Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:48:50 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

સેક્સ એટલે?

Oct 07, 2011 Supplements > Ardha Saptahik
 
comment     E-Mail     Print    
 
Viewed: 2279
Rate: 0
Rating:
Bookmark The Article

કાનમાં કહું - ડો. રાજશેખર બ્રહ્મભટ્ટ

ઘણા વાચકોના પ્રતિભાવો આવે છે. ઘણાં બધાએ અભિનંદન અને ફૂલોનો વરસાદ વરસાવ્યો! તો કોઇકે તટસ્થ સમીક્ષક બની બનીને લેખને એનાલાઇઝ કરીને સામા સવાલો પણ પૂછી નાખ્યા. એકાદ બેયે સુતળી બોમ્બ પણ ફેંક્યા, “તમે તો સમસ્યા સોલ્વ કરવાને બદલે જ્યારે વાંચકો સમસ્યાઓથી પરેશાન હોય ને તમે પ્રશ્નો વાંચકો સામે રજુ કરો છો વાંચકોને તમારો લેખ વાંચવાથી ફાયદો શું?

કોઇકે પોતાની હૈયાવરાળ ઠાલવી. તો કોઇકે પત્ર દ્વારા જવાબ આપવાનો કે ટેલીફોન પર જવાબ આપવાનો આગ્રહ રાખ્યો.

થોડાકથી રહેવાયું નહીં, તે છેક ગુજરાતના શહેરમાંથી મારું એડ્રેસ લઇ consultation માટે પણ આવ્યા. ખેર, સેક્સ એક એવો વિષય છે કે જીવનના દરેક પાસાને આવરી લેતો હોય છે. રોજ નવી સમસ્યાઓ લઇને વર્તમાનપત્રો, ટીવી વગેરે મીડિયા - સેક્સ વિશે ખુલ્લામને ચર્ચા કરતા હોય છે. તેવા સમયે વર્તમાન બાબતો પર વાંચકોને સજાગ કરવાનો - સાથે સાથે સેક્સ વિશે જ્ઞાન આપવાનો - પ્રશ્નો દ્વારા વાંચકોને વિચાર કરતાં કરી દેવાનો (લેખ વાંચ્યા પછી).

થોડાક મૂંઝવતા વાંચકોના પ્રશ્નો વિશે વાત કાંઇક અંગત છે. જ્યારે કોઇકમાં સેક્સ સમસ્યા - સામાન્ય વાંચકને ફાયદાકારક લાગે તેમ છે. કોઇક વાર સેક્સ સમસ્યાનું રીપિટેશન થતું લાગશે. પણ તે જનતા જનાર્દનની માંગ છે. સમસ્યા છે.

એક ઈ-મેઈલ જુઓ..

તમારો લેખ વાંચ્યો. અંગ્રેજીનો ટીચર છું.

મને લાગે છે કે ટીચર અને પેરન્ટ્સ બંનેએ સેક્સ એજ્યુકેશનની જવાબદારી લેવી જોઇએ. સાચી વાત છે. સેક્સ વિશેના પહેલા પાઠ માટે ઘરથી શરૂઆત કરવી જોઇએ. સાથે સાથે શાળામાં પણ આ વિશે ચર્ચા થવી જોઇએ. શું શીખવવું તે વિશે મા-બાપ, શિક્ષકો, ટ્રસ્ટીઓએ Expert સાથે બેસી નક્કી કરવું જોઇએ.

જેમ રસી Vaccine આપવાથી રોગ નાબૂદ થઇ ગયા છે. તેમ Sex Education આપવાથી ઘણી બધી જીટ સમસ્યાઓનો ઉકેલ બાળકને અને યુવાનને વૈજ્ઞાનિક રીતે મળશે. તે વાત સમાજના હિતેચ્છુઓએ જાણવી, સમજવી જરૂરી છે.

તમે અંગ્રેજીના પાઠ ભણાવતાં પણ Sex ના વિષયને સુંદર રીતે વણી શકો છો!! એટલું યાદ રાખજો સેક્સ એટલે સંભોગ ને આસનો જ નહીં. આપણે બાળકોને સેક્સ્યુઆલિટીનું એજ્યુકેશન આપવાનું છે. જે જીવનનાં બધાંય પાસાંને સ્પર્શે છે.

ડોક્ટર સાહેબ, હું ૧૯ વર્ષનો યુવાન છું. કોલેજમાં ભણું છું. જ્યારે બ્લૂ ફિલ્મ જોઉં છું ત્યારે તરત જ વીર્ય-સ્ખલન થઇ જાય છે. રોગ છે? ડાયાબિટીસ નથી. વાયગ્રા પણ લીધી બે-ત્રણ વાર સંભોગની કોશિશ કરી પણ fail. સૌ પ્રથમ એ ધ્યાનમાં રહે કે કોઇ પણ અજાણી વ્યક્તિ સાથે સેક્સ કરો તો તમારી જવાબદારી બને છે કે કોન્ડોમ પહેરીને કરવું. જેથી HIV Aids અને બીજા જાતીય રોગોથી બચાય. (કોઇએ પણ આનો અર્થ ડોક્ટર છૂટ આપે છે કે કોન્ડોમ પહેરો ને જીટ કરો એવું ન માનવું) વાયગ્રા કે બીજી કોઇ પણ ગોળીઓ લેતાં પહેલાં તમારા ફેમિલી ડોક્ટર કે કોઇ પણ સારા ડોક્ટરની સલાહ લેવી. તમારી વાત પરથી તમને કોઇ રોગ નથી ધીરે ધીરે સ્ખલન પર કંટ્રોલ આવશે. -વધુ આવતા અંકે  

(લેખક મેરેજ કાઉન્સેલર અને સેક્સોલોજિસ્ટ છે)

rajsmita@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com