Aug 22,2014 01:28:34 AM IST
 

ફિલ્મ પ્રિવ્યૂ : બોમ્બે ટોકીઝ

May 02, 2013 15:28 Entertainment > Preview
 
Tags:   Karan Johar Bollywood Bombay talkies Film Zoya Akhtar comment     E-Mail     Print    
 
Viewed: 18269
Rate: 3.5
Rating:
Bookmark The Article

બેનર
વાયકોમ 18 મોશન પિક્ચર્સ, ફ્લાઇંગ યૂનિકોર્ન એન્ટરટેઇનમેન્ટ

નિર્માતા
આશી દુઆ

નિર્દેશક
કરણ જોહર, દિબાકર બેનર્જી, અનુરાગ કશ્યપ, જોયા અક્તર

સંગીત
અમિત ત્રિવેદી

કલાકાર
રાની મુખર્જી, રણદીપ હુડા, સાકિબ સલીમ, કેટરીના કૈફ, નવાજુદીન સિદ્દીકી, સદાશિવ અમરાપુરકર

રિલીઝ ડેટ
3 મે 2013

મુંબઇ, 2 મે

હિન્દી સિનેમાના સો વર્ષ પૂરા થવાની ઉજવણીમાં બનેલી ફિલ્મ 'બોમ્બે ટોકીઝ' કેટલીક લધુફિલ્મોથી મળીને બની છે. તે લધુફિલ્મો અલગ અલગ વિચાર અને સંવેદનશીલતા રાખનારા ફિલ્મ નિર્માતાઓ અનુરાગ કશ્યપ, દિબાકર બેનર્જી, જોયા અખ્તર અને કરણ જોહર દ્રારા બનાવવામાં આવી છે.

કરણ જોહર દ્રારા નિર્દેશિત શોર્ટ ફિલ્મ 'અજીબ દાસ્તાન હે' આ કહાની છે શહેરના એક ખુશહાલ દેખાવનારા યુગલની. જેમાં તેના લગ્ન પછી જીંદગી ત્યારે બદલાઇ જાય છે કે જ્યારે પત્નીનો સહકર્મી તેની જીંદગીમાં આવી જાય છે.

ફિલ્મ સ્ટારનુ નિર્દેશન દિબાકર બેનર્જીએ કર્યુ છે. આ કહાની છે એક અસફળ અભિનેતાની જે તેના પિતાના મોત પછી સંઘર્ષ કરી રહ્યો છે જયારે તેને પોતાને સાબિત કરવા માટેની તેને છેલ્લી તક મળે છે.

અનુરાગ કશ્યપ દ્રારા નિર્દેશિત 'મુરબ્બા' માં કહાની છે ઉત્તર પ્રદેશના નાના ગામના એક માણસની જે તેના બિમાર પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે મુંબઇ આવે છે.

ઝોયા અખતરની ફિલ્મ 'શીલા કી જવાની' મધ્યમવર્ગના પરિવારની એક 12 વર્ષના છોકરાની કહાની છે. ફિલ્મ સ્ટારથી પ્રેરિત તે છોકરો સમાજની પરંપરાઓને તોડીને તેના સપનાઓને પૂરા કરવા માટે નિકળી પડે છે. આ ફિલ્મમાં ભારતીય સિનેમાના 100 વર્ષ પૂરા થવા પર અને મોર્ડન સિનેમાના શરૂઆતને પ્રતિક સ્વરૂપ દર્શાવ્યુ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com