકાવો, જળ એ જ જીવન તેને રિસાઇકલ કરી ઉપયોગમાં લો. તેવા સૂત્રોનો ઉપયોગ કરી શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. પરંતુ આજ શહેરીજનો જ્યારે નદી અને તળાવોમાં પ્રદૂષણની ફરિયાદ લઇ જીપીસીબી પાસે પહોંચે છે ત્યારે તેમની ફરિયાદો નજર અંદાજ કરવામાં આવે છે. અને પ્રદૂષણ કરતાં સેવાસદન સામે જ નિયંત્રણના પગલાં લેવાની વાત આવે કે જીપીસીબી વડોદરા અને ગાંધીનગર કચેરીને એક્શન લેવા માટે નગરજનોએ ભાઇબાપા કરવા પડે છે.

વડોદરામાં ઘનકચરાની બાબત હોય, તળાવોની સફાઇ કરવાની વાત હોય કે પછી વિશ્વામિત્રી નદીમાં સુએજના પૂરતી ટ્રીટમેન્ટ આપ્યા વિના ઠલવાતા ગટરના પાણીનો મામલો હોય જીપીસીબી શહેરીજનોને હૈયાધારણા આપવામાં જ માહેર છે. છેલ્લા ૧૫ વર્ષોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જો ખરેખર શહેરના તળાવો અને સેવાસદનના સુએજ પંપ અને વિશ્વામિત્રી નદીની સ્વચ્છતા અંગે દેખરેખ અને નિયંત્રણના અસરકારક પગલાં લીધા હોત તો સુરસાગરમાં ઓક્સિજન સમા એરેટર મૂકવાની જરૂરિયાત ઊભી થઇ ન હોત. અને સેવાસદનના સુએજ પંપોની કાર્યક્ષમતા અંગે ચકાસણી અને સમયાંતરે પગલાં લીધા હોત તો વિશ્વામિત્રી નદીમાં આજે નર્મદાના નીર જેવા પાણી વહેતા હોત. પરંતુ જીપીસીબી દ્વારા આ બેમાંથી એક પણ બાબતે ગંભીરતાપૂર્વક ભૂમિકા અદા કરી નથી.

 ચેરમેન કે.યુ.મિસ્ત્રીના અધ્યક્ષતામાં આજે જીપીસીબી વડોદરા રિજિયનની સમીક્ષા થશે

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એપ્રિલ થી માર્ચ એક વર્ષ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણની કેટલી અસરકારક કામગીરી કરવામાં આવી છે તેની ચેરમેનના અધ્યક્ષપણા હેઠળ સમીક્ષા કરવામાં આવે છે. ગત વર્ષમાં વડોદરા જીપીસીબી કચેરીએ કેટલી કામગીરી કરી અને પ્રદૂષણના કયા પ્રશ્નો વણઉકેલાયેલા છે તેની માટે આવતીકાલે ચેરમેન કે.યુ.મિસ્ત્રીના અધ્યક્ષપણા હેઠળ મીટિંગ યોજાશે. વડોદરામાં પ્રદૂષણમાં હવા, પાણી, જમીન કે ભૂગર્ભ જળ કંઇ બાકાત રહયું નથી. ત્યારે પ્રદૂષણને લઇ રજૂઆત કરાતા દરેક પ્રશ્નો જીપીસીબી ચેરમેન સુધી પહોંચે છે કે કેમ ? તે સંદિગ્ધ પ્રશ્ન બન્યો છે. જીપીસીબી ચેરમેન કે.યુ.મિસ્ત્રી વડોદરા પ્રાદેશિક કચેરીની કામગીરીની સમીક્ષા માટે આવતીકાલે વડોદરા આવશે.

 પાદરામાં ભૂગર્ભજળ આજે પણ લાલ અને ભૂરા રંગના

પાદરા તાલુકામાં જ ઠેર ઠેર કેમિકલ કંપનીઓ ઉગી નીકળતા કેમિકલ વેસ્ટના અયોગ્ય નિકાલના પગલે પાદરાના ગામોની જમીન અને ભૂગર્ભજળ પ્રદૂષિત થયા છે. તાલુકાના ૪૬ કુવામાં પીવાલાયક પાણી મળતુ નથી. ઢોરઢાખર પાલવી ગુજરાન ચલાવતા ગ્રામજનોને પ્રાણીઓને પીવડાવવા અને ખેતીમાં વાપરવાના પાણી માટે મુશ્કેલી વેઠવી પડે છે. ભૂગર્ભજળ પ્રદૂષણ ફેલાવવા મામલે જીપીસીબી દ્વારા એક પણ કંપનીને શોધી નોટિસ ફટકારાઇ નથી.

 ઔદ્યોગિક પ્રદૂષણમાં કંપનીઓને છૂટો દોર

ગત માર્ચ મહિનામાં ૯ માર્ચના રોજ મોડી રાત્રે એકલબારા ગામમાંની ટ્રાન્સપેક સિલોક્સ કંપનીમાંથી સલ્ફર ડાયોક્સાઇડ ગેસ લીકેજની ફરિયાદ ઉઠતાં પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદી સહિતની ટીમે તપાસ ચલાવી હતી. પરંતું ગેસ લીકેજના કોઇ જ પુરાવા મેળવી શકાયા નહોતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com