180X600.jpg
Jul 27,2016 01:11:19 PM IST
 

ખેડવા ગ્રા.પ.માંથી તસ્કરોનો હાથફેરો

Sep 01, 2013 06:05 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 141
Rate: 0
Rating:
Bookmark The Article

બાયડ, તા.૩૧

ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગ્રામ પંચાયતના મકાનનું તાળુ તોડી તસ્કરો મોનિટર, સીપીયુ અને કી-બોર્ડ મળી કુલ રૃા.૧૯,૦૦૦નાં કોમ્પ્યુટરને લગતાં ઉપકરણો ઉઠાવી ફરાર થઈ જતાં ખેડૂતોને ૭/૧રના ઉતારા સહિત રેશનીંગ માટે ઈ-કુપન મેળવવા માટે પણ સમસ્યા ઉભી થાય તેવી સ્થિતિ પેદા થઈ છે. આ બનાવ અંગે ખેડબ્રહ્મા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામની પંચાયતને તા.ર૭-ર૮ની મધરાતે તસ્કરોએ નિશાન બનાવી હતી અને રૃમનું તાળુ તોડી અંદર પ્રવેશેલા તસ્કરો મોનિટર, સીપીયુ તથા કી-બોર્ડ મળી કુલ રૃા.૧૯,૦૦૦ના ઉપકરણો ઉઠાવી જવામાં સફળ રહ્યા હતા. પંચાયત ઘરનું તાળુ તૂટેલું જોતાં કર્મચારીઓએ તપાસ કરતાં કોઈ તસ્કરો કોમ્પ્યુટરને લગતા ઉપકરણો ચોરી ગયાનું જણાઈ આવતાં ગ્રામ પંચાયતના તલાટી પ્રકાશસિંહ બોરૃસિંહ સીસોદીયાની ફરિયાદના આધારે ખેડબ્રહ્મા પોલીસે તસ્કરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે કોમ્પ્યુટર ઉપકરણો ચોરાઈ જવાથી ૭/૧રના ઉતારા સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.

 
Share This