180X600.jpg
Jul 01,2016 06:49:50 PM IST
 

એક ફોરેનરને લાગ્યો છે રાજસ્થાની નૃત્યનો ચસ્કો

Apr 14, 2013 12:11
 
Rajasthan,Foreigner,Dance,Kalebiya Dance,Folk dance,Belgium,India,Life style Tags:   Rajasthan Foreigner Dance Kalebiya Dance Folk dance Belgium India Life style comment     E-Mail     Print    
 
Viewed: 1463
Rate: 5.0
Rating:
Bookmark The Article

જોધપુર, 14 એપ્રિલ

એક સમય હતો જ્યારે કાલબેલિયા નામનું નૃત્ય માત્ર રાજસ્થાન પૂરતું જ સીમિત હતું, પરંતુ હવે સમય બદલાયો છે, આ નૃત્ય ભારત અને વિદેશોમાં પણ તેનો પગપેસારો કરી રહ્યું છે. બેલ્જિયમની રહેવાસી માયા આ નૃત્યની દીવાની છે. કાલબેલિયા નૃત્યએ માયાનાં મન પર એટલી અસર કરી કે માયાએ આ નૃત્યને આત્મસાત કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે સાપ પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલાં લોકો આ નૃત્ય કરે છે. બેલ્જિયમની માયા અને રાજસ્થાનની ખાતુ બન્નેએ મળીને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે એક સેતુ ઊભો કરી દીધો છે. માયા જ્યારે આ નૃત્યને સ્ટેજ પર રજૂ કરે છે ત્યારે એમ લાગે કે જાણે તે બેલ્જિયમની નહિ પરંતુ ભારતીય છે.

માયા કહે છે કે બેલ્જિયમ મારું પિયર છે અને ભારત સાસરું છે. માયાએ રાજસ્થાનના જ એક નૃત્યકલાકાર મહેબુબ ખાન સાથે લગ્ન કર્યાં અને અને તેની સાથે મળીને આજે અન્ય દેશોમાં પણ આ નૃત્યનો ડંકો વગાડી રહી છે. માયા કહે છે કે ભારતીય નૃૃત્ય-સંગીત મારાં જીવનમાં એક ખૂબસૂરત વળાંક લઇને આવ્યું, તે કહે છે કે હવે તે ભારત અને બેલ્જિયમ વચ્ચે વહેંચાઇને રહી ગઇ છે, તે કહે છે કે હું અડધી રાજસ્થાની થઇ ગઇ ને અડધી બેલ્જિયમની. માયા હાલ હિંદીમાં પણ વાત કરી શકે છે તો સ્પેનિશ અને અંગ્રેજી ભાષાને પણ શીખી લીધી છે. માયા કહે છે કે ભારતીય નૃત્ય સામે ચાલીને મારી પાસે આવ્યું, હું જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે જ મેં ભારતીય નૃત્ય શીખવાનું શરૃ કરી દીધું હતું અને આ નૃત્ય જ મને રાજસ્થાન સુધી ખેંચી લાવ્યું. માયા જણાવે છે કે તેના પતિ મહેબુબ ખાને જ તેને આ નૃત્ય માટે પ્રેરણા આપી.

કાલબેલિયા નૃત્ય અલગ જ છે

માયા જણાવે છે કે કાલબેલિયા નૃત્ય ખરેખર અન્ય નૃત્યો કરતાં ઘણું અલગ છે, યુરોપમાં હું એક કોરિયોગ્રાફરની સાથે કામ કરું છું, પરંતુ યૂરોપીય નૃત્ય મને થોડું અધૂરું લાગે છે જ્યારે કાલબેલિયા નૃત્ય એક સંપૂર્ણ નૃત્ય છે. માયા જેવી જ અન્ય એક દીવાની છે ખાતુ કે જેને બાળપણથી જ કાલબેલિયા નૃત્ય શીખડાવવામાં આવ્યું હતું. ખાસ કરીને જોધપુરમાં આ નૃત્યની વધારે બોલબાલા છે અને જાણે કે ગળથૂથીમાં જ અપાતું હોય તેમ લાગે છે, ખાતુ અને માયાની મુલાકાત બેલ્જિયમમાં થઇ, આ મુલાકાત બાદ માયાએ ખાતુને દોસ્તની સાથે સાથે પોતાના ગુરુ પણ બનાવી બેઠી અને ખાતુની નજરમાં પણ માયા એક ખરેખર સાચી અને હોંશિયાર શિષ્યા છે. આ બન્નેમાંથી એક પૂર્વના દેશની છે તો એક પશ્ચિમના દેશની પરંતુ આજે બન્ને એકમેકમાં ભળી ગઇ અને તેનું કારણ છે કે રાજસ્થાની નૃત્ય કાલબેલિયા.

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com